ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:17 PM, 13 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Vastu Tips: હિંદુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં સ્વચ્છતા સંબંધી ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. આપણા વડીલો પણ કહેતા રહે છે કે ઝાડુ મારવાનો યોગ્ય સમય છે. સૂર્યાસ્ત કે સાંજના સમયે ઝાડુ મારવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, જો સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે.પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે લાંબા સમય પછી ઘરે પાછા ફરીએ છીએ ત્યારે ઝાડુ મારવું જરૂરી બની જાય છે. આ સિવાય ઘરમાં કોઈ કાર્યક્રમ હતો અને પછી ઝાડુ કરવું જરૂરી બન્યું. તો આવો વાસ્તુશાસ્ત્રમાં અનુસાર જાણીએ કે, જો આ પરિસ્થિતિઓમાં સાવરણીનો ઉપયોગ કરવો હોય તો કયો ઉપાય અપનાવવો જોઈએ.

ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી ઝાડુ કરો ત્યારે તે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો. તેને ક્યાંક ડસ્ટબીનમાં રાખો અને સવારે બહાર ફેંકી દો. માનવામાં આવે છે કે, સાંજે ઘરની બહાર માટી ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશે છે એટલે તમારા ઘરમાં અશાંતિ અને આર્થિક તંગી આવે છે. તો રાત્રે ઝાડુ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.

ADVERTISEMENT
આ દિવસે ઝાડુ ખરીદવુ માનવામાં આવે છે શુભ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જૂની સાવરણીને બદલવા માટે શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ. શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય હંમેશા કૃષ્ણ પક્ષમાં સાવરણી ખરીદવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષમાં ખરીદેલી સાવરણી દુર્ભાગ્યનું સૂચક છે. તેથી આ સમય દરમિયાન ક્યારેય સાવરણી ન ખરીદવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT