બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Varun Dhawan and Janhvi Kapoor's film 'Bawal' will be released on OTT, not in theaters, deal finalized

મનોરંજન / થિયેટરમાં નહીં પણ OTT પર રિલીઝ થશે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'બવાલ', આટલા કરોડમાં ફાઇનલ કરી ડીલ

Megha

Last Updated: 11:50 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ 'બવાલ' પર અપડેટ સામે આવી છે. આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ થશે અને તેના માટે એક મોટી ડીલ કરવામાં આવી છે.

  • વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ 'બવાલ' પર સામે આવી અપડેટ 
  • આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ થશે
  • મેકર્સે 110 કરોડમાં ફાઇનલ કરી ડીલ 

છેલ્લા ઘણા સમયથી થિયેટર અને OTT પ્લેટફોર્મ વચ્ચે એક જંગ ચાલી રહી છે. દર્શકો ફિલ્મો જોવા થિયેટરમાં ઓછા જાય છે અને ઘરે બેઠા OTT પ્લેટફોર્મ પર ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે. એવામાં હાલ બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ 'બવાલ' જે ઘણા સમયથી ચર્ચામાં છે આ ફિલ્મ વિશે એક મહત્વની અપડેટ બહાર આવી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે અને ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

OTT પર રિલીઝ થશે 'બવાલ' 
ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે અને આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ થશે અને તેના માટે એક મોટી ડીલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરુણ ધવન અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ 'બવાલ' ના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મ માટે અમેઝોન પ્રાઇમ વીડિયો સાથે રૂ. 110 કરોડનો કરાર કર્યો છે.

110 કરોડમાં ફાઇનલ કરી ડીલ 
એટલે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવાને બદલે સીધી પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા 7 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ VFX અને ટેકનિકલ સમસ્યાઓના કારણે તે થઈ શકી નહીં. જો કે ફિલ્મની OTT રીલિઝ ડેટ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી.

વરુણ-જાહ્નવીની આગામી ફિલ્મ
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ છિછોરે બાદ સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારી બીજી વખત એક સાથે કામ કરી રહ્યા છે. વરુણ ધવનના પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે હાલ ભેડિયા 2નું શૂટિંગ કરી રહ્યા છે તો બીજી તરફ જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જાન્હવી કપૂર ક્રિકેટ રમતી જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ