બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / varun and natasha will get married on 24 jan

બોલિવૂડ / આ તારીખે લગ્નસંબંધમાં બંધાશે વરુણ અને નતાશા, લગ્ન માટે બુક કરાવ્યો લેવિશ રિસોર્ટ

Nikul

Last Updated: 02:12 PM, 21 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરુણ ધવન અને નતાશા દલાલ તેમનાં વર્ષોનાં રિલેશનને હવે તેઓ લગ્ન બંધનનું નવુ નામ આપવા જઈ રહ્યાં છે. વરુણ ધવને તેની લાંબા સમયથી રહેલી ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા માટે અલીબાગનાં એક 25 લેવિશ રુમ્સ સાથેનો રિસોર્ટ બુક કરાવ્યો.

  • કોરોનાને લીધે વિએતનામમાં લગ્ન કરવાનો વરુણનો પ્લાન ચોપટ થયો હતો
  • 22થી 24 જાન્યુઆરી સુધી વરુણ અને નતાશાની મેરેજ સેરેમની
  • વિરાટ અને અનુષ્કાનાં વેડિંગ પ્લાનર કરી રહ્યાં છે વરુણ અને નતાશાનાં મેરેજ ફંક્શનનો પ્લાન

વર્ષોનાં લવ રિલેશન બાદ વરુણ ધવન અને નતાશા દલાલ લગ્ન ગ્રંથીથી જોડાવા જઈ રહ્યાં છે. 24 જાન્યુઆરીનાં રોજ યોજાયા જઈ રહેલા લગ્ન માટે વરુણે અલિબાગની એક લેવિશ પ્રોપર્ટી બુક કરાવી છે. 2020માં વરુણ અને નતાશા વિએતનામમાં તેમનાં મેરેજનો પ્લાન કરી રહ્યાં હતા. પણ કોરોનાને લીધે તે શક્ય ના બન્યુ. પણ હવે જ્યારે કોરોનામાં થોડી રાહત મળી છે ત્યારે બોલિવૂડનું બીગ વેડિંગ ફંક્શન 22થી 24 જાન્યુઆરી દરમિયાન અલિબાગમાં યોજાવા જઈ રહ્યું છે.

24મીએ મેરેજ સેરેમની યોજાશે


મળતી માહિતી મુજબ વરુણ ધવને તેનાં મેરેજ ફંક્શન માટે અલિબાગ પાસેનો 25 લક્ઝુરિયસ રુમ્સ સાથેનો લેવિશ રિસોર્ટ બુક કરાવ્યો છે. જ્યાં વરુણ અને તેની ફેમિલી બાય રોડ 22 જાન્યુઆરીએ ટ્રાવેલ કરીને પહોંચશે અને 23 જાન્યુઆરીની રાત્રે સંગીત સેરેમની બાદ 24મીએ મેરેજ સેરેમની યોજાશે.

નતાશાએ જાતે ડિઝાઈન કર્યો બ્રાઇડલ આઉટફિટ


સુત્રોનાં જણાવ્યા અનુસાર વરુણ અને નાતાશનું વેડિંગ ફંક્શન વિરાટ અને અનુષ્કાનાં વેડિંગ પ્લાનર હેન્ડલ કરી રહ્યાં છે. જેમાં નતાશા કે જે પોતે બાય પ્રોફેશન એક ફેશન ડિઝાઈનર છે તેણે પોતે પોતાનો બ્રાઇડલ આઉટ ફિટ ડિઝાઈન કર્યો છે. 

વરુણ અને નતાશા બાળપણનાં મિત્રો રહ્યાં છે


વરુણ અને નતાશા બાળપણનાં મિત્રો છે, તેઓ સ્કૂલમાં મળ્યા હતા અને તેમની ફેમિલી પણ ઘણાં વર્ષોથી એકબીજાને ઓળખે છે. નતાશા હંમેશા સ્પોટલાઇટમાં આવવાનું ટાળ્યું છે પણ છેલ્લા ઘણાં સમયથી તે તેમની ફેમિલીનાં આઉટીંગમાં જોવા મળી છે. છેલ્લે 2020માં નતાશા વરુણ ધવનની મધર લાલી ધવન, સિસ્ટર ઈન લો જાન્હ્વી અને સુનિતા કપૂરનાં ઘરે કરવા ચોથ સેલિબ્રેશનમાં પણ જોવા મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Marriage Varun Dhawan વરુણ ધવન વરુણ ધવન-નતાશા Marriage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ