બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Valsad SOG nabs 2 thugs trying to steal cheap gold

સાવધાન! / 5 લાખમાં એક કિલો સોનું! સસ્તાની લાલચમાં ગયા તો વલસાડવાળી થશે, બે ઠગની ધરપકડ

Dinesh

Last Updated: 05:23 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valsad news: વલસાડમાં સસ્તુ સોનુ પધરાવવા જઈ રહેલા 2 ઠગને SOGએ ઝડપી પાડ્યા છે. મૂળ રાજસ્થાનના ઝાલોરના 2 શખ્સો પાસેથી રૂપિયા 1 લાખની રોકડ સાથે સોનાના મણકા અને નકલી સોનુ કબજે લઈ પૂછપરછ હાથ ધરી છે.

 

હાલમાં સોનાનો ભાવ 70 હજારની સપાટી વટાવી ચુક્યો છે. ત્યારે કોઈ શખ્સ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો ચેતી જાજો. વલસાડમાં સસ્તુ સોનુ પધરાવવા જઈ રહેલા 2 ઠગને SOGએ ઝડપી પાડ્યા છે. મૂળ રાજસ્થાનના ઝાલોરના 2 શખ્સો પાસેથી રૂપિયા 1 લાખની રોકડ સાથે સોનાના મણકા અને નકલી સોનુ કબજે લઈ પૂછપરછ હાથ ધરી છે. 

આરોપી 

સસ્તુ સોનુ ખરીદતા પહેલાં સાવધાન
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પારડી નજીક 2 શંકાસ્પદ શખ્સોને SOGએ પકડી તલાસી લેતા સોનાના 29 મણકા, સોના જેવી પીળી ધાતુની માળા, ચાંદીના જૂના રાણી છાપ સિક્કા અને 1 લાખ રોકડ મળી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સોએ બે વ્યક્તિઓને નકલી સોનુ પધરાવ્યાની કબૂલાત કરી હતી. વાપીના એક વ્યક્તિને રૂપિયા 5 લાખમાં 1 કિલો નકલી સોનાની માળા તેમજ ભીલાડમાં એક વ્યક્તિને 50 હજારમાં નકલી સોનુ પધરાવ્યુ હતુ. 

વાંચવા જેવું: ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો જશે આસમાને, આકરા તાપમાં તપવા તૈયાર થઇ જાઓ!

સોનાના મણકા, 1 લાખ રોકડ કબજે લીધી
રાજસ્થાનના ઝાલોરના વતની જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી નામના બંને શખ્સો ફૂલ વેચવાના બહાને બજારમાં ફરીને ભોળવાઈ જાય તેવા વ્યક્તિઓને ફસાવતા હતા. મકાનના ખોદકામ દરમિયાન જૂના સિક્કા અને સોનાની માળાઓ મળી હોવાથી તાત્કાલિક પૈસાની જરૂર હોવાનુ કહી સસ્તામાં માળા પધરાવી દેવાની લાલચ આપીને નકલી સોનુ પધરાવી ઠગાઈ કરતા હતા. બંને શખ્સોના રિમાન્ડ મેળવી વલસાડ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે રાજસ્થાનમાં પણ અનેક ગુના આચર્યા હોવાથી ઝાલોર પોલીસને જાણ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ