બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Valentine's Day 2024: Why is Valentine's Day Celebrated on February 14? Know the History of the Day of Love
ADVERTISEMENT
પ્રેમના દિવસ એવા વેલેન્ટાઈનની શરુઆત થઈ ચૂકી છે. રોમના પ્રેમાળ સંત વેલેન્ટાઈનના માનમાં ઉજવાતો આ દિવસ તેમની શહીદી દિવસ પણ છે. પ્રેમ માટે આ દિવસે વેલેન્ટાઈન હસતા મોંએ ફાંસીના માંચડે ચઢી ગયાં હતા અને દુનિયામાં પ્રેમને અમર કરી દીધો હતો. વેલેન્ટાઈન ડે પહેલેથી નહોતો ઉજવાતો તે પહેલા તે લુપર્કેલિયાના તહેવાર તરીકે મનાવાતો હતો.
Valentine’s Day is about love, heart and gifting…
— Justvibes (@Itschavil) January 30, 2024
Let’s help you curate Valentine packages for that special person ! Packages can be made according to your budget and preference .. *preorder ends Feb 11th 2024
📍Abuja pic.twitter.com/e3n1kRWOre
ADVERTISEMENT
લુપર્કેલિયા તહેવાર શું હતો
પ્રાચીન રોમમાં 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી લુપર્કેલિયાનું સેલિબ્રેશન કરવામાં આવતું હતું. આ દિવસે પુરૂષો દ્વારા એક બકરી અને એક કૂતરાની બલી આપવામાં આવતી હતી અને પછી મહિલાઓને આ બલી આપેલા જાનવરોના ચામડામાંથી મારવામાં આવતી હતી. એવું માનવામાં આવતું હતું કે તેનાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા સારી થાય છે.
આ મહોત્સવ વખતે મેચ-મેકિંગ લોટરી પણ કાઢવામાં આવતી હતી. પુરૂષ એક જારમાંથી મહિલાઓનું નામ કાઢતા હતા અને જેનું નામ જારમાંથી નિકળતુ તે મહિલાની સાથે કપલ બની જતા હતા. લુપર્કેલિયા પર્વ ઈસવીસન ત્રીજી શતાબ્દી વેલેન્ટાઈન ડેના રૂપમાં બદલાઈ ગયું.
ADVERTISEMENT
Valentine’s Day 2024 is here 💃🥰
— Sísí Cook anything (@5minstop) February 2, 2024
Celebrate your loved ones in a more special way 🥰
We have curated different packages to suit your choice and budget
Send us a DM for your bookings and orders
Let’s communicate love with our specials meals 🥰
We’ve got you ! pic.twitter.com/tVvxJsqo5B
ADVERTISEMENT
નફરતી રોમના રાજા અને પ્રેમાળ સંતની કથા
રોમમાં વેલેન્ટાઇન નામના પ્રેમાળ સંત થઈ ગયા. સંત વેલેન્ટાઇન પ્રેમને ખૂબ પ્રોત્સાહન આપતા હતા. તે સમયે, રોમના રાજા ક્લાઉડિયસને પ્રેમ પ્રત્યે સખત નફરત હતી, અને પ્રેમ વિશેના સંત વેલેન્ટાઈનના વિચારો તેમને પસંદ ન આવ્યા. રોમના રાજાનું માનવું હતું કે પ્રેમ સૈનિકોને વિચલિત કરે છે. આવી સ્થિતિમાં, રોમના રાજાએ સૈનિકોના લગ્ન અને સગાઈ પર પ્રતિબંધ મૂક્યો. સંત વેલેન્ટાઈનને આ બિલકુલ પસંદ ન આવ્યું અને તેણે તેની સામે અવાજ ઉઠાવ્યો અને વિરોધ કર્યો. સંત વેલેન્ટાઈને પણ ઘણા લગ્નો યોજ્યા. આ તમામ લગ્ન 14મી ફેબ્રુઆરીના રોજ સમૂહલગ્ન તરીકે થયા હતા. આ કારણે 14 ફેબ્રુઆરીના રોજ સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી હતી. ત્યારથી, સંત વેલેન્ટાઇનની યાદમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ઉજવવાનું શરૂ થયું.
જેલરની પુત્રીમાં પ્રેમમાં પડ્યાં હતા
સંત વેલેન્ટાઈનને પ્રેમ પર રાજાનો પ્રતિબંધ નહોતો ગમતો. આથી તેમણે ખુલ્લેઆમ વિરોધ કર્યો. રાજાએ તેમને કેદ કરાવીને જેલમાં પૂરી દીધા પરંતુ વેલેન્ટાઈનને જેલરની પુત્રી સાથે પણ પ્રેમમાં પડ્યાં હતા. વેલેન્ટાઈનને ધર્મ પરિવર્તન કરવાનું પણ દબાણ કરવાનું કહેવામાં આવ્યું પરંતુ તેમણે ઈન્કાર કર્યો આખરે રાજાએ 14 ફેબ્રુઆરીના દિવસે તેમણે ફાંસી આપી દીધી હતી.
ADVERTISEMENT
શહીદી દિવસ છે વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે એક અર્થમાં શહીદ દિવસ છે. પ્રેમ માટે પોતાની જાત કુર્બાન કરી દેનાર સંત વેલેન્ટાઈનનો આ દિવસ છે. યુવાનોએ આ દિવસે પ્રેમનો ઈજહાર કરે છે. પરંતુ તેની પાછળ સંતની કુર્બાની પણ યાદ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.