બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodra Police recovered liquor, DJ's speaker in

ક્રાઇમ / દારૂ છુપાવવા વડોદરામાં બુટલેગરોએ અજમાવ્યો નવો કીમિયો! DJ સ્પીકર લીધું ઉપયોગમાં, 6 લાખનો મુદ્દામાલ જપ્ત

Ajit Jadeja

Last Updated: 04:33 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફતેગંજ વિસ્તારમાં DJના સ્પીકરમાં છૂપાવેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. બુટલેગર અને તેના સાગરિતો સામે ગુનો નોધી રૂ.6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Vadodara News: વડોદરામાં દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ફતેગંજ વિસ્તારમાં DJના સ્પીકરમાં છૂપાવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. બુટલેગર અને તેના સાગરિતો સામે ગુનો નોધી રૂ.6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.વડોદરામાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ સતર્ક બની છે. પોલીસ દ્વારા જેમ જેમ દારૂબંધીનો કાયદો કડક કરવાના દાવા કરાયા છે. તેમ તેમ દારૂ લાવવા, છૂપાવવા અને વેચવાની નવી તરકીબો બુટલેગરો અજમાવી રહ્યા છે.

બુટલેગરે DJના સ્પીકરમાં દારૂ છુપાવ્યો

શહેરના ફતેગંજમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવી મોડસ ઓપરેન્ડીસ અજમાવી છે પરંતુ પોલીસની નજરમાં બચી શક્યા ન  હતા. વડોદરા ક્રાઇમ  બ્રાન્ચ ને બાતમી મળી હતી કે કેટલાક બુટલેગરો દ્વારા DJના સ્પીકરમાં દારૂ છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી અને ચોક્કસ સુત્રોએ આપેલી બાતમીને આધારે ફતેગંજ વિસ્તારમાં DJ સંચાલક પ્રદિપ ઉર્ફે પિન્ટુના ઘરે પહોંચી હતી. અહી DJના સ્પીકરમાં તપાસ કરવામાં આવતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરના નવા કિમિયાને જોઇ પોલીસ પણ ચોકી ગઇ હતી.

પોલીસે રૂ.6.36 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

સ્પીકર ખોલાવતાં પોલીસને અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ્સ મળી આવી હતી. એક પછી એક ડીજેના સ્પીકર ખુલતા ગયા તેમ તેમ પોલીસને દારૂની બોટલો મળતી ગઇ. પોલીસે મામલાને ગંભીરતાથી લઇ અને ઘરની તપાસ શરૂ કરી હતી. જેમાં પીન્ટુ ગવલીના ઘરમાં એક ભોંયરૂ પણ મળી આવ્યું હતું. પોલીસે ભોંયરાની તપાસ કરતાં તેમાં છુપાવવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર પીન્ટુને ત્યાથી કુલ રૂ.6.36 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં પિન્ટુને દારૂના ધંધામાં પવન, રવિ અને મહિડા નામના શખ્સો મદદરૂપ બનતા હોવાનું ખુલ્યુ છે. તેમની સામે ગુનો  નોધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

વધુ વાંચો: પૈસાનું પાણી: ચકાચક રોડ પર ફરી પથરાશે ડામર, વડોદરા મનપાના અણઘડ કામ પર વિપક્ષ આરોપ

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી દારૂ લવાય છે

મધ્ય પ્રદેશ અને રાજસ્થાન  બોર્ડરનો ઉપયોગ કરી બુટલેગરો વડોદરામાં દારૂ ઘુસાડે છે.  પોલીસથી બચવા માટે બુટલેગરો દ્વારા નવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. નોધનીય છે કે વડોદરામાં અગાઉ પણ મોઘીકારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઇ ચુક્યો છે.ગ્રામ્ય એલસીબીએ કારના બમ્પર તથા પાર્કિંગ લાઈટમાં ફિલ્મી સ્ટાઇલથી દારૂનો છુપાવેલો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગઠિયાઓની કારીગરી જોઇને એકવાર પોલીસ પણ હેરાન થઇ ગઇ હતી. આ દારૂ રાજસ્થાનથી બે શખ્સો કારમાં લાવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ