બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Opposition accuses Vadodara Municipal Corporation of its clumsy work

વાહ રે તંત્ર / પૈસાનું પાણી: ચકાચક રોડ પર ફરી પથરાશે ડામર, વડોદરા મનપાના અણઘડ કામ પર વિપક્ષ આરોપ

Vishal Khamar

Last Updated: 10:09 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગરપાલિકાએ લોકસભા ચૂંટણી પહેલા કામોની લ્હાણી શરૂ કરી છે. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં કરાયેલી કેટલીક દરખાસ્તોને લઈને વિવાદ ઉભો થયો છે...કારણકે સ્ટેન્ડિંગ કમિટીમાં જરૂર ન હોય તેવા કામોની પણ દરખાસ્ત ચઢાવવામાં આવી છે. જેને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવ્યા છે.

લોકસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો જીત માટે એડચોટીનું જોર લગાવી રહ્યાં છે...ચૂંટણીને ધ્યાને રાખીને વિકાસ કામોને વેગ મળી રહ્યો છે. પરંતુ વડોદરામાં આ જ વિકાસ કામો વિવાદનું કારણ બન્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોના વિવિધ વિકાસ કામોની લ્હાણી કરવામાં આવી હતી. જોકે સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્તમાં કેટલીક દરખાસ્ત એવી પણ છે કે જેને લઈને વિપક્ષે શાસક પક્ષ પર સવાલો ઉઠાવ્યા છે. 

કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ફરીથી રોડ બનાવવાની દરખાસ્ત લાવવામાં આવીઃ વિપક્ષ
સ્ટેન્ડિંગ કમિટીમાં કાલાઘોડા સર્કલથી સિટી બસ સ્ટેન્ડ અને પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ ચાર રસ્તા સુધી નવો રોડ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ બંને રોડ પાછળ કોર્પોરેશન 18 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યું છે. જેના માટે પી.ડી.કન્સ્ટ્રક્શન અને ગાયત્રી કન્સ્ટ્રક્શન કંપનીને 29 ટકા વધુ ભાવે કામ આપવાનું નક્કી કરાયું છે. જેને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે.

વિપક્ષનો આક્ષેપ

વિપક્ષનો આક્ષેપ છે કે, આ બંને રોડ સારા હોવા છતાં કોર્પોરેશનના શાસકો માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ફરીથી રોડ બનાવવાની દરખાસ્ત લાવવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે,  અધિકારી, એન્જિનિયરના અભિપ્રાય અને સ્ટેન્ડિંગ કમિટી સભ્યોની વ્યક્તિગત સ્થળ મુલાકાત બાદ જ રોડ બનાવવાની દરખાસ્ત ચઢાવવામાં આવી છે. 

વધુ વાંચોઃ BIG NEWS : આખી દુનિયામાં ડાઉન થયું ફેસબુક-ઈન્સ્ટાગ્રામ, કરોડો યૂઝર્સમાં મચ્યો હાહાકાર

બિસ્માર રોડથી સ્થાનિકો ત્રસ્ત
વડોદરા શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બિસ્માર રોડથી સ્થાનિકો ત્રસ્ત છે. તો કેટલીક જગ્યાએ લાંબા સમયથી રોડનું કામ ટલ્લે ચઢ્યું છે. ત્યારે આવી જગ્યાએ રોડ બનાવવાને બદલે કોર્પોરેશન સારા રોડ હોય ત્યાં ફરીથી રોડ બનાવવાને પ્રાથમિકતા આપી રહ્યું છે. એટલું જ નહીં કોન્ટ્રાકટરોને વધુ ભાવે રોડ બનાવવાનો ઈજારો આપી પાલિકના સત્તાધિશો કેવો વિકાસ કરી રહ્યા છે તે મોટો સવાલ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ