બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 09:53 PM, 5 March 2024
ADVERTISEMENT
મંગળવારે સાંજે આખી દુનિયામાં સોશિયલ મીડિયા અચાનક ડાઉન થઈ જતાં કરોડો યૂઝર્સમાં હાહાકાર મચ્યો હતો. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઠપ્પ થઈ ગયાં હતા. કોઈ મોટી ખામીને કારણે આવું થયું હોવાની શક્યતાં છે.
There are now issues with Facebook, Instagram, and Threads login for users worldwide. Remember that everyone has this problem, so don't freak out. #Facebookdown #instagramdown #Threadsdown
— Indrajith Bandara (@IndrajithTweets) March 5, 2024
ADVERTISEMENT
લોગ ઈનમાં પરેશાની
ફેસબુકમાં લોગ ઈનમાં પરેશાની જોવાી મળતી હતી. કરોડો યૂઝર્સોનું અચાનક લોગ આઉટ થઈ જવા લાગ્યું હતું ત્યારે સમાચાર જાહેર થયાં હતા કે સોશિયલ મીડિયા ડાઉન થયું છે અને તે પણ આખી દુનિયામાં.
Facebook and Instagram users coming to X to check if these websites are down pic.twitter.com/uFK9UuzfxX
— ibou (@teamibou23) March 5, 2024
ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પણ ડાઉન
સોશિયલ મીડિયામાં આવેલી આ મોટી સમસ્યા છે. સાયબર એટેકને કારણે પણ સોશિયલ મીડિયા ડાઉન થયું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ફેસબુકની સાથે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પણ ડાઉન થયાં હતા તેમાં પણ પેજ ખુલતાં નહોતા.
Elon Musk at X headquarters after successfully shutting down facebook and instagram so everybody gotta come on twitter pic.twitter.com/Xyxnf8aI3N
— Ruufus Buck (@Hthemagnificent) March 5, 2024
Anyone else's #Facebook logged out? Can't log back in, keeps saying session expired or unexpected error?🙄
— 💙Maham Khattak 🇵🇰 (@Maham_Khattak10) March 5, 2024
#facebookdown pic.twitter.com/PqZUTpr2yW
સાચો પાસવર્ડ પણ સ્વીકારતું નથી
Instagram અને Facebook સામગ્રી લોડ થવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. કેટલાક યૂઝર્સ અચાનક ફેસબુકમાંથી સાઈન આઉટ થઈ ગયાં હતા. ત્યાં સુધી કે ફેસબુક સાચો પાસવર્ડ પણ સ્વીકારતું નહોતું એટલે ઘણાને ખોટા પાસવર્ડની શંકા પડી હતી.
યૂઝર્સને શું શું તકલીફો પડી
ડાઉન ડિટેક્ટરના રિપોર્ટ અનુસાર, 62 ટકા યૂઝર્સને એપ પર કન્ટેન્ટ લોડ કરવામાં તકલીફ પડી હતી તો 28 ટકાને એકાઉન્ટ લોગિન કરવામાં મુશ્કેલી પડી હતી. 10 ટકા યૂઝર્સે અપલોડિંગની ફરિયાદ કરી હતી.
શું કહ્યું મેટાએ
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાનું નિવેદન આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે, 'અમે જાણીએ છીએ કે લોકોને ફેસબુક સેવાઓ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ."
ટ્વિટર પર મીમ્સનું પૂર
સોશિયલ મીડિયા ડાઉન થતાં લોકોને પણ મોજ પડી હતી અને લોકો જાતજાતના મીમ્સ બનાવીને શેર કરવા લાગ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.