બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Vadodara Waghodia, the staff of Dhorparty was attacked by stubborn cattle owners.

બેફામ / વડોદરાના વાઘોડિયામાં પશુ માલિકો અને ઢોર પાર્ટી વચ્ચે મોટી માથાકૂટ, VIDEOમાં દેખાઈ દહેશત

Dinesh

Last Updated: 11:18 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરાના વાઘોડિયા રોડ પર ચંદ્રનગર સોસાયટી ખાતે પશુ પકડવાની કામગીરી દરમિયાન રખડતા ઢોર પકડવા જતા પશુમાલિકોએ કર્મચારીએ પર હુમલો કર્યો

  • વાઘોડિયામાં ઢોરપાર્ટીના સ્ટાફ પર હુમલો
  • માથાભારે પશુમાલિકોની કરતૂત 
  • પશુ પકડવાની કામગીરી દરમિયાન બબાલ


શહેર હોય કે ગામ નાની-મોટી સમસ્યાઓ દરેક જગ્યાએ હોય છે. મુશ્કેલી ત્યારે વધે જ્યારે સમસ્યા વિકરાળ સ્વરૂપ લેતી જાય અને સમસ્યાના સમાધાન સમય જ નવી સમસ્યા ઉભી થાય ત્યારે તે પરિસ્થિતિ પણ ગંભીર બનતી હોય છે. ત્યારે આવી ઘટના વડોદરાથી સામે આવી છે, જ્યાં રખડતા ઢોર પકડવા ઢોર પાર્ટી ગઈ હતી પરંતુ માથાભારે પશુમાલિકોએ ઢોરપાર્ટી પર હુમલો કર્યો હતો 

ઢોરપાર્ટીની ટીમ સાથે કર્યુ અભદ્ર વર્તન 
વડોદરાના વાઘોડિયામાં ઢોરપાર્ટીના સ્ટાફ પર માથાભારે પશુ માલિકોએ હુમલો કર્યો હતો. વાઘોડિયા રોડ પર ચંદ્રનગર સોસાયટી ખાતે પશુ પકડવાની કામગીરી દરમિયાન રખડતા ઢોર પકડવા જતા પશુમાલિકોએ કર્મચારીએ પર હુમલો કર્યો હતો. પશુ માલિકોએ પશુ પકડવાના વાહનોનો પીછો કરી દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન વિકાસ કહાર નામના કર્મચારીને માથાના ભાગે માર માર્યો હતો. ઢોરપાર્ટીની ટીમને અપશબ્દો બોલી પશુ પણ છોડાવી ગયા હતાં. પોલીસે કંટ્રોલ રૂમમાં ઢોરપાર્ટીના સ્ટાફને ફોન કરતા પશુ માલિકો સ્થળ પરથી ફરાર થઈ ગયાં હતા

વાંચવા જેવું: લાંચિયા અધિકારીને પકડવા ACBનો ફૂલપ્રૂફ પ્લાન, ફરિયાદી મુદ્દે ACBએ પરિપત્ર કર્યો જાહેર

કોર્પોરેશન અને પોલીસ મૂકપ્રેક્ષક બની ?
શહેરમાં રખડતા પશુ અને દબાણની સમસ્યા વકરી રહી છે. રખડતા પશુની અડફેટથી ઈજા કે મૃત્યુના બનાવ અટકતા નથી. શહેરમાં દબાણ પણ જ્યાં-ત્યાં ખડકી દેવાયા છે. મહાપાલિકા કે પોલીસની ટીમ કામગીરી કરે છે તો તેના પર હુમલો થાય છે. સ્થિતિ એવી છે કે કોર્પોરેશન અને પોલીસ મૂકપ્રેક્ષક બની રહી છે. કાયદાની ઐસી-તૈસી થાય છે અને લોકોની પરેશાની અટકતી નથી. શહેરો રખડતા પશુ અને દબાણના ભરડામાંથી મુક્ત થશે કે નહીં તેનો કોઈ જવાબ નહીં!
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ