ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના ધારાસભ્યએ વિરોધીઓને સરખાવ્યા રાવણ સાથે, કહ્યું 'વિકાસના વિસ્તારમાં...'

આક્ષેપ / વડોદરાના ધારાસભ્યએ વિરોધીઓને સરખાવ્યા રાવણ સાથે, કહ્યું 'વિકાસના વિસ્તારમાં...'

Published By: Vishal Khamar

Last Updated: 11:35 AM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિરોધીઓની રાવણ સાથે સરખામણી કરી છે. તેમજ તેઓએ નિવેદન આપ્યું હતું કે, વિકાસમાં નડરરૂપ રાવણનો નાશ થાય.

ADVERTISEMENT

વડોદરાના ચાંદોદમાં આયોજિત ગરબા મહોત્સવના મંચ પરથી વિધાનસભ્ય શૈલેષ મહેતાએ આપેલા નિવેદનોએ નવી ચર્ચાને જગાવી છે. મહેતાએ વિરોધીઓને 'રાવણ' સાથે સરખાવતાં કહ્યું કે, "માતાજી એવી શક્તિ આપે કે હું વિકાસમાં હાડકા નાખનારા રાવણોનો નાશ કરી શકું."

મહેતાએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ સારું કામ શરૂ થાય છે, ત્યારે તેમાં અવરોધ ઉભો કરનારા લોકો સામે આવી જાય છે. "સારું કામ કરતા હોય ત્યારે યજ્ઞમાં હાડકા નાખનારા બહુ આવે છે,એમ તેઓએ ઉમેર્યું. તેઓએ એવો આશય પણ વ્યક્ત કર્યો કે "આપણા શત્રુ હોય કે હિતશત્રુ, તેનો પણ નાશ માતાજી કરે.

દેવીઓના આ લોકપ્રિય તહેવાર દરમિયાન કરાયેલા આવા રાજકીય નિવેદનને લઈ વિવિધ વર્ગોમાં સંમિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો ધારાસભ્યની ઉગ્ર ભાષાને અવિવેકભર્યું ગણાવી રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો તેમના નિવેદનને 'વિકાસવિરોધીઓ વિરુદ્ધ કઠોર વલણ' તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાજપના સ્થાપનાથી આજદિન સુધી, ગુજરાતના આ જ નેતાઓ પ્રમુખથી CM સુધી પહોંચવામાં સફળ રહ્યા

સામાન્ય રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન રાજકીય નિવેદનોને ટાળવાની પરંપરા હોવા છતાં, છેલ્લા સમયગાળા દરમિયાન આવા ઉદાહરણો વધી રહ્યાં છે. જેને લઈને લોકશાહીમાં ભાષાની મર્યાદા અને જવાબદારી પર ફરી ચર્ચા શરૂ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Dabhoi MLA Vadodara News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ