બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Local Crime Branch caught a truck alcohol smuggling 695 boxes in Karjan

વડોદરા / ગુજરાતમાં દારૂ ઘૂસાડવા બુટલેગરોએ અપનાવ્યો નવો કીમિયો, પોલીસે ટ્રક ઝડપી તો ડાયપરના બોક્સની આડમાં નશાનો વેપાર ખૂલ્યો

Vishnu

Last Updated: 04:32 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના કરજણમાં રાજસ્થાન પાર્સિંગની ટ્રકને બાતમીને આધારે ચેક કરતાં  ડાયપરના બોક્સની આડમાં 695 પેટી દારૂની મળી આવી

  • વડોદરાના કરજણમાં ઝડપાયો વિદેશી દારૂ
  • ડાયપરના બોક્સમાં લાવતા હતા દારૂ
  • વિદેશી દારૂ સહિત 38 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજ્યમાં કેમિકલ કાંડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ સક્રીય બન્યું છે. રાજ્યના નામચિન બૂટલેગરોનું લીસ્ટ બનાવીને તવાઈ બોલાવી છે. આ બૂટલેગરો નશાનો સોદો કરી કરોડો રૂપિયા રળી લેતા હોય છે પણ પોલીસની કડક કાર્યવાહી બાદ પણ બુટલેગરો અવનવા કિમિયા અપનાવી દારૂનો ગોરખધંધો કરતાં હોય છે. 

ત્યારે  વડોદરાના કરજણમાં લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે. ડાયપરના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે.  કરજણમાં અલગ અલગ બ્રાન્ડનો 695 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. વિદેશી દારૂના બોક્સ સહિત એક ટ્રક સાથે કુલ 38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કારાયો છે. RJ 14 GN 1639 ટ્રક દ્વારા વડોદરાથી સુરત તરફ વિદેશી દારૂ લઈ જવાતો હતો. બાતમીને આધારે પોલીસે કાર્યવાહી કરી ડાયપરના બોક્સમાંથી દારૂની ખેપ ઝડપી પાડી છે.

બોર્ડર પર કડક ચેકિંગ તો દારૂ ગુજરાતમાં પ્રવેશે ક્યાંથી?
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂનુ વેચાણ થતુ હોવાના દાવા વિપક્ષી પાર્ટી સહિતના લોકો કરે છે. આ બધા વચ્ચે દરરોજ રાજ્યના અનેક વિસ્તારોમાંથી દારૂના જથ્થા પણ ઝડપાય છે. રાજ્યમાં લાંબા સમયથી દારૂબંધીનો કાયદો અમલમાં છે તેમ છતાં વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા ઝડપાવાથી દારૂબંધીના કાયદાની અસરકારકતા  ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે રાજ્યમાં દારૂ પ્રવેશે ક્યાંથી ? કોની રહેમ નજરે હેઠળ ગુજરાતમાં દારૂનો વેપલો ફૂલીફાલી રહ્યો છે?

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજારનો વિદેશી દારૂ પકડાયો (વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ)

  • રાજ્યમાં 4 કરોડ 33 લાખ 78ની કિંમતનો દેશી દારૂ પકડાયો
  • 16 કરોડ 20 લાખની કિંમતની બિયરની બોટલો પકડાઈ
  • 370 કરોડની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન પકડાયું
  • 2 વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847ની કિંમતના નશીલા દ્રવ્‍યો પકડાયા
  • નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે

કેટલા ગુજરાતીઓ પીવે છે દારૂ?
ગત માર્ચ મહિનામાં સામાજિક અધિકારિતા અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પરેશાન કરી મૂકે એવા છે.  આ ડેટા નારાયણસ્વામી દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલ આંકડાઓ પર આધારિત છે. આ ડેટા એઇમ્સ દ્વારા 2019 માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો. 

રાજસ્થાન કે બિહાર કરતાં પણ ગુજરાત આગળ 
-આ ડેટા મુજબ ગુજરાતમાં 4.3% લોકો આલ્કોહોલ ડીપેન્ડન્ટ છે એટલે કે આ લોકો  નિયમિત રીતે દારૂનું સેવન કરે છે અને તેને આધારિત છે. આમાં ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરતાં લોકોનો સમાવેશ થતો નથી. વસ્તીના 4.3% લોકો એટલે 19.53 લાખ લોકો એડિક્ટ છે. આ આંકડો જ્યાં દારૂ પીવાની કાયદાકીય છૂટ છે એવા રાજ્યો કરતાં પણ વધારે છે. 
- રાજસ્થાનમાં 2.3% લોકો દારૂનું વ્યસન ધરાવે છે
- બિહારમાં 1% લોકો દારૂનું વ્યસન ધરાવે છે. 
- તો જમ્મુ કશ્મીરમાં 4% જેટલો દારૂ પીવાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ