બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં ગરમીથી એક મહિલા સહિત પાંચના મોત, છેલ્લા આઠ દિવસમાં 33 લોકોના મોત

હીટવેવ / વડોદરામાં ગરમીથી એક મહિલા સહિત પાંચના મોત, છેલ્લા આઠ દિવસમાં 33 લોકોના મોત

Last Updated: 09:20 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગરમી વધી રહી છે ત્યારે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. ત્યારે વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમીના કારણે લોકોની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વધી છે. વડોદરામાં એક દિવસમાં મહિલા સહિત 5 લોકોના મોત થયા છે.

વડોદરા: રાજ્યમાં ગરમી વધી રહી છે, હવામન વિભાગે પણ હીટ વેવની આગાહી કરી છે, ત્યારે વધી રહેલ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગે પણ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. વડોદરામાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચી ગયો છે. ત્યારે વડોદરામાં ગરમીના પ્રકોપથી લોકોની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં એક મહિલા સહિત 5 લોકોના મોત થયા છે.

જણાવી દઈએ કે છેલ્લા આઠ દિવસમાં વડોદરામાં ગરમીને કારણે થતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી 33 લોકોના મોત નિપજ્યા છે. તાવ, ચક્કર, ગભરામણ થયા પછી બેભાન થવાના કિસ્સામાં વધારો થયો છે. જો કે મૃતકોના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ તેમના મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

વડોદરામાં તાવ આવવો, ચક્કર આવવા, ગભરામણ થયા બાદ બેભાન થવાના કિસ્સામાં વધારો થયો છે, ત્યારે 5 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. આકરી ગરમીના કારણે 60 વર્ષના શારદાબેન ગોહિલ, 59 વર્ષના કૃષ્ણન વેંકટા સૂરિ, 42 વર્ષના જતીન પરમાર, 60 વર્ષના જયશ્રીબેન ધોબીના મૃત્યુ થતા તેમના પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકોના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાશે.

વધુ વાંચો: ગુજરાતમાં હજુય 3 દિવસ રહેશે અગનવર્ષા, સાથે અપાઇ હીટવેવની ચેતવણી, જાણો તાપમાનમાં ઘટાડો ક્યારે?

રાજ્યમાં અંગ દઝાડતી ગરમીને લઈ અનેક લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અગાઉ 25થી 27 મે સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Heatwave Extreme Heat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ