ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara 144 for coronavirus infection

પ્રતિબંધ / ગુજરાતના આ શહેરમાં પોલીસ કમિશનરે લાગૂ કરી દીધી કલમ 144, જાણો કેમ?

Published By: Gayatri

Last Updated: 02:33 PM, 25 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વિસ્ફોટને કારણે અને વધી રહેલા કોરોના સંક્રમણને કારણે વડદરાના પોલીસ કમિશનરે એક કડક પગલું લીધું છે.

ADVERTISEMENT

  • વડોદરામાં કલમ-144 લાગુ
  • સભા, રેલી, સરઘસ પર પ્રતિબંધ
  • કોરોનાના કેસ વધતા નિર્ણય

વડોદરા પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે જાહેરનામું બહાર પાડી વડોદરામાં કલમ 144 લાગું કરી દીધી છે. આગામી 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી વડોદરામાં 144 કલમ લાગી રહેશે. વડોદરામાં સભા, રેલી, સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કલમ લાગુ થયા પછી 4 કરતા વધુ વ્યક્તિ ભેગા નહિ થઈ શકે. કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,904 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1408 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 128949 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.69 ટકા છે. આજે દર્દીઓ 1510 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 109211 પર પહોંચ્યો છે. આજે 14 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3384 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16354 છે.

મહાનગરો બાદ આ જિલ્લાઓમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા

આજે મહાનગર રાજકોટમાં 311, સુરતમાં 276, અમદાવાદમાં 123, જામનગરમાં 118 અને વડોદરામાં 105 દર્દીઓ સાજા થયા છે. જ્યારે દાહોદમાં 73, મહિસાગરમાં 62, મહેસાણામાં 56 અને અમરેલીમાં 50માં દર્દીઓ સાજા થયા છે.

આજે 14 દર્દીઓના મોત થયા

આજે કોરોના વાયરસે 14 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 5 રાજકોટમાં 3, વડોદરામાં 2 અને ગાંધીનગરમાં 1 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus infection vadodara vadodara

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ