ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / uttar pradesh Ram Temple scam alleges of congress

આક્ષેપ / ભગવાન રામના નામે કરવામાં આવી શકે છે મોટું કૌભાંડ, જાણો કોણે લગાવ્યો આક્ષેપ

Published By: Arohi

Last Updated: 12:38 PM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પીર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ અને અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરી રહેલા ટ્રસ્ટના મહાસચિવ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

ADVERTISEMENT

  • ભગવાન રામના નામે કૌભાંડના આક્ષેપ 
  • કોંગ્રેસે લગાવ્યો કૌભાંડનો આરોપ 
  • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ પર ભ્રષ્ટાચારના આરોપ 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સંજય સિંહ અને અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાય પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. જ્યાર બાદ કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે ભગવાન રામના નામ પર દાન લઈને ઘોટાળો કરવામાં આવી રહ્યો છે. સિંહે લખનૈઉમાં પ્રેસ કોન્ફરન્સ વખતે આરોપ લગાવ્યો કે ટ્ર્સટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સદસ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી હતી. 

આ કારણે અયોધ્યામાં વધ્યા ભાવ 
તેમણે આરોપ લગાવ્યો છે કે આ સીધો ફ્રોડનો મામલો છે અને સરકાર તેની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે તપાસ કરાવો. જોકે રાયે આરોપને ફગાવી નાખ્યા છે. મોડી રાતે તેમના તરફથી પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી. પ્રેસ રિલીઝમાં રામ જન્મભુમિ ત્રીથ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પતના હવાસે કહાવામાં આવ્યું છે કે 9 નવેમ્બર, 2019એ શ્રી રામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટનો આદેશ જાણ્યા બાદ અયોધ્યામાં જમીન ખરીદવા માટે દેશને ઘણા લોકો આવવા લાગ્યા છે. ત્યાં જ ઉત્તર પ્રદેશ સરકાર પોતે અયોધ્યાના વિકાસ માટે મોટી માત્રામાં જમીન ખરીદી રહી છે. જેના કારણે અયોધ્યામાં જમીનોના ભાવ વધી ગયા છે. 

વિવાદ મામલે આપી આવી સ્પષ્ટતા 
જે જમીનની ખરીદીને લઈને આરોપ લગાવવામાં આવ્યા છે તેના પર સ્પષ્ટતા આપતા જણાવ્યું કે તે જમીનને ખરીદવા માટે હાલના વિક્રેતાઓએ વર્ષો પહેલા જે ભાવો પર રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ કર્યું હતું. તે જ જમીનને તેમણે 18 માર્ચ 2021એ બેનામી જાહેર કરી. ત્યાર બાદ જ ટ્રસ્ટની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો. તેમણે પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કહી દીધું છે કે જે પણ રાજનૈતિક લોકો આ સંબંધમાં પ્રચાર કરી રહ્યા છે તે અફવાહ છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. આ બધા આરોપો રાજનૈતિક છે. માટે તે રાજનૈતિક લોકો દ્વારા જ લગાવવામાં આવી રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ram temple Scam alleges uttar pradesh ઉત્તર પ્રદેશ રામ મંદિર Ram Temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ