બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Uttar pradesh amethi gauriganj truck bolero road accident

દુર્ઘટના / UPના અમેઠીમાં ગમખ્વાર અકસ્માત, જાનૈયાઓથી ભરેલી બોલેરો ટ્રક સાથે અથડાતા 6નાં મોત તો 4 ઘાયલ

Dhruv

Last Updated: 10:00 AM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPના અમેઠીના ગૌરીગંજ વિસ્તારમાં જાનૈયાઓથી ભરેલી એક બોલેરો ટ્રક સાથે ટકરાતા 6નાં મોત તો અન્ય 4 ગંભીર ઘાયલ.

  • UPના અમેઠીમાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત
  • જાનૈયાઓથી ભરેલી બોલેરો ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ
  • અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ

ઉત્તરપ્રદેશના અમેઠીના ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓથી ભરેલી સ્પીડમાં જઇ રહેલી બોલેરો સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. હાલમાં ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, રવિવારે મધરાત બાદ લગભગ 12.15 વાગ્યે જાનમાંથી પરત ફરી રહેલી બોલેરો ગંભીર રોડ અકસ્માતનો શિકાર બની હતી. રાયબરેલી જિલ્લાના નસીરાબાદ વિસ્તારમાં શોભાયાત્રામાંથી પરત ફરી રહેલી બોલેરોમાં કેટલાંક બાળકો પણ સવાર હતા. બોલેરો હજુ તો ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુગંજ જ પહોંચી હતી ત્યારે સામેથી આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો ફંગોળાઇ ગઇ

હાઇસ્પીડ બોલેરો અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો ફંગોળાઇ ગઇ. બે વાહનોની ટક્કરનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો પણ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ બોલેરોમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા અને તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

તમામ ઘાયલોની હાલત નાજુક

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામને બોલેરોમાંથી બહાર કાઢ્યા અને તાત્કાલિક તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા. અન્ય ચાર ઘાયલોની પણ સારવાર ચાલી રહી છે. તમામ ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માતનું કારણ ગાડીની ઝડપ વધારે હોવાની આશંકા સેવાઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ