ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોને મળે છે પૈસા? જાણો નિયમોમાં શું ફેરફાર થયો
Last Updated: 03:40 PM, 27 January 2026
ADVERTISEMENT
Pradhan Mantri Awas Yojana Urban: દરેકનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય, પણ મોંઘવારીના આ સમયમાં આ સપનું પૂરું કરવું સરળ નથી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે. જેના અંતર્ગત શહેરી ગરીબ અને મિડલ ક્લાસ પરિવારને ઘર બનાવવા અથવા ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જોકે પ્રધાનમંત્રી આવસ યોજના અર્બન 2.0 ના કેટલાક નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ યોજનાના પૈસા કયા લોકોને મળે છે અને નિયમોમાં શું ફેરફાર થયા છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અર્બન વર્ઝન કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2016થી શરૂ કર્યું હતું. આ પછી તેનો બીજો તબક્કો એટલે કે PMAY-U 2.0 1 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવ્યો. આ તબક્કાનો હેતુ આગામી પાંચ વર્ષમાં શહેરી વિસ્તારમાં રહેતા EWS, LIG અને MIG વર્ગના પરિવારોને પાકા મકાન ઉપલબ્ધ કરાવવાનો છે.
ADVERTISEMENT
પીએમ આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા, ઓછી આવક ધરાવતા વર્ગ અને મીડિયમ આવક વર્ગને સામેલ કરવામાં આવ્યા છે. આમાં ઇડબ્લ્યુએસ કેટેગરીના લોકોની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ, ઓછી આવક ધરાવતા વર્ગવાળાની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ અને મિડલ ક્લાસ કેટેગરીના લોકોની આવક 9 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયા સુધી સહાય આપવામાં આવે છે. આમાં 1.5 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને 1 લાખ રૂપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. આ સિવાય 1.8 લાખ રૂપિયા સુધીની વ્યાજ સબ્સિડીની પણ જોગવાઈ છે. જ્યારે ઝુંપડપટ્ટીમાં રટેઆ લોકો, શેરી વિક્રેતાઓ અને કામ કરતી મહિલાઓને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પીએમ આવાસ યોજનાને લઈને હવે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર એ લોકોને જ આ યોજનાનો લાભ મળશે, જેમની પાસે 31 ઓગસ્ટ 2024થી પહેલાથી જમીનની માલિકીનો હક હતો. આ તારીખ પછી જમીન ખરીદનાર કે રજિસ્ટ્રેશન કરાવનારને ઘર બનાવવા માટે મળતી રકમ આપવામાં નહીં આવે. આ સાથે જ એ પણ જરૂરી છે કે જમીન રહેણાંક વિસ્તારમાં હોય. રહેણાંક વિસ્તારની બહારની જમીન પર પીએમ આવાસ યોજનાનો લાભ નહીં મળે. આ સિવાય પીએમ આવાસ યોજના અંતર્ગત પૈસા મેળવવા માટે એલિજિબિલિટી બેનિફિશિયરી સર્ટિફિકેટ પણ જરૂરી કરી દેવામાં આવ્યું છે. આ માટે અરજદારે યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન પછી નહર નિગમની ટીમ ફિઝિકલ વેરિફિકેશન કરશે. તપાસમાં બધુ યોગ્ય જણાશે તો જ સર્ટિફિકેટ જારી કરવામાં આવશે અને તેના આધારે ચાર હપ્તામાં રકમ આપવામાં આવશે.
આ પણ વાંચો: ઇન્ડિયા પોસ્ટમાં વેકેન્સી પડી છે, જાણો અરજી પ્રક્રિયા સહિતની તમામ વિગત
ADVERTISEMENT
એલિજિબિલિટી સાબિત કરવા માટે અરજદારે એ બતાવવું પડશે કે તે નક્કી કરેલી તારીખ પહેલાથી ત્યાં રહી રહ્યા હતા. આ માટે 31 ઓગસ્ટ 2024 પહેલાનું વીજળી કે પાણીનું બિલ, નગર નિગમની પ્રોપર્ટી રસીદ કે જૂની મતદાર યાદીમાં નામવાળા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવી શકે છે. આ સિવાય સરકાર જિયો ટેગિંગ અને સેટેલાઇટ ઇમેજિંગ દ્વારા પણ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.