ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરે બેઠાં ₹20,500ની કમાણી! પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, ઘડપણ સુધરી જશે!

ફાયદાની વાત / ઘરે બેઠાં ₹20,500ની કમાણી! પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, ઘડપણ સુધરી જશે!

Published By: Vidhata Gothi

Last Updated: 11:18 AM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office SCSS Scheme: પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં રોકાણ કરવું જોખમ-મુક્ત તો હોય જ છે સાથે જ તેના પર સરકાર દ્વારા ઉત્તમ વ્યાજ દર આપવામાં આવે છે. જેના કારણે આ સ્કીમ્સ ઘણી પોપ્યુલર છે. નિવૃત્તિ પછીની નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવા માટે પણ પોસ્ટ ઓફિસમાં રેગ્યુલર ઇન્કમ સ્કીમ ઉપલબ્ધ છે.

ADVERTISEMENT

રિટાયરમેન્ટ પછી જીવન શાંતિથી વીતે અને પૈસાની કોઈ ચિંતા ન રહે એ માટે દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી થોડી રકમની બચત કરીને એવી કોઈ જગ્યાએ રોકાણ કરવા ઇચ્છે છે કે જ્યાં તેના પૈસા સુરક્ષિત રહે અને રિટર્ન પણ જોરદાર મળે. કેટલાક લોકો એવી રીતે રોકાણ કરે છે કે રિટાયર થયા પછી પણ તેમને નિયમિત આવક મળતી રહે. આ માટે પોસ્ટ ઓફિસની એક બચત યોજના ઘણી પોપ્યુલર છે. આ સ્કીમ છે - પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS સ્કીમ), જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે. આ યોજનામાં રોકાણ કરવાથી માસિક ₹20,500ની આવક સુનિશ્ચિત કરી શકે છે.

ઝીરો રિસ્ક, જોરદાર વ્યાજ

રોકાણકારો પોસ્ટ ઓફિસની સ્કીમ પર એટલા માટે રોકાણ કરવું પસંદ કરે છે કે કારણ કે તેમાં રોકાણ કરવું રિસ્ક-ફ્રી માનવામાં આવે છે. આનું કારણ છે કે આમાં કરવામાં આવેલા નાના-મોટા દરેક રોકાણ પર સુરક્ષાની ગેરંટી સરકાર પોતે આપે છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર મળતા વ્યાજ દરની વાત કરીએ તો આ યોજનામાં રોકણ કરવા પર સરકાર શાનદાર 8.2 ટકાના દરથી વ્યાજ ઓફર કરે છે.

1000 રૂપિયાથી શરૂઆત, ટેક્સ છૂટ પણ

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે. નિયમિત આવક, સુરક્ષિત રોકાણની સાથે-સાથે આ સ્કીમ ટેક્સ છૂટનો લાભ પણ આપે છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારને આવકવેરા અધિનિયમની કલમ 80 સી અંતર્ગત વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ આપવામાં આવે છે. આ સ્કીમમાં મહત્તમ રોકાણની મર્યાદા 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. રિટાયરમેન્ટ પછી ફાઇનાન્શિયલી ફિટ રહેવામાં આ પોસ્ટ ઓફિસ સ્કીમ ઘણી કામની સાબિત થઈ શકે છે. આમાં 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ કે પતિ/પત્ની સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે.

vtv app promotion

જો વય મર્યાદાની વાત કરીએ તો કેટલાક મામલામાં છૂટ આપવાની પણ જોગવાઈ છે. VRS લેનાર વ્યક્તિની ઉંમર એકાઉન્ટ ખોલાવતી વખતે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોઈ શકે છે, જ્યારે ડિફેન્સથી રિટાયર થયેલ કર્મચારી 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરે આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.

5 વર્ષ મેચ્યોરિટીની મુદ્દત

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન યોજનામાં રોકાણ કરવાની પાકતી મુદત પાંચ વર્ષ છે, એટલે કે આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે પાંચ વર્ષ માટે રોકાણ કરવું જરૂરી છે. જો કે, જો આ સમયગાળા પહેલાં એકાઉન્ટ બંધ કરવામાં આવે છે તો ખાતાધારકે નિયમો અનુસાર પેનલ્ટી ભરવી પડે છે. આ સરકારી યોજનામાં દર ત્રણ મહિને રોકાણ પર વ્યાજ ચૂકવવાની જોગવાઈ છે. જો ખાતાધારક પાકતી મુદત પહેલાં મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી દેવામાં આવે છે અને સંપૂર્ણ રકમ દસ્તાવેજોમાં નોંધાયેલ નૉમિનીને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો: પુરુષની સરખામણીમાં મહિલાના નામે ઘર ખરીદવું શા માટે છે ફાયદાકારક? મળે છે આ ખાસ છૂટ

દર મહિને 20,500 રૂપિયાની ઇન્કમ

કોઈપણ નજીકના પોસ્ટ ઓફિસમાં જઈને સરળતાથી SCSS ખાતું ખોલાવી શકાય છે. સિંગલ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા અને જોઇન્ટ એકાઉન્ટમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિએ જોઇન્ટ એકાઉન્ટમાંથી પોસ્ટ ઓફિસ SCSSમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેમને પાંચ વર્ષ સુધી ત્રિમાસિક ધોરણે તેણે માત્ર વ્યાજથી 61,500 રૂપિયા મળશે. પાંચ વર્ષ પછી, 30 લાખ રૂપિયાની મૂળ રકમ ઉપાડી શકાય છે અથવા તેને બીજા ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. માસિક ધોરણે આની ગણતરી કરીએ તો...

  • વાર્ષિક વ્યાજથી કમાણી - ₹30,00,000ના 8.2% = ₹2,46,000
  • ત્રિમાસિક વ્યાજ કમાણી - ₹2,46,000/4 = ₹61,500
  • માસિક વ્યાજ કમાણી - ₹2,46,000/3 = ₹20,500

નોંધનીય છે કે એકવાર રોકાણ કર્યા પછી ભલે સરકાર ત્રિમાસિક આધારે કરવામાં આવતા સુધારા અંતર્ગત આગળ જતાં વ્યાજદાર બદલી નાખે તો પણ મેચ્યોરિટી સમય સુધી આ જ વ્યાજ દર લાગુ પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Schemes Senior Citizen Saving Scheme Post Office Investment Scheme

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ