બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPI પ્રાઇવસી માટે નવો પ્લાન! માત્ર નંબર છુપાવવાથી ડેટા કેટલો સુરક્ષિત રહેશે?
6 ફોટો ગેલેરી
Last Updated: 01:41 PM, 30 July 2026
1/6
2/6
NPCI જે દેશના સૌથી લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPIનું સંચાલન કરે છે, તેણે પહેલાથી જ ફોન નંબરોને માસ્ક કરવા(છુપાવવું)નું ફરજિયાત કરી દીધું છે. UPI ઇકોસિસ્ટમ ચુકવણીઓની પ્રક્રિયા અને ચકાસણી માટે ફોન નંબરો પર આધાર રાખે છે, જે સુરક્ષા સુવિધા અને ગોપનીયતા જોખમ બંને છે.
3/6
UPI એપ્લિકેશનના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે નામ ન આપવાની શરતે મીડિયાને જણાવ્યું. જોકે DPDP લાગુ કરવાનો અર્થ એ થશે કે ફોન નંબર અથવા સંપૂર્ણ નામ ગોપનીયતા જોખમ હોઈ શકે છે, અને NPCI બેંકો અને UPI એપ્લિકેશનો સાથે વાત કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે તેમની સિસ્ટમ દરેક સહભાગીની ભૂમિકાઓ અને જવાબદારીઓને સમજવા અને સંબોધવા માટે તૈયાર છે,
4/6
ગયા મહિને NPCI એ પેમેન્ટ એપ્સને એક પરિપત્ર જારી કરીને ગ્રાહકના ફોન નંબર માસ્ક કરવા માટે કહ્યું જેથી ગોપનીયતા સુરક્ષા અને સિક્યોરીટીમાં સુધારો થાય. મહિલા વપરાશકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પર ઓળખ, ગોપનીયતા અને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતી અસંખ્ય ફરિયાદો બાદ NPCI એ આ આદેશને અમલમાં મૂકવા માટે 4 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે.
5/6
ગ્રાહકના મોબાઇલ નંબરના ફક્ત છેલ્લા ચાર અંકો જ બીજા પક્ષને દેખાડવા જોઈએ. QR કોડ દ્વારા કરવામાં આવતા વ્યવહારો માટે, ચુકવણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એપ્લિકેશને મોબાઇલ નંબર જાહેર કરવો જોઈએ નહીં. પરિપત્રમાં જણાવાયું છે કે UPI એપ્સે વપરાશકર્તાઓને તેમના મોબાઇલ નંબર-આધારિત આઇડી સિવાય અન્ય આઇડી બનાવવાની અને તેને તેમના ડિફોલ્ટ આઇડી તરીકે સેટ કરવાની મંજૂરી આપવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ