બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી-જલ્દી ચૂકવવા માંગો છો પર્સનલ લોન? તો જાણી લો બેંક વાઇઝ મળતી સુવિધા

તમારા કામનું / જલ્દી-જલ્દી ચૂકવવા માંગો છો પર્સનલ લોન? તો જાણી લો બેંક વાઇઝ મળતી સુવિધા

Vidhata Gothi

Last Updated: 02:48 PM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પર્સનલ લોન વહેલા ચૂકવવા માંગતા હો, તો જાણી લો આ બેંકો વિશે. ઘણી બેંકો વહેલી લોન બંધ કરવા માટે ફોરક્લોઝર ફી વસૂલતી નથી. ચાલો જાણીએ કઈ બેંકો આ સુવિધા આપે છે.

જો કોઈએ પર્સનલ લોન લીધી હોય અને તેને નિયત તારીખ પહેલાં ચૂકવવા માંગતા હોય તો તેમના માટે સારા સમાચાર છે. ઘણી બેંકો ફોરક્લોઝર માટે કોઈ વધારાની ફી વસૂલતી નથી. આમ કરવાથી વ્યાજ તો બચે જ છે, સાથે જ નાણાકીય બોજો પણ ઘટી જાય છે. સમય કરતાં પહેલા પર્સનલ લોન ચૂકવવાથી ઘણીવાર ભારે ફી ભરવી પડતી હોય છે. ઘણી બેંકો 2% થી 5% સુધીના ફોરક્લોઝર ચાર્જ વસૂલે છે, પરંતુ કેટલીક બેંકો આવી કોઈ પણ પ્રકારની ફી વસૂલતી નથી. ચાલો જાણીએ આ બેંકોનો લોન વિશે.

ICICI બેંક

ICICI બેંક તેના ગ્રાહકોને આ સુવિધા આપી રહી છે કે જો તેમણે 12 EMI ભરી લીધી છે, તો તેઓ કોઈ પણ વધારાના ફી વિના તેમની લોન બંધ કરી શકે છે. જો એક વર્ષમાં લોન ચૂકવવી હોય તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

LOAN-FINAL

Axis Bank

એક્સિસ બેંકે પણ તેના ગ્રાહકોને આ રાહત આપે છે. જો કોઈએ 10 લાખ રૂપિયા કે તેનાથી વધુની લોન લીધી હોય અને પોતાના જ ફંડિંગમાંથી તેને વહેલા ચૂકવે છે, તો બેંક કોઈપણ ફોરક્લોઝર ચાર્જ નથી લેતી. આ સુવિધા ખાસ કરીને બિઝનેસ ગ્રાહકો માટે ઉપયોગી છે.

HDFC Golden Edge Loan

HDFC બેંકની Golden Edge Loan ખાસ કરીને પ્રીમિયમ ગ્રાહકો માટે છે. જો કોઈએ 12 EMI ભરી લીધી હોય તો 15 લાખ રૂપિયા કે તેથી વધુની લોન પણ કોઈ પણ વધારાના ચાર્જ વિના ફોરક્લોઝ કરી શકાય છે.

loan-final

IDFC FIRST Bank

IDFC ફર્સ્ટ બેંકની સ્માર્ટ પર્સનલ લોન ગ્રાહકો માટે એક આકર્ષક ઓફર છે. જો કોઈએ IDFC FIRST બેંકમાંથી લોન લીધી હોય તો તેમણે ફક્ત તે રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહેશે, જે તેમણે વાપરી છે. સૌથી મહત્વની વાત એ છે કે - આમાં કોઈ ફોરક્લોઝર ચાર્જ નથી લાગતો. ગ્રાહકો આમાં 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે.

આ પણ વાંચો: ઘર બદલી કાઢ્યું, તો હવે પાસપોર્ટમાં એડ્રેસ કઇ રીતે અપડેટ કરશો? ફૉલો કરો આ સ્ટેપ્સ

Fibe Personal Loan

Fibe Personal Loan એ સંપૂર્ણપણે ડિજિટલ પ્રોસેસ છે અને લોન મંજૂર થવામાં માત્ર થોડીક મિનિટો જ લાગે છે. આમાં 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે અને વહેલા ચૂકવી દેવા પર કોઈ પેનલ્ટી નથી લાગતી.

vtv app promotion

Poonawalla Fincorp

Poonawalla Fincorp તેના ગ્રાહકોને તેમની લોન વહેલી ચૂકવવાનો વિકલ્પ આપે છે. 6 EMI ભરી લીધા પછી કોઈપણ ચાર્જ વિના લોન ફોરક્લોઝર કરી શકાય છે. જોકે, 6 મહિના પહેલા બંધ કરવા પર 4% ફી વસૂલવામાં આવે છે, તેથી સમયનું ધ્યાન રાખો.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Personal loan prepayment charges Banks with no foreclosure fee Free personal loan foreclosure
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ