દેશ બહાર ફરવું હોય કે વિદેશની યુનિવર્સિટીમાં ભણવું હોય કે પછી વિદેશમાં સેટલ થવું હોય.. આ તમામ કામ માટે પાસવોર્ટ અને વિઝાની જરૂર પડે છે. પાસપોર્ટ એક સરકારી દસ્તાવેજ છે, જે તમારી ઓળખ અને નાગરિકતાનું પ્રમાણ રે છે. સાથે જ વિઝા એટલે કોઈ દેશની સરકાર તરફથી તમને આપવામાં આવેલો લેટર છે, જે તમને એ દેશમાં એન્ટ્રી કરવા રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.
જો તમે હમણા જ ઘર બદલ્યું છે , તો ઓફિશીયલ ડોક્યુમેન્ટ્સમાં તમારું એડ્રેસ અપડેટ કરવું જરૂરી છે, જેમાં પાસપોર્ટ પણ સામેલ છે. ભલે તમે શહેર બદલ્યું હોય કે પછી એ જ વિસ્તારમાં તમારું ઘર બદલ્યં હોય.. તમારા પાસપોર્ટમાં એડ્રેટ અપડેટ કરવું જ પડશે. આ કામ ઓનલાઈન કે ઓફલાઈન બન્ને રીતે થઈ શકે છે. બસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે પાસપોર્ટ સેવા કેન્દ્રની વિઝીટ કરવી પડશે.

પાસપોર્ટમાં એડ્રેસ અપડેટ કરવું કેમ જરૂરી છે
તમારો પાસપોર્ટ ભારત અને વિદેશ બન્નેમાં ઓળખ અને સરનામાનું પ્રમાણ હોય છે. જો તમે ઘર બદલો અને સરનામુ અપડેટ ન કરો તો પાસપોર્ટ રિઈસ્યુ થતી વખતે પોલીસ વેરિફિકેશન અથવા વિઝા અપ્લાઈમાં પ્રોબ્લેમ આવી શકે છે. આસાથે જ ઈન્ટરનેશનલ ટ્રિપ વખતે એમ્બેસી અથવા કોન્સુલેટમાં પણ વેરિફિકેશન થવામાં પ્રોબ્લેમ થશે. બેન્ક KYC અથવા નોકરી જેવી ઓફિશીયલ પ્રોસેસમાં પણ મુશ્કેલી આવી શકે છે.

આ પણ વાંચોઃ એક નહીં, પરંતુ 4 પ્રકારના હોય છે ભારતીય પાસપોર્ટ, ભાગ્યે જ કોઇ જાણતું હશે
પાસપોર્ટમાં કેવી રીતે ઓનલાઈન અપડેટ કરશો
- www.passportindia.gov.in વેબસાઇટ પર જાઓ.
- New User Registration પર ક્લિક કરીને નવો એકાઉન્ટ બનાવો અને પછી Login કરો.
- ત્યાર બાદ Apply for Fresh Passport / Reissue of Passport વિકલ્પ પસંદ કરો.
- જો તમે માત્ર સરનામું બદલવા માગતા હો, તો Reissue પર ક્લિક કરીને Change in Existing Personal Particulars પસંદ કરો.
- હવે તમારા નવા સરનામાની માહિતી દાખલ કરો, જે તમારા એડ્રેસ પ્રૂફમાં છે.
- પછી તમારા નવા એડ્રેસ પ્રૂફ (જેમ કે આધાર કાર્ડ, લાઈટ બિલ વગેરે)ની સ્કેન કોપી અપલોડ કરો.
પછી ઓનલાઈન ફી ભરો:
- 36 પાનાંનો પાસપોર્ટ – ₹1500
- 60 પાનાંનો પાસપોર્ટ – ₹2000
- ફી ભર્યા પછી, પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) અથવા **પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK)**માં અપોઇન્ટમેન્ટ બુક કરો.
અપોઇન્ટમેન્ટના દિવસે નીચેના દસ્તાવેજો સાથે જાઓ:
- અરજીની રિસીપ્ટ
- જૂનો પાસપોર્ટ
- નવું એડ્રેસ (સેલ્ફ-અટેસ્ટેડ કોપી)
- 2 પાસપોર્ટ સાઇઝ ફોટા
- જો તમે નવા શહેરમાં આવ્યા હોવ, તો પોલીસ વેરિફિકેશન ફરી થઈ શકે છે.
- વેરિફિકેશન પૂર્ણ થયા બાદ, તમારો નવો પાસપોર્ટ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા નવા સરનામે મોકલવામાં આવશે.
પાસપોર્ટમાં સરનામું અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો
તમારા પાસપોર્ટમાં સરનામું અપડેટ કરવા માટે, તમારે આધાર કાર્ડ, મતદાર ID, વીજળી, પાણી અથવા ટેલિફોન બિલ (3 મહિનાથી જૂનું નહીં), ભાડા કરાર, બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 12 મહિના), ગેસ કનેક્શન બિલ અને જીવનસાથીનો પાસપોર્ટ (જો અરજદારનું નામ તેના પર ઉલ્લેખિત હોય તો) ની જરૂર પડશે.
પ્રક્રિયા સમય
પોલીસ ચકાસણી પૂરી થયા પછી 7 થી 14 કાર્યકારી દિવસોમાં નવો પાસપોર્ટ મોકલવામાં આવે છે. તત્કાલ યોજના હેઠળ, જો બધા દસ્તાવેજો સાચા અને ચેક થઈ ગયા હોય તો 1 થી 3 દિવસમાં પાસપોર્ટ મળી શકે છે.
ઓનલાઇન પાસપોર્ટ માટે રજિસ્ટ્રેશનની સરળ રીત
- સૌપ્રથમ https://portal2.passportindia.gov.inવેબસાઇટ પર જાઓ.
- “New User” વિકલ્પ પર ક્લિક કરો.
- હવે રજિસ્ટ્રેશન પેજ ખુલશે.
- તમે જ્યાં રહેતા હો તે શહેરનું પાસપોર્ટ ઓફિસ પસંદ કરો.
- તમારું નામ, ઈમેઇલ, મોબાઇલ નંબર વગેરે માહિતી ભરો.
- અંતમાં Register બટન પર ક્લિક કરો.
પાસપોર્ટ માટે ઑનલાઇન અરજી કરવાની રીત
- સૌ પ્રથમ Passport Sevaની વેબસાઇટ પર ફરીથી જાઓ.
- લીલા રંગનું Login બટન દેખાશે, તેના પર ક્લિક કરો.
- તમારું ઈમેઇલ આઈડી લખો અને Continue પર ક્લિક કરો.
- તમારું ઈમેઇલ, પાસવર્ડ અને ઇમેજમાં દેખાતા અક્ષરો (captcha) દાખલ કરો.
- ત્યારબાદ Login પર ક્લિક કરો.
- હવે Apply for Fresh Passport / Reissue of Passport વિકલ્પ પસંદ કરો.
- તમે ફોર્મ ડાઉનલોડ કરીને ઑફલાઇન ભરી પછી અપલોડ કરી શકો છો અથવા સીધું ઓનલાઇન જ ફોર્મ ભરી શકો છો.
- જો ઑનલાઇન ફોર્મ ભરવું હોય, તો “Click here to fill the application form online” વિકલ્પ પર ક્લિક કરો.
- નવા પેજ પર તમને વિકલ્પ મળશે
- નવો પાસપોર્ટ કે રીઇશ્યુ
- સામાન્ય કે તાત્કાલ
- 36 પાનાં કે 60 પાનાં
- તમારી જરૂર મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો અને પછી Next પર ક્લિક કરો.
- આગળના પેજમાં તમારી વ્યક્તિગત માહિતી ભરો.
- ફોર્મ પૂર્ણ થયા પછી નીચે જમણી બાજુ આવેલા Submit Application બટન પર ક્લિક કરો.
- છેલ્લે View Saved/Submitted Applications પર ક્લિક કરીને તમારી અરજી જોઈ શકો છો
આ રીતે કરો પેમેન્ટની પ્રોસેસ
- Pay and Schedule Appointment પર ક્લિક કરો.
- Online Payment પસંદ કરો અને Next પર ક્લિક કરો.
- હવે તમારા શહેરમાં આવેલ **પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK)**ની લિસ્ટ સ્ક્રીન પર આવશે. અહીં એપોઇન્ટમેન્ટ માટે સૌથી નજદીકી તારીખ અને સમય પણ દર્શાવેલો હશે.
- PSK Locationની બાજુમાં આવેલા ડ્રોપડાઉન મેન્યૂમાંથી તમારી સુવિધા મુજબ વિકલ્પ પસંદ કરો.
- ઇમેજમાં દર્શાયેલા અક્ષરો (captcha) ટાઈપ કરો અને Next પર ક્લિક કરો.
- ત્યારબાદ Pay and Book Appointment પર ક્લિક કરો.
- હવે તમે પેમેન્ટ ગેટવે પેજ પર લઈ જાવા પડશે. પેમેન્ટ પૂર્ણ થયા પછી તમે ફરીથી Passport Sevaની વેબસાઇટ પર લોગિન થશે.
- હવે Appointment Confirmation દેખાશે. આ પેજ પર તમને પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) દ્વારા અપોઇન્ટમેન્ટનો સંપૂર્ણ વિગત મળશે.
હવે રિસિપ્ટની કોપી સેવ કરવા માટે
- Print Application Receipt પર ક્લિક કરો.
- હવે નેક્સ્ટ પેજ પર તમારી એપ્લિકેશનનો વ્યૂ જોવા મળશે.
- એક વખત ફરીથી Print Application Receipt પર ક્લિક કરો.
- હવે તમારા અપોઇન્ટમેન્ટ કન્ફર્મેશનનું પ્રિન્ટ આઉટ લઈ લો અથવા તેને સેવ કરી લો.
પાસપોર્ટ સેવા કેન્દ્રમાં રસીદની જરૂર પડશે.
પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારે આ રિસિપ્ટના પ્રિન્ટઆઉટ લેવાની જરૂર પડશે. હવે, નક્કી કરેલા સમયે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર પહોંચી જાવ. જો તમારી પાસે તમારા બધા દસ્તાવેજો હોય, તો તેમાં બે કલાકથી વધુ સમય નહીં લાગે.
પોલીસ વેરિફિકેશન
પાસપોર્ટ મેળવવા માટે પોલીસ વેરિફિકેશન જરૂરી છે. તેના વગર તમારો પાસપોર્ટ નહી મળે. પાસપોર્ટ ઓફિસ તમારી અરજીની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે શેર કરે છે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ જરૂરી દસ્તાવેજો ચકાસવા માટે તમારા આપેલા સરનામાંની મુલાકાત લે છે. જો પોલીસ વેરિફિકેશન દરમિયાન બધી માહિતી સાચી જણાય, તો પાસપોર્ટ ઓફિસને રિપોર્ટ મોકલવામાં આવે છે. વેરિફિકેશનના 3 થી 7 દિવસમાં પાસપોર્ટ તમારા સરનામાં પર મોકલવામાં આવે છે. પોલીસ સ્ટેશન માટે mPassport પોલીસ એપ શરૂ કરવામાં આવી છે, જે પોલીસ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ