બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર પરીક્ષાએ નાબાર્ડમાં 62 વર્ષ સુધીના ઉમેદવારોની ભરતી, પગાર મળશે લાખોમાં, જાણો વિગતો

સરકારી નોકરી / વગર પરીક્ષાએ નાબાર્ડમાં 62 વર્ષ સુધીના ઉમેદવારોની ભરતી, પગાર મળશે લાખોમાં, જાણો વિગતો

Vidhata Gothi

Last Updated: 12:14 PM, 23 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NABARD Recruitment 2025: નાબાર્ડે સ્પેશિયાલિસ્ટ પદો પર 17 ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કોઈ પણ લેખિત પરીક્ષા વિના સીધા ઇન્ટરવ્યુથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જાણો બધી જ વિગતો.

NABARD Jobs: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા પ્રોફેશનલ્સ માટે એક સોનેરી તક આવી ગઈ છે. નાબાર્ડમાં અલગ-અલગ સ્પેશિયાલિસ્ટની પોસ્ટ પર 17 ભરતીની જાહેરાત આવી ગઈ છે. જણાવી દઈએ કે આ પોસ્ટ પર ભરતી કોન્ટ્રાક્ટ-બેઝ્ડ હશે, જેમાં સારો પગાર આપવામાં આવશે અને લાંબા સમય સુધી કામ કરવાની તક મળશે. રસ ધરાવતા ઉમેદવારો નાબાર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

jobs

નાબાર્ડે જણાવ્યું છે કે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી શરૂઆતમાં બે વર્ષના સમય માટે કરવામાં આવશે. જરૂરિયાતો અને કામ પર પ્રદર્શનના આધારે આ સમયગાળો ત્રણ વર્ષ સુધી લંબાવી પણ શકાય છે. એટલે કે ઉમેદવારોને લાંબા સમય સુધી બેંક સાથે કામ કરવાની તક મળી શકે છે. આ માટેની અરજી પ્રક્રિયા 19 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2026 છે.

આ પદો પર બહાર પાડવામાં આવી ભરતી

નાબાર્ડે વિવિધ ટેકનિકલ અને મેનેજમેન્ટ પદો પર ભરતી બહાર પાડી છે. આમાં રિસ્ક મેનેજમેન્ટ, ડેટા એનાલિટિક્સ, ફાઇનાન્સ, આઇટી, સ્ટાર્ટઅપ્સ અને કૃષિ સાથે જોડાયેલા પદો સામેલ છે. આમાં એડિશનલ ચીફ રિસ્ક મેનેજરની 2 પોસ્ટ, રિસ્ક મેનેજમેન્ટ (ક્રેડિટ, માર્કેટ, ઓપરેશનલ અને ડેટા એનાલિટિક્સ)ની 7 પોસ્ટ, પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન મેનેજર, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન મેનેજર અને ઇન્ક્યુબેશન સેન્ટર મેનેજર જેવા ખાસ પદ પર પણ ભરતી કરવામાં આવશે. સાથે જ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, પ્રોજેક્ટ મેનેજર અને સિનિયર સ્ટેટિકલ એનાલિસ્ટ જેવા પદો પર પણ ભરતી કરવામાં આવશે.

jobs 2

શૈક્ષણિક લાયકાત

નાબાર્ડે દરેક પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરી છે. એડિશનલ ચીફ રિસ્ક મેનેજરના પદ માટે, ઉમેદવારે ગ્રેજ્યુએશન કે પોસ્ટ-ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. આ સાથે જ બેંકિંગ સેક્ટરમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જ્યારે રિસ્ક મેનેજર અને અન્ય પદો માટે, ફાઇનાન્સ, કોમર્સ, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ અથવા MBA જેવી ડિગ્રી સાથે 5 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. કેટલાક પદો પર એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

વય મર્યાદા અને અરજી ફી

આ ભરતી માટે ઉમેદવારોની ઉમર 28 વર્ષથી 62 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. આ પદ પર ભરતી માટે અરજી કરવા માટે ફી પણ ભરવી પડશે. જનરલ, ઓબીસી અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. જયારે એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે, અરજી ફી માત્ર 150 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

vtv app promotion

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

નાબાર્ડની આ ભરતીની સૌથી મોટી ખાસિયત છે તેનો પગાર. આ ભારતીય પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોને 1.50 લાખથી 3.85 લાખ રૂપિયા સુધીનો પગાર મળશે. આ પદો પર ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે, પસંદગી સીધી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં ઉમેદવારની લાયકાત, અનુભવ અને વિષયની સમજણનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ પણ વાંચો: ફટાફટ iOS 26.2 ને અપડેટ કરી દેજો, 25 પ્રકારની ખામીઓ સામે આવતા Apple યુઝર્સને વોર્નિંગ

ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • નાબાર્ડની આ ભરતી માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે.
  • અરજી કરવા માટે ઉમેદવારોએ સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ www.nabcons.com પર જવું પડશે.
  • હોમ પેજ પર CAREER સેક્શન પર ક્લિક કરો.
  • પછી Apply Now ઓપ્શન પસંદ કરો.
  • નવા ઉમેદવારો New Registreation પર ક્લિક કરીને તેમની માંગેલી વિગતો ભરો.
  • નામ, ઈમેલ આઈડી અને અન્ય જરૂરી વિગતો એન્ટર કર્યા પછી, ફી ચૂકવો.
  • છેલ્લે ફોર્મ સબમિટ કરીને તેની કોપી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખી લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Jobs NABARD Recruitment 2025 NABARD Jobs
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ