બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / ખેડૂતોને મોદી સરકારની દિવાળી ગિફ્ટ, 35440 કરોડ રૂપિયાનો ફાયદો
Last Updated: 07:17 PM, 11 October 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્ર માટે રૂપીયા 35,440 કરોડની બે યોજનાઓ શરૂ કરી છે, જેમાં આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક દાળ મિશન સામેલ છે. આ કાર્યક્રમ સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરાયો હતો. તેમણે કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રોમાં રૂપિયા 5,450 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું અને લગભગ 815 કરોડના અન્ય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો.
ADVERTISEMENT

વર્ષ 2030-31 સુધીમાં કઠોળનું ઉત્પાદન વર્તમાન 252.38 લાખ ટનથી વધારીને 350 લાખ ટન કરવાનો અને દેશની આયાત નિર્ભરતા ઓછી કરવાનો છે. આ ઉપરાંત 24000 કરોડ રૂપિયાની 'પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના'નો ઉદ્દેશ્ય 100 ગરીબ કૃષિ જિલ્લાઓને પરિવર્તિત કરવાનો છે. બંને યોજનાઓને પહેલાથી જ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને આગામી રવિ સિઝનથી 2030-31 સુધી ચાલશે.
ADVERTISEMENT
આ પણ શામેલ
વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં બેંગલુરુ અને જમ્મુ અને કાશ્મીરમાં કૃત્રિમ ગર્ભાધાન તાલીમ કેન્દ્રો, અમરેલી અને બનાસમાં શ્રેષ્ઠતા કેન્દ્રો, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ આસામમાં આઇવીએફ પ્રયોગશાળા, મહેસાણા, ઇન્દોર અને ભીલવાડામાં દૂધ પાવડર પ્લાન્ટ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ તેજપુરમાં ફિશ ફીડ પ્લાન્ટનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ તમારા કામનું / તમારા ઘરમાં જો Wi-Fi કનેક્શન હોય તો કરી શકો છો હજારો રૂપિયાની કમાણી, કેવી રીતે?
ADVERTISEMENT
આ કાર્યક્રમ દરમિયાન મોદીએ રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં રૂપાંતરિત કરીને પ્રમાણિત ખેડૂતોને પ્રમાણપત્રો પણ અર્પણ કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.