બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પૈસાનું રોકાણ કરવું છે? તો ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આ 4 ટિપ્સ જાણી લેજો, રહેશો ફાયદામાં
Last Updated: 12:55 PM, 9 August 2024
આજના ભાગદોડ ભર્યા જીવનમાં લગભગ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પાસે એટલા પૈસા હોય કે તેમને કોઈ આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. આ માટે લોકો કમાણી સાથે બચત પર પણ ધ્યાન આપે છે. આજના સમયમાં લોકો પોતાની આજ માટે અને સાથે સાથે આવતીકાલ માટે પણ બચત કરે છે. પરંતુ બીજી તરફ એવા લોકો પણ છે જેઓ બચત કરવા માંગે છે, પરંતુ તેમને ક્યાં અને કેવી રીતે બચત કરવી તે ખબર નથી હોતી. કોઈ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ કે બેંક ખાતામાં પૈસા રાખવા જોઈએ? જો આ વિશે કોઈ મૂંઝવણમાં હોય તો અહીં જાણી લો કે કઈ જગ્યાએ રોકાણ કરીને ધનિક બની શકાય છે અને ભવિષ્ય માટે બચત કરી શકાય છે.
ADVERTISEMENT
સરકારી યોજનામાં કરી શકો રોકાણ
પૈસા બચાવવા હોય અને એના માટે રોકાણ કરવું હોય તો કોઈપણ સરકારી યોજનામાં રોકાણ કરી શકાય છે. રાજ્ય સરકારો અને ભારત સરકાર બંને પોતપોતાના સ્તરે વિવિધ લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. તેથી, ઈચ્છા પ્રમાણે આ યોજનાઓમાં રોકાણ કરી શકાય છે.
ADVERTISEMENT
બેંકમાં કરાવો ફિક્સ ડિપોઝિટ
જો સારી રકમની બચત કરી હોય તો ફિક્સ ડિપોઝિટ એટલે કે FD કરાવી શકાય છે. આમાં જમા કરેલા પૈસા પર સારું વ્યાજ મળી શકે છે. રોકાણકાર પોતાની બેંકમાં FD કરાવીને સારું વળતર મેળવી શકે છે.
ADVERTISEMENT

LICની પોલિસી
ADVERTISEMENT
પૈસા બચાવવા માટે એલઆઈસીની કોઈ પોલિસી પણ લઈ શકાય છે. આમાં ઘણા પ્રકારની યોજનાઓ મળે છે જેમાં એક સાથે, મહિનામાં, છ મહિને વગેરેમાં પૈસા જમા કરાવીને સારું વળતર મેળવી શકાય છે.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ કરો
પોસ્ટ ઓફિસ પણ પૈસા બચાવવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં અહીં સરકાર તરફથી અનેક પ્રકારની યોજનાઓ આવી રહી છે. નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને કોઈપણ યોજનામાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.