બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, ફક્ત એકવાર રોકાણ કરો, પછી વ્યાજથી 5 લાખની કમાણી
Last Updated: 09:32 PM, 26 November 2025
Post Office NSC Scheme Benefits: પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં તમારા રોકાણનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તમારે તેને 5 વર્ષ સુધી ચલાવવું આવશ્યક છે. તેમા સારુ વ્યાજ સાથે ટેક્સ છુટનો લાભ મળે છે.
ADVERTISEMENT
તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તે પણ તમારા પૈસા સુરક્ષિત રીતે રોકાણ કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓ ખૂબ સારી છે. સરકાર પોતે તમારા રોકાણની સલામતીની ખાતરી આપે છે. આવી એક યોજના પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ છે, જ્યાં તમે એક સાથે રોકાણ દ્વારા માત્ર વ્યાજમાંથી 5 લાખ સુધી કમાઈ શકો છો.

ADVERTISEMENT
સરકાર 7.7ટકા આપે છે વ્યાજ
પોસ્ટ ઓફિસ એનએસસી એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. સરકાર આ નાની બચત યોજનામાં રોકાણ પર 7.7ટકાનો વ્યાજ દર આપી રહી છે. વ્યાજ દર ચક્રવૃદ્ધિ ધોરણે આપવામાં આવે છે. આ વ્યાજ રકમ 5 વર્ષના રોકાણ પછી ખાતામાં ટ્રાન્સફર થાય છે.
ADVERTISEMENT
રોકાણ ફક્ત 1,000 રૂપિયાથી શરૂ
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સ્કીમમાં ખાતું ખોલાવવું સરળ છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામે પણ ખાતા ખોલી શકાય છે.
ADVERTISEMENT

આ રીતે મળશે પુરો ફાયદો
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ એનએસસી સ્કીમને સરળ રીતે સમજીએ તો તમે ખાતું ખોલો છો અને એક વર્ષ પછી તેને બંધ કરો છો. તમને ફક્ત તમારી રોકાણ કરેલી રકમ પાછી મળશે, વ્યાજનો એક પણ પૈસો મળશે નહીં. તેથી બધા લાભો મેળવવા માટે તેને સંપૂર્ણ પાંચ વર્ષ સુધી ચલાવવું જરૂરી છે. આ પોસ્ટ ઓફિસ યોજના આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ આપે છે. તમે એક નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ સુધી કર બચાવી શકો છો.
આ પણ વાંચોઃ ઓફિસના ધક્કા વગર ઘરે બેઠા જ રેશનકાર્ડમાં e-KYC કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ADVERTISEMENT
5 લાખ કેવી રીતે કમાશો?
હવે ચાલો સમજીએ કે આ પોસ્ટ ઓફિસ યોજનામાં એક સાથે રોકાણ કરવાથી 5 લાખની બમ્પર આવક કેવી રીતે થઈ શકે છે. ગણતરી ખૂબ સરળ છે. એનએસસી સ્કીમનો વ્યાજ દર 7.7 ટકા છે. કોઈ રોકાણકાર પાંચ વર્ષના લોક-ઇન સમયગાળા માટે એક સાથે રૂપિયા 11,00,000 નું રોકાણ કરે છે, તો તેમને કંપાઉંડિગ ઇંટરેસ્ટ સાથે મૈચ્યોરિટી પર 15,93,937 રૂપિયા મળશે. આમાંથી રૂપિયા 4,93,937 ફક્ત વ્યાજ હશે. જો કે તમે તમારા રોકાણને વધારી અને વધુ લાભ મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.