ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્યારે આવશે 8મું પગારપંચ? શું હજુ રાહ જોવી પડશે, સરકારે કરી સ્પષ્ટતા

8th Pay Commission / ક્યારે આવશે 8મું પગારપંચ? શું હજુ રાહ જોવી પડશે, સરકારે કરી સ્પષ્ટતા

Published By: Vidhata Gothi

Last Updated: 11:08 AM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8th Pay Commission: દેશના એક્સપેન્ડીચર સેક્રેટરીએ આઠમા પગાર પંચ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે અપડેટ આપી છે કે કમિશનનું કામ કયા તબક્કામાં ચાલી રહ્યું છે. સાથે જ તેમણે એ અંગે પણ જણાવ્યું છે કે કમિશનને બજેટમાં જગ્યા મળી કે નહીં.

ADVERTISEMENT

8th Pay Commissionને લઈને સરકાર તરફથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એક્સપેન્ડીચર સેક્રેટરી વી વુઅલનામે મંગળવારે જણાવ્યું કે આઠમા પગાર પંચનું કામ હમણાં શરૂ થયું છે અને તે શરૂઆતના તબક્કામાં છે. એવામાં બજેટમાં હાલમાં આને લઈને કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. તેમણે એમ પણ કહ્યું કે દેવું-જીડીપી રેશિયો અપનાવવામાં આવ્યો છે, પણ એનો અર્થ એ નથી કે અમે રાજકોષીય ખાધ છોડીશું. રાજકોષીય ખાધ મહત્ત્વપૂર્ણ છે અને અમે આની પર નજર રાખીશું.

વુઅલનામે કહ્યું કે બજેટમાં હાલમાં 8મા પગાર પંચને ધ્યાનમાં રાખીને કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. કારણ કે 8મા પગાર પંચનું તાજેતરમાં જ ગઠન થયું છે. સભ્યો પોતાનું કામ શરૂ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું જે સહાયતા માટે અધિકારીઓને પણ સામેલ કરી રહ્યા છે. એટલા માટે આ એકદમ શરૂઆતનો તબક્કો છે. હજુ સુધી અમે આની અસર અને અન્ય પાસાઓ વિશે કોઈ ગણતરી નથી કરી, જે અમને સમય આવ્યે ખબર પડશે. ઉલ્લેખનીય છે કે સરકારે જાન્યુઆરીમાં જ આઠમા પગાર પંચની રચના કરી. પંચને વેતન સંરચના, આર્થિક સ્થિતિ અને કર્મચારીઓની માંગોનું વિશ્લેષણ કરવા માટે રિપોર્ટને અંતિમ રૂપ આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પંચની ભલામણોને 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે.

દેવું-જીડીપી રેશિયો

વુઅલનામે કહ્યું કે દેવું-જીડીપી રેશિયો અને રાજકોષીય ખાધ બંને મહત્ત્વપૂર્ણ છે અને એકબીજા સાથે જોડાયેલા છે. અમે કહ્યું છે કે અમે દેવું-જીડીપી રેશિયો પર નજર રાખીશું... પણ રાજકોષીય ખાધ અને દેવું-જીડીપી રેશિયો એકબીજા સાથે જોડાયેલા છે. તેથી, અમે રાજકોષીય ખાધની ગણતરી પણ કરતાં રહીશું. તેમણે કહ્યું કે પરંતુ એકંદરે અમારો માર્ગદર્શક સિદ્ધાંત દેવું-જીડીપી રેશિયો છે. એના માટે અમે લક્ષ્ય નક્કી કર્યું છે કે 2030 સુધી અમે એક ટકાની વધઘટ સાથે આને 50 ટકા પર લાવીશું. રાજકોષીય ખાધનો આંકડો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, અમે તેના પર પણ સતત નજર રાખીશું. સરકારે દેવું-જીડીપી રેશિયો 2026-27માં 55.6 ટકા રહેવાનો પ્રસ્તાવ કર્યો જે ચાલુ નાણાકીય વર્ષમાં 56.1 ટકા છે.

vtv app promotion

ઇન્ટર્નશિપ યોજના વિશે શું?

ઇન્ટર્નશિપ યોજનાને લઈને બજેટમાં ફાળવણી સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં સેક્રેટરીએ કોઈ આંકડા આપ્યા નથી અને કહ્યું કે આ એક ખૂબ જ સારી યોજના છે અને બની શકે કે આમાં ગતિ થોડી ધીમી છે, પણ આ ઘણા અંશે નવીન યોજના છે, જેમાં ઉદ્યોગ પણ ભાગીદાર છે. આપણે તેમની સાથે મળીને આગળ વધવું પડશે. તેથી, મંત્રાલય તેમને સુધારી રહ્યું છે અને ઉદ્યોગ જગત અને સંબંધિત પક્ષો સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે અમને વિશ્વાસ છે કે હવે આમાં તેજી આવશે અને લોકોને આનો લાભ દેખાશે અને યોજના સફળ થશે.

આ પણ વાંચો: Indian Oilમાં ભરતી પડી છે, 12 પાસ યુવાઓ, અરજી કરવા અહીં ક્લિક કરો

રાજકોષીય ખાધમાં ઘટાડો

બજેટમાં કુલ ખર્ચમાં વધારો અને રાજકોષીય ખાધમાં ઘટાડો સંબંધિત સવાલના જવાબમાં, વુઅલનમે કહ્યું કે બજેટમાં જે પણ આંકડા છે એ વાસ્તવિક છે. અમે ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરી છે. સૌથી પહેલા ખર્ચ બજેટની ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરી છે. તે નિર્ધારિત આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે છે. પછી, GDP અંદાજ પણ ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. અમે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રથમ આગોતરા અંદાજ અને વૃદ્ધિ અંદાજો પર નજર નાખી.

તેમણે કહ્યું, "અને ખરેખર, આ વૃદ્ધિ અંદાજ છે, જે ખૂબ જ વાસ્તવિક અનુમાન છે. હવે, બજાર ભાવે અમે 2026-27 માટે જે GDPનું અનુમાન વ્યક્ત કરી રહ્યા છીએ તે ખૂબ જ વાસ્તવિક આંકડો છે. અમે તેને વાસ્તવિક માનીએ છીએ, ન તો અતિ-મહત્વાકાંક્ષી કે ન તો અતિ-સાવધ. અને આપણે તેને પૂર્ણ કરવા સક્ષમ હોવા જોઈએ." નાણામંત્રી નિર્મલા સીતારમણે 2026-27 માટે કુલ ₹53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જે વર્તમાન નાણાકીય વર્ષ કરતાં 7.7 ટકા વધારે છે. રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ઘટાડીને 4.3 ટકા કરવામાં આવ્યો, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં તે 4.4 ટકા રહેવાનો અંદાજ છે. મૂડી ખર્ચ પાછલા નાણાકીય વર્ષમાં ₹11.2 લાખ કરોડથી વધારીને ₹12.2 લાખ કરોડ કરવામાં આવ્યો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fiscal Deficit Debt-GDP Ratio 8th Pay Commission

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ