ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફેસબુક યુઝર્સ સાવધાન! બીજાના ફોટા-વીડિયો ચોરીને પોસ્ટ કર્યા તો થશે આ નુકસાન

તમારા કામનું / ફેસબુક યુઝર્સ સાવધાન! બીજાના ફોટા-વીડિયો ચોરીને પોસ્ટ કર્યા તો થશે આ નુકસાન

Last Updated: 11:55 PM, 17 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Facebook: હવે જો તમે ક્રેડિટ આપ્યા વિના વારંવાર કોઈ બીજાનો ફોટો, વિડિયો કે ટેક્સ્ટ ફેસબુક પર શેર કરો છો, તો આ આદત મોંઘી સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

Facebook: હવે જો તમે ફેસબુક પર કોઈ બીજાનો ફોટો, વિડીયો કે ટેક્સ્ટ વારંવાર ક્રેડિટ આપ્યા વિના શેર કરો છો, તો આ આદત મોંઘી સાબિત થઈ શકે છે. મેટાએ ફેસબુક માટે એક નવો નિયમ લાગુ કર્યો છે, જેના હેઠળ બિન-મૌલિક સામગ્રી શેર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

facebook

ફેસબુક પર ઘણા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે ઘણા યુઝર્સ અને પેજ ઓરીજીનલ ક્રીએટરની પરમીશન વગર કરવામાં આવેલી પોસ્ટની કોપી કરી રહ્યા છે અને તેને તેમના નામે પોસ્ટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કંપનીએ હવે આ રિપોસ્ટિંગ એકાઉન્ટ્સ પર લગામ લગાવવાનો નિર્ણય લીધો છે જેથી ઓરીજીનલ ક્રીએટરને તેમના અધિકારો મળી શકે અને તેમની સામગ્રી વધુ લોકો સુધી પહોંચી શકે.

ફેસબુકે તેના સત્તાવાર બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે તેણે સ્પામી અને ડુપ્લિકેટ કન્ટેન્ટ ઘટાડવા અને પ્લેટફોર્મ પર વાસ્તવિક ક્રીએટીવીટીને પ્રોત્સાહન આપવા માટે લાંબા ગાળાની યોજના શરૂ કરી છે. 2025 ના પહેલા ભાગમાં, મેટાએ ફર્જી એન્ગેજમેન્ટ અને કોપી-પેસ્ટ કન્ટેન્ટમાં સામેલ 5 લાખથી વધુ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી. આ હેઠળ, આ એકાઉન્ટ્સની પહોંચ ઘટાડવામાં આવી હતી, કમાણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને કેટલાક કિસ્સાઓમાં એકાઉન્ટ્સ દૂર કરવામાં આવ્યા હતા.

facebbok-2.jpg

કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે એકાઉન્ટ્સ કોઈ બીજાના ફોટો, વિડિયો અથવા ટેક્સ્ટ પોસ્ટની વારંવાર કોપી કરે છે તેમના મોનીટાઈજેશન ઍક્સેસ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે તે એકાઉન્ટ્સ પૈસા કમાઈ શકશે નહીં અને તેમની પોસ્ટની પહોંચ (વિતરણ) પણ ઓછી થઈ જશે. ફેસબુક એમ પણ કહી રહ્યું છે કે જો તેમની સિસ્ટમ કોઈપણ કન્ટેન્ટની ડુપ્લિકેટ નકલ શોધે છે, તો તેનું પરિભ્રમણ ઘટાડી દેવામાં આવશે જેથી ક્રીએટર ને વધુ પ્રાથમિકતા આપી શકાય.

Vtv App Promotion

કંપની એક એવી ટેકનોલોજીનું પણ પરીક્ષણ કરી રહી છે જેમાં ડુપ્લિકેટ કન્ટેન્ટમાં મૂળ સ્રોતની લિંક ઉમેરવામાં આવશે જેથી યુઝેર્સઓ ઓરીજીનલ પોસ્ટ સુધી પહોંચી શકે. મેટા કહે છે કે જ્યારે કોઈ ક્રીએટર કોઈ વિડિઓ પર પોતાનો અભિપ્રાય આપે છે, પ્રતિક્રિયા વિડિઓ બનાવે છે અથવા કોઈ ટ્રેન્ડ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે ત્યારે તેમને કોઈ વાંધો નથી.

આ પણ વાંચો: અટલ પેન્શન યોજનામાં પરિવારના કેટલા સભ્યોને 5000 રૂપિયાનું પેન્શન મળે? જાણો નિયમો

પરંતુ પરવાનગી અને ક્રેડિટ વિના બીજા કોઈનું કામ કોપી કરવાનું હવે સહન કરવામાં આવશે નહીં. ફેસબુકનો આ નવો નિયમ મૂળ કોન્ટેન્ટ ક્રીએટરને મોટો ફાયદો આપશે અને તેમની મહેનતને યોગ્ય માન્યતા પણ આપશે. તેથી, જો તમે ફેસબુક પર એક્ટીવ છો અને કોન્ટેન્ટ શેર કરો છો તો હમણાં જ સાવચેત રહો નહીંતર તમારી કમાણી અને પહોંચ બંને બંધ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

content check copyright rules facebook
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ