બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું ખરેખર 1 જાન્યુઆરી 2026થી મળશે 8માં પગારપંચનું એરિયર? આપ્યો સરકારે જવાબ

તમારા કામનું / શું ખરેખર 1 જાન્યુઆરી 2026થી મળશે 8માં પગારપંચનું એરિયર? આપ્યો સરકારે જવાબ

Priyankka Triveddi

Last Updated: 02:21 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8th Pay Commission: સંસદમાં 8 માં પગાર પંચને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે શું 8 મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી જ લાગુ કરવામાં આવશે? જેના પર સરકારે પ્રતિક્રિયા આપી છે.

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સ 8 મુ પગાર પંચ લાગુ થવાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કારણકે વધી મોંઘવારી વચ્ચે ઘર ખર્ચ અને લાઇફસ્ટાઇલ જાળવી રાખવા માટે પગાર સુધારા પંચ પાસેથી આશાઓ વધી ગઈ છે. આ વચ્ચે એક ખાસ પ્રશ્ન એ છે કે શું 8th Pay Commission અંતર્ગત કર્મચારીઓને વધારો 1 જાન્યુઆરી 2026 થી મળશે? કે પછી વધારેલી સેલરી માટે કે પાછળના બાકી માટે હજુ કર્મચારીઓએ રાહ જોવી પડશે.

1 જાન્યુઆરી 2026 ને એક સંભવિત તારીખ માનવામાં આવે છે પણ સરકારે હજુ સુધી આની ઓફિશિયલ જાણકારી આપી નથી. જેના લીધે લખો કર્મચારીઓ અને પેન્શનર્સની અનિશ્ચિતતામાં વધારો થયો છે કે તેમણે નાણાકીય રાહત ક્યારે મળશે?

8th Pay Commission

સંસદમાં સરકારનો જવાબ

8માં પગાર પણછને લઈને શિયાળુ સત્રમાં પ્રશ્ન ઊભા થયા હતા જેના પર જવાબ આપતા રાજ્ય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે 8 માં પગાર પંચને લાગુ કરવાની ઉચિત તારીખ સમય પર નક્કી કરશે. તેમણે એમ પણ કહ્યું કે આયોગની અરજીનો સ્વીકાર કર્યા પછી જરૂરી બજેટના પ્રાવધાન માટે જશે અને આ નિવેદનથી એવા સંકેત મળી રાય છે કે સરકાર હવે આઅને જલ્દીથી લાગુ કરશે પણ 1 જાનુયારી 2026 થી જ લાગુ થશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

ક્યારથી લાગુ થશે 8 મુ પગાર પંચ

નવેમ્બર 2025 માં સરકારે 8 માં પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી હતી અને આયોગને તેની રિપોર્ટ જમા કરાવવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો. એવામાં જો જોવામાં આવે તો આયોગની રિપોર્ટ 2027 ના મધ્ય ભાગમાં આવવાની સંભાવના છે. જ્યારે રિપોર્ટ આવશે ત્યારે સરકારના ભલામણોની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ કેબિનેટથી મંજૂરી અને નવા વેન સ્ટ્રક્ચરનું નોટિફિકેશન બહાર

પાડવામાં લગભગ 3-6 મહિના કે તેથી વધારે સમય લાગી શકે છે. આ હિસાબે જોવા જઈએ તો હજુ વાર લાગી શકે તેમ છે.

આ પણ વાંચો: 8મું પગાર પંચ મોડેથી લાગુ થાય તો કર્મચારીઓને કેટલું મળશે એરિયર? કેટલો વધશે પગાર? સમજો આખું ગણિત

vtv app promotion

કેટલો થશે પગારમાં વધારો ?

પગારમાં વધારો એ ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરશે. જેના વિશે આયોગ સલાહ આપશે અને સરકાર સ્વીકાર કરશે. જો 2.0 ના ફિટમેન્ટ ફેક્ટરને આધાર માનીએ તો એક અનુમાન મુજબ પગારમાં બદલાવ સમજી શકાય છે. એટલે કે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 76500, મોંઘવારી ભથ્થું 44370, મકાન ભાડું 22950 છે તો તેનું માસિક વેતન 143820 રૂપિયા થાય છે. વેતન સંશોધન પછી બેઝિક સેલેરીમાં વધારો થઈને તે લગભગ 153000 થઈ શકે છે અને HRA વધીને 41310 સુધી પહોંચી શકે છે જેનાથી માસિક વેતન કુલ 194310 રૂપિયા થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salary and Pension Hike 8th Pay Commission Arear 8th Pay Commission
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ