ઋષભ શેટ્ટી સ્ટાર બ્લોકબસ્ટર ફિલ્મમાં આ વખતે ઉર્વશી રૌતેલા પણ તેની એક્ટિંગનો જલવો દેખાડતી જોવા મળશે. એક્ટ્રેસે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઉર્વશીએ ઋષભ શેટ્ટી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ચાહકો ફિલ્મ 'કાંતારા 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
ઉર્વશી રૌતેલા પણ તેની એક્ટિંગનો જલવો દેખાડતી જોવા મળશે
ઉર્વશીની આ જાહેરાત બાદ ચાહકોનું એક્સાઈટમેન્ટ હાઈ લેવલ પર
સાઉથ અભિનેતા ઋષભ શેટ્ટી સ્ટારર બ્લોક બસ્ટર ફિલ્મ કાંતારાના બીજા ભાગનો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાંતારાની સક્સેસ બાદ કાંતારા 2ની રિલીઝની રાહ જોવુ મુશ્કેલ છે. કોઈ વાત નહી, ખુશ થઈ જાઓ. ચાહકોની આતુરતાનો અંત આવવાનો છે. 'કાંતારા 2' ખૂબ જ ઓછા સમયમાં મોટા પડદા પર ધૂમ મચાવતી જોવા મળશે. ફિલ્મના બીજા પાર્ટને લઈને એક મોટું ટ્વિસ્ટ સામે આવ્યું છે. આ ટ્વિસ્ટ એ છે કે 'કાંતારા 2' માં ઉર્વશી રૌતેલાની એન્ટ્રી થઈ ગઈ છે.
ઉર્વશીએ પોસ્ટ શેર કરી
ઋષભ શેટ્ટી સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મમાં આ વખતે ઉર્વશી રૌતેલા પણ તેની એક્ટિંગનો જલવો દેખાડતી જોવા મળશે. એક્ટ્રેસે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ઉર્વશીએ ઋષભ શેટ્ટી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં તે 'કાંતારા' એક્ટર સાથે હસતા હસતા પોઝ આપતી જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરતા ઉર્વશી રૌતેલાએ લખ્યું, 'કાંતારા 2 @rishabshettyofficial લોડિંગ #RS.' ઉર્વશી રૌતેલાની આ જાહેરાત બાદ ચાહકોનું એક્સાઈટમેન્ટ હાઈ લેવલ પર છે.
આ સિવાય ઘણા લોકો પોસ્ટ પર ઉર્વશીની મજાક કરતા પણ જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે તમારી લાઈફમાં કેટલા ઋષભ જોડાયા છે દીદી. જ્યારે બીજાએ કહ્યું ઋષભ પંત નહી તો ઋષભ શેટ્ટી. આ સિવાય અન્ય એક યુઝર્સે લખ્યું કે સમજવા માટે ઋષભ નામ કાફી છે. જ્યારે ઘણા લોકો ઉર્વશી રૌતેલાની કારકિર્દી માટે મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે.
ઋષભ પંત સાથે જોડાયેલુ નામ કાંતારા અને ઋષભ શેટ્ટીના ચાહકો માટે આજનો દિવસ ખુશીનો હતો. જ્યારે બીજી તરફ ઉર્વશી રૌતેલાએ પણ તેના ચાહકોને ખુશ થવાની તક આપી. એ વાત અલગ છે કે અભિનેત્રીની પોસ્ટ પછી યુઝર્સે ફરી એકવાર ઋષભ પંતને યાદ કર્યો. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્વશીની પોસ્ટ જોયા બાદ લોકો તેનું નામ ઋષભ પંત સાથે જોડવા લાગ્યા.
આ પહેલા પણ એવા ઘણા પ્રસંગો છે જ્યારે ઉર્વશીની પોસ્ટથી લોકોને તેના અને ઋષભ પંત વિશે વાત કરવાનો મોકો મળ્યો છે. ચાહકોને હવે ખુશી એ વાતની છે કે ઉર્વશી એક સારી અને મોટી ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છે.