બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Update Aadhaar Card Online for Free Last date 14 June 2024

કામની વાત / જલ્દી કરો! નહીંતર રહી જશો, Aadhaar Cardને લગતી આ સર્વિસ મળી રહી છે ફ્રીમાં, જાણો છેલ્લી તારીખ

Vidhata

Last Updated: 01:57 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UIDAI આધાર કાર્ડ ધારકોને જરૂરી માહિતીને મફતમાં અપડેટ કરવા માટે યુઝર-ફ્રેન્ડલી ઓનલાઈન પ્લેટફોર્મ ઓફર કરે છે. આધાર વિગતોને ઓનલાઇન અપડેટ કરવાની સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ રીત જાણી લો

આપણા દેશમાં ઓળખ માટે આધાર કાર્ડ બધે જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. બેંકમાં ખાતું ખોલાવવું હોય કે નવું સીમ કાર્ડ લેવું હોય, આધાર કાર્ડનો લગભગ દરેક જગ્યા પર ઉપયોગ થાય છે. એટલા માટે જરૂરી છે કે આપણા આધાર કાર્ડની વિગતો અપડેટેડ હોવી જોઈએ. જો જૂની કે ખોટી માહિતી હોય તો આપણને તકલીફનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આજે અમે તમને આધાર કાર્ડને લઈને એક ખાસ જાણકારી આપવા જઈ રહ્યા છીએ. વાત એમ છે કે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની તક મળી રહી છે. 

આધાર નોંધણી અને અપડેટ રેગ્યુલેશન્સ, 2016 હેઠળ, દરેક આધાર ધારકે દર 10 વર્ષે તેના આધાર કાર્ડમાં ઓળખ અને સરનામાનો પુરાવો અપડેટ કરવો જરૂરી છે. તેવી જ રીતે, 5 થી 15 વર્ષના બાળકો માટે બનાવેલા બ્લુ આધાર કાર્ડમાં બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તાજેતરમાં આધાર કાર્ડ અપડેટ અને દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2024 સુધી લંબાવી દીધી છે. જેથી આધાર કાર્ડ યુઝર્સ તેમના ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા દસ્તાવેજો અપડેટ કરી શકે.

જણાવી દઈએ કે UIDAI આધાર કાર્ડ ધારકોને જરૂરી માહિતીને મફતમાં અપડેટ કરવા માટે યુઝર-ફ્રેન્ડલી ઓનલાઈન પ્લેટફોર્મ ઓફર કરે છે. આધાર વિગતોને ઓનલાઇન અપડેટ કરવાની સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ રીત જાણી લો 

આધાર વિગતો કેવી રીતે અપડેટ કરવી?

  • સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ અને તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  • આ પછી ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરો અને પછી ડ્રોપ ડાઉન મેનૂમાંથી ‘Update Your Aadhaar’ વિકલ્પ પસંદ કરો.
  • હવે તમને ‘Update Aadhaar Details (Online)’ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે ‘Document Update’ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારો UID નંબર અને કેપ્ચા વેરિફિકેશન કોડ નાખો. હવે Send OTP વિકલ્પ પર ક્લિક કરો જેથી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ મળશે.
  • OTP દાખલ કરો અને પછી લોગિન કરો.
  • હવે તમે અપડેટ કરવા માંગો છો તે વસ્તી વિષયક વિગતો પસંદ કરો અને નવી માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.
  • જરૂરી ફેરફારો કર્યા પછી, Submit કરો અને તમારી અપડેટ રિક્વેસ્ટને સમર્થન આપવા માટે જરૂરી સ્કેન કરેલા દસ્તાવેજો પણ અપલોડ કરો.
  • આ પછી ‘Submit Update Request’ બટન પર ક્લિક કરો. સબમિશન દરમિયાન, તમને SMS માં Update Request Number (URN) નંબર પ્રાપ્ત થશે જેનો ઉપયોગ તમે તમારી રિક્વેસ્ટનાં સ્ટેટ્સને ટ્રૅક કરવા માટે કરી શકો છો.

જો કે, ધ્યાનમાં રાખો કે ચહેરાના ફોટોગ્રાફ, આઇરિસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ્સ જેવા બાયોમેટ્રિક ફીચર્સને વેરિફાઈ કરવાની જરૂર હોય છે. અને તેમના વેરિફિકેશન માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે.

બાયોમેટ્રિક ડિટેલ કેવી રીતે વેરિફાઈ કરવી?

  • સૌથી પ્રથમ તમારા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જાઓ. તમે વેબસાઇટ bhuvan.nrsc.gov.in/aadhaar/ પર આધાર લોકેટર દ્વારા કેન્દ્રને શોધી શકો છો.
  • આ પછી ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન અને ફોટોગ્રાફ જેવી તમારી બાયોમેટ્રિક માહિતી આપો.
  • હવે કેન્દ્ર પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અનુસાર અપડેટને પ્રમાણિત કરો.
  • વેરિફિકેશન માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
  • URN (Update Request Number) સાથે આપેલી એક્નોલેજમેન્ટ રસીદ મેળવો જેથી કરીને તમે તમારા બાયોમેટ્રિક અપડેટની સ્થિતિને ટ્રૅક કરી શકો.

વધુ વાંચો: ના હોય! વોટર ID વિના પણ મતદાન કરી શકાય? એ કઈ રીતે? સમજો

આધાર અપડેટ કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?

ઓળખના પુરાવા માટે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, સરકાર દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડ, માર્કશીટ, લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ જેવા દસ્તાવેજોમાંથી કોઈપણ એક હોવું આવશ્યક છે. આ સિવાય સરનામાના પુરાવા માટે બેંક સ્ટેટમેન્ટ (માત્ર 3 મહિના જૂનું), વીજળી અથવા ગેસ કનેક્શન બિલ (ફક્ત 3 મહિના જૂનું), પાસપોર્ટ, લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પ્રોપર્ટી ટેક્સની રસીદ (1 વર્ષથી જૂની નહીં), સરકાર દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડમાંથી કોઈ એક દસ્તાવેજ હોવો આવશ્યક છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ