બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Unknown cause of death of lovers living together as husband and wife, murder of girlfriend, boyfriend commits suicide months ago

તીસરા કૌન ? / પતિ-પત્ની તરીકે સાથે રહેલા પ્રેમીઓનાં મોતનું કારણ અકળ, પ્રેમિકાની હત્યા, પ્રેમીએ મહિના પહેલા કરી આત્મહત્યા

Mehul

Last Updated: 11:51 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા નરોડા વિસ્તારમાં પતિ-પત્નીના સ્વાંગમાં સાથે રહેતા બંનેમ પુરુષ -સ્ત્રી મિત્રનાં કેસમાં વધુ તાણા ગૂંથાઈ રહ્યા છે. પુરુષે મહિનાં પહેલા આત્મહત્યા કરી,હવે મહિલાની લાશ મળી

  • શૈલેશના આપઘાત પાછળનું કારણ કૈલાસ સાથેના સંબંધો ? 
  •  કૈલાસબહેનનો ફોન પંદર દિવસથી કોણે બંધ કર્યો હતો?
  •  એક મહિનાથી મહિલા ગુમ તો, હત્યા દસ દિવસ પહેલાં ?

નવા નરોડા વિસ્તારમાં પતિ-પત્નીના સ્વાંગમાં સાથે રહેતા બંનેમ પુરુષ -સ્ત્રી મિત્રનાં કેસમાં વધુ તાણા ગૂંથાઈ રહ્યા છે. પુરુષે મહિલા પહેલા નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. તો મહિલાની લાશ મળ્યાના પાંચ દિવસ પહેલાં મહિલાની હત્યા થઈ હોવાનો પોસ્ટમોર્ટમ ‌રિપોર્ટમાં ખુલાસો થતા પોલીસ માટે આ ઘટના કોઈ કોઈડાથી કમ નથી.  ફલેટનો દરવાજો  એક મહિનાથી  બહારથી બંધ હતો અને સાથે રહેતો યુવક શૈલેશ પરમાર તે   કૈલાસબહેનનો પતિ નહિ પણ પ્રેમી નીકળ્યો  છે. 

પોલીસના નાકે દમ 
 
 કેટલાક ગુનાનો ભેદ પોલીસ આસાનીથી ઉકેલી દેતી હોય છે, પરંતુ કેટલીક એવી ઘટનાઓ સમાજમાં બને છે, જેનો ભેદ ઉકેલવામાં પોલીસના નાકે દમ આવી જતો હોય છે. નવા નરોડામાં થોડા દિવસ પહેલાં કૈલાસબહેનની ઘાતકી હત્યાના રહસ્યમય કેસનો ભેદ ઉકેલવાનું પોલીસ માટે એક ચેલેન્જરૂપ સાબીત થઇ રહ્યું છે. કૈલાસબહેનના કહેવાતા પતિએ એક મહિના પહેલાં આપઘાત કરી લીધો તો લાશ મળ્યાના પાંચ દિવસ પહેલાં કૈલાસબહેનની હત્યા કોણે કરી તે સવાલનો જવાબ પોલીસ શોધી રહી છે. 

એક મહિનાથી તાળું,તો હત્યા પાંચ દિવસ પહેલા ?

તા. 3 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીમાં ગમે ત્યારે કૈલાસબહેનની હત્યા થઇ હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે, જ્યારે પોસ્ટમોર્ટમ ‌રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લાશ મળ્યાના પાંચ દિવસ પહેલાં કૈલાસબહેનની હત્યા કરવામાં આવી છે. પોલીસ માટે આ કેસ એટલે ચેલેજિંગ છે કે કૈલાસબહેનના ઘરે છેલ્લા એક મહિનાથી તાળું માર્યું હતું તો સવાલ એ ઊભો થાય છે કે શું કૈલાસબહેનને ઘરમાં ગોંધી રાખ્યાં હતાં. હાલ પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરીને કૈલાસબહેનની હત્યાની સાચી હકીકત જાણવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
 

20 દિવસથી ફોન જ બંધ    
નરોડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસ.એમ.ઠાકોરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. નવા નરોડા વિસ્તારમાં દેવનંદન સંકલ્પ સિટી નામની ફ્લેટની સ્કીમ આવેલી છે, જેમાં ફ્લેટના ‘ઇ’ બ્લોકના 404 નંબરનો ફ્લેટ બે વર્ષ પહેલાં મહેશભાઇ જોષીએ ખરીદ્યો હતો અને કૈલાસબહેન ઉર્ફે પૂજા ચૌહાણ નામની મહિલાને ભાડે આપ્યો હતો. કૈલાસબહેને બે મહિનાથી ભાડું આપ્યું હતું, જેથી તેમના ઘરે એક મહિનાથી તાળું હતું અને તેમનો ફોન પણ વીસેક દિવસથી બંધ હતો.

પ્રેમી પતિ તરીકે ઓળખાવી રહેતી હતી મહિલા 
     
કૈલાસબહેન પહેલાં દેવનંદન સંકલ્પ ‌સિટીના બીજા બ્લોકમાં ભાડેથી એકલાં રહેતાં હતાં, જોકે થોડા સમય પહેલાં શૈલેશ પરમાર નામના યુવક સાથે તેમને પ્રેમસંબંધ થઇ ગયો હતો, જેથી તેઓ બંને જણા પતિ-પત્ની બનીને દેવનંદન સંકલ્પ ‌સિટી ફ્લેટની સ્કીમના ઇન્ચાર્જ આશિષભાઇ નામના યુવકને મળ્યાં હતાં અને મોટો ફ્લેટ ભાડેથી લેવાની વાત કરી હતી. આશિષે તેમને ‘ઇ’ બ્લોકના 404નંબરનો ફ્લેટ ભાડે અપાવી દીધો હતો, જેનું ભાડું પાંચ હજાર રૂપિયા હતું.

કૈલાસના મોત પાછળ શૈલેશ નહીં, પરંતુ કોઈ અન્ય વ્યક્તિ ?

 નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નીરજ પટેલના જણાવ્યા અનુસાર કૈલાસબહેનની હત્યા શૈલેશ પરમારે નહીં, પરંતુ કોઇ અજાણી વ્યક્તિએ કરી છે. શૈલેશ પરમારે નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો. ત્યાર બાદ કૈલાસબહેનની હત્યા થઇ છે, કારણ કે શૈલેશ પરમારે ગત મહિને આપઘાત કર્યો છે, જ્યારે કૈલાસબહેનની હત્યા લાશ મળ્યાના પાંચ દિવસ પહેલાં થઇ છે. શૈલેશ અને કૈલાસ એકબીજાને પ્રેમ કરતાં હતાં અને પતિ-પત્નીનો સ્વાંગ રચીને સાથે રહેતાં હતાં. 

મહિનાથી બહાર તાળું માર્યું તે આખી ઘટનાનો મુખ્ય મુદ્દો છેઃ ફ્લેટના ઇન્ચાર્જ આશિષ તેમજ પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનાથી ‘ઇ’ બ્લોકના 404 ફ્લેટમાં તાળું માર્યું હતું, જેથી તમામને એવું લાગતું હતું કે કૈલાસબહેન ભાડું આપ્યા વગર નાસી ગયાં છે. આશિષે ભાડું લેવા માટે શૈલેશ પરમારને ફોન કર્યો ત્યારે જાણ થઇ કે શૈલેશ પરમારે આપઘાત કરી લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ