Devusinh Chauhan Statement News: કેન્દ્રીય મંત્રી કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા ગુસ્સે થયા, એકલા સરકાર કામ કરે તો સફળ ન થાય. દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છે
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દેવુસિંહ ચૌહાણે અધિકારીઓને ટકોર કરી
કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા ગુસ્સે થયા મંત્રીજી
દેવુસિંહ ચૌહાણની ટકોર બાદ અધિકારીઓ થયા દોડતા
જીઓર પાટી ગામ ખાતે તલાટી મંત્રીનો દેવુસિંહ ચૌહાણે ઉધડો લીધો
Devusinh Chauhan Statement : નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દેવુસિંહ ચૌહાણે અધિકારીઓને ટકોર કરી હતી. વાત જાણે એમ છે કે, ટંકારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ગુસ્સે થયા હતા. કેન્દ્રીય મંત્રી કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, અધિકારીઓ એમ સમજે છે કે, મોટા છે બધાથી ઉપર છે. એ શેના માટે ? ડેમોક્રેટિક સીસ્ટમ છે. અહીં કોઈની રાજાશાહી નથી.
નર્મદા જિલ્લામાં ટંકારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અધિકારીઓ પર કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, આપણા બધાનું કમિટમેન્ટ જનતા પ્રત્યેનુ છે. તમારે તમારા કામની જવાબદારી નિભાવવાની છે. અમે અમારી જવાબદારી નિભાવી પ્રજા વચ્ચે રહીએ છે. અમને પણ એમ થાય ઘરે બેસીએ પણ લોકો ભરોસો રાખે છે. લોકો ભરોસો રાખી દર 5 વર્ષે અમને ચૂંટે છે. આપણે જવાબદારીમાંથી છટકવાનું નથી. એકલા સરકાર કામ કરે તો સફળ ન થાય. દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છે.
દેવુસિંહ ચૌહાણની ટકોર બાદ અધિકારીઓ કાર્યક્રમમાં રહ્યા હાજર
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ટકોર બાદ અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. ગઈ કાલે ટંકારી ખાતે કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓ હાજર ન રહેતા ટકોર કરી હતી. કેન્દ્રીય મંત્રીએ ગઈકાલે અધિકારીઓ બાબતે કરેલ ટકોરની અસર જોવા મળી. આજે જીઓર પાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમમાં કલેક્ટર, અને ડીઆરડીએ અધિકારી હાજર રહ્યા હતા.
તલાટી મંત્રીનો દેવુસિંહ ચૌહાણે લીધો ઉધડો
આ તરફ અધિકારીઓની હાજરી બાદ કામગીરીને લઇ મંત્રી અકળાયા હતા. જીઓર પાટી ગામ ખાતે તલાટી મંત્રીનો દેવુસિંહ ચૌહાણે ઉધડો લીધો હતો. વિગતો મુજબ જાહેર સભામાં ગ્રામજનોને મંત્રીએ સવાલ કરતા મહીલાએ વાસ્તવિકતા કહી હતી. 1 મહિનાથી આવકનો દાખલો ન મળ્યાની ગ્રામજને ફરીયાદ કરતા મંત્રીએ તલાટીનો ઉધડો લીધો હતો. મંત્રી એ જાહેર મંચ પરથી કલેક્ટરને કહ્યું કે, ફોલોપ લો છે કે નહીં ? આ સાથે યાત્રા માટે આવેલ રથનો કોન્ટ્રાક્ટ રદ કરવા પણ દેવુસિંહે કલેક્ટરને આદેશ કર્યો હતો. તેમણે કહ્યું કે, બે દિવસ થી ફરું છું પણ રથમાં બતાવાતી ફિલ્મ બરાબર ચાલતી નથી.