બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Uday Kotak suggested to the government to print more currency notes to save the economy

ઈકોનોમી / અર્થવ્યવસ્થાને બચાવવા ઉદય કોટકે આપી સરકારને સલાહ, RBIએ કરવું જોઈએ આ એક કામ

Published By: Arohi

Last Updated: 06:56 PM, 27 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેરના કારણે ફરી એક વખત દેશમાં અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મહામારીના કારણે લગભગ 23 કરોડ લોકો ગરીબી રેખામાં શામેલ થઈ ગયા છે.

  • કોરોના મહામારીના કારણે 23 કરોડ લોકો ગરીબી રેખામાં શામેલ 
  • કોરોના મહામારીએ અર્થવ્યવસ્થા ખોરવી 
  • RBIએ અર્થવ્યવસ્થાને બચાવવા માટે વધુ કરન્સી છાપની જોઈએ 


કોટક મહિન્દ્રા બેન્કના ચેરમેન અને એમડી ઉદય કોટકે કહ્યું છે કે કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ખૂબ અસર પડી છે અને તેના સુધારવા માટે દેશમાં વધુ કરન્સી નોટ છાપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, "મારા મત અનુસાર સરકાર માટે આ સમય RBIની મદદથી પોતાની બેલેન્સ શીટને વધારવાની છે. RBIને તેના માટે વધુ કરન્સી નોટોને છાપવાની જરૂર છે. સમય આવી ગયો છે કે અર્થવ્યવસ્થાને સુધારવા માટે આપણે બને તેટલુ જલ્દી આ પગલાં લઈએ." 

લોકોની આર્થિક મદદ માટે કરવું પડશે આ કામ 
સાથે જ ઉદય કોટકે કહ્યું કે, "આ કામ કરતી વખતે બે વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે. એક એ કે જે ખૂબ ગરીબ છે તેમના સુધી મદદ પહોંચે અને જે સેક્ટરને કોરોના મહામારીના કારણે વધુ અસર પડી છે. તેમને આર્થિક મદદ કરવામાં આવે. જેના કારણે નોકરી કરતા લોકો પર કોઈ અસર ન પડે."

સરકારે GDPના એક ટકા ખર્ચ કરવાની જરૂર 
ઉદય કોટકે કહ્યું કે, "ગરીબોના ખાતામાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સ્ફર કરવા માટે સરકારને GDPના એક ટકા ખર્ચ કરવાની જરૂર છે. જેનાથી ગરીબી રેખાથી નીચેના લોકોની ખરીદ શક્તિને પણ મજબૂતી મળશે. સાથે જ મહામારીના સમયે ગરીબી રેખાથી નીચે રહેતા લોકોને સારી સારવાર અને મેડિકલ સહાયતા પણ મળે." 


 

સંકળાયેલા મુદ્દાઓ

Currency Economy Government RBI Uday Kotak ઈકોનોમી Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ