બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાત્રિના સમયે દીવ જવાનું ટાળજો! બે પર્યટકોને થયો કડવો અનુભવ, પોલીસે આદરી તપાસ
Last Updated: 10:07 PM, 7 November 2024
દીવમાં રાત્રિના સમય ફરવા જતા પ્રવાસીઓ માટે ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. કારણ કે દીવમાં પ્રવાસીઓ સાથે લૂંટની ઘટના બની છે. બોટાદથી દીવ ફરવા આવેલા બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા છે.
ADVERTISEMENT
રાત્રે દીવ ફરવા આવતા પ્રવાસીઓ ચેતજો!
બોટાદના ગઢડાથી બાઇક પર આવેલા પિતરાઇ ભાઇઓને લૂંટારૂઓએ લૂંટી લીધાની ફરિયાદ નોંધાઈ છે. હોટેલમાં રૂમ આપવાના બહાને 2 શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. જેના પગલે પોલીસને જાણ કરતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'નાની ઉંમરે કૌશલ્ય જોઈ અનહદ આનંદ', PM મોદીએ વડોદરાની દિવ્યાંગ ચિત્રકારને લખ્યો પત્ર, દિવાળી બની યાદગાર
3 મોબાઇલ, 11 હજાર રોકડાની લૂંટ
માંડવી ગામના અવાવરુ વિસ્તારમાં લૂંટારૂએ યુવકોને લઈ જઈ 3 મોબાઇલ, 11 હજાર રોકડ લૂંટી લીધા હતા. જે સમગ્ર ઘટનાની જાણ નવા બંદર મરીન પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, આ પ્રર્યટક સ્થળે આવા બનાવને લઈ પોલીસ કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.