બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'નાની ઉંમરે કૌશલ્ય જોઈ અનહદ આનંદ', PM મોદીએ વડોદરાની દિવ્યાંગ ચિત્રકારને લખ્યો પત્ર, દિવાળી બની યાદગાર
Last Updated: 09:34 PM, 7 November 2024
થોડા દિવસ અગાઉ વડોદરામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન આવ્યા હતા. ત્યારે રોડ શો દરમિયાન એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતી અને દિવ્યાંગ ચિત્રકાર દિયા ગોસાઈએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝને અદ્ભૂત તસવીર ભેટમાં આપી હતી. ત્યારે હવે PM મોદીએ દિલ્હીથી દિયાને શુભેચ્છા પત્ર લખ્યો છે.
ADVERTISEMENT
PM મોદીએ દિયાને શુભેચ્છા પત્ર લખ્યો
ADVERTISEMENT
જે પત્રમાં લખ્યું છે કે, 'તારી કુશળતા ઈચ્છું છું. વડોદરા રોડ શો દરમિયાન તારા તરફથી મનોહર ચિત્રોની ભેટ મેળવી અવર્ણીય આનંદ થયો. વધુમાં પત્રમાં લખ્યું છે કે, સ્પેનથી પધારેલા રાષ્ટ્રપતિ સાંચેઝ પણ તારા દ્વારા તૈયાર કરાયેલું આ સુંદર ચિત્ર નિહાળી ખૂબ ખૂશ થયા. આ પ્રકારની ભાવ અભિવ્યક્તિ સ્પેનના લોકો પ્રત્યેનો આપણા દેશનો લગાવ અને સ્નેહ વ્યકત કરે છે. આટલી નાનકડી વયે અસાધારણ પ્રતિભા અને કૌશલ્યની ઈશ્વરદત્ત કૃપા જોઈ અનહદ આનંદ થયો. તારી ચિત્રકળામાં એક ઉમદા કળાકાર તરીકેની છબી પ્રગટી આવે છે. જે રીતે ગુજરાતી યુવાવર્ગ અનેક ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કરી રહ્યા છે, ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે એવી મને ખાત્રી છે'.
'લાગણી અને આકર્ષક ચિત્ર બદલ આભાર'
વધુમાં લખ્યું છે કે, 'ભારતની વિકાસ યાત્રામાં મહત્વાકાંક્ષી યુવા વર્ગને પ્રાપ્ત તકો દ્વારા દેશવાસીઓનું જીવન વધુને વધુ સુખી અને સમૃદ્ધ બનશે. મને વિશ્વાસ છે કે વિકસિત ભારતના નિર્માણને સાકાર કરવામાં આપણો યુવા વર્ગ અગ્રણી ભુમિકા ભજવશે. મને આશા છે કે તું સર્જન અને લલિતકળા ક્ષેત્રોમાં આવા ખંત અને મહેનતથી પ્રદાન કરતી રહીશ. ફરી એક વખત તારી લાગણી અને આકર્ષક ચિત્ર બદલ આભાર'.
આ પણ વાંચો: 1 વર્ષના બાળક માટે મકાઈનો દાણો બન્યો જીવલેણ, સિવિલમાં આવ્યો ચેતવતો કેસ, અંતે ધણીનું ધાર્યું થયું
PM મોદીએ દિયાને શુભેચ્છા પણ પાઠવી
એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતી દિવ્યાંગ છાત્રા દિયાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝની તસવીર ભેટ આપ્યા પછી સતત તેના વખાણ થઈ રહ્યાં છે. સાથો સાથ તેની કલાની પણ હવે પરખ થઈ રહી છે. PM મોદીએ પણ દિવ્યાંગ દિયાના ભરપેટ વખાણ કર્યા છે. આ દિવાળી સમય મોકલેલા પત્રમાં દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.