બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two people died in an accident near Nandasan in Mehsana

કરુણાંતિકા / જોધપુર જતી બસનો મહેસાણામાં અકસ્માત, બે લોકોના નિધન: ત્રણ ક્રેનની મદદથી મુસાફરોને બચાવવામાં આવ્યા

Malay

Last Updated: 08:00 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident In Mehsana: મહેસાણાના નંદાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

  • મહેસાણા જિલ્લામાં લક્ઝરી બસનો અકસ્માત
  • અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું મોત
  • સુરત થી જોધપુર તરફ જતી હતી લક્ઝરી બસ

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, તે જ રીતે અકસ્માતોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. 

ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી 
મળતી માહિતી અનુસાર, સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસના ડ્રાઈવરે મહેસાણાના નંદાસણ નજીક અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જે બાદ રાહદારીઓના ટોળે ટોળા બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. ક્રેનની મદદ બસમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું મોત
આ દુર્ઘટનામાં 2ના કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. તો આ ભયાનક અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધયનીય છે કે, સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસમાં 18થી 20 જેટલા મુસાફરો સવાર હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ