બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / two new variants of corona virus included mu raised the concern of experts

મહામારી / કોરોનાના 2 અત્યંત ચેપી વેરિયન્ટની દસ્તક, નવા સ્ટ્રેનની શક્તિથી વૈજ્ઞાનિકો ફફડ્યાં, શરુ કર્યું મોટું કામ

Hiralal

Last Updated: 05:00 PM, 1 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં કોરોનાના નવા બે મ્યૂ અને B.1.621 નામના નવા સ્ટ્રેન સામે આવતા વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે.

  • મ્યૂ અને B.1.621 નામના નવા સ્ટ્રેન સામે આવ્યાં
  • વેક્સિનને પણ થાપ આપી શકવાની તાકાત ધરાવે છે
  • વિશ્વ આરોગ્ય સંગઠને આપી મોટી ચેતવણી

વિશ્વ આરોગ્ય સંગઠનના બે વૈજ્ઞાનિકો મ્યૂ નામના એક નવા પ્રકારના કોરોનાના વેરિયન્ટ પર નજર રાખી રહ્યાં છે જેની ઓળખ સૌથી પહેલા જાન્યુઆરી 2021 માં કોલંબિયામાં થઈ હતી. આ વેરિયન્ટને વૈજ્ઞાનિક રીતે B.1.621 તરીકે ઓળખવામાં આવે છે. 

મંગળવારે જારી થયેલા WHOના બુલેટીનમાં જણાવાયું કે હાલમાં દુનિયામાં કોરોનાના આ બે વેરિયન્ટ ધુમ મચાવી રહ્યાં છે. આ બન્ને વેરિયન્ટ કોરોનાના મૂળ સ્ટ્રેન કરતા ઘણા ઘાતક છે. 

WHO એ કહ્યું કે વેરિયન્ટમાં મ્યુટેશન છે જે વેક્સિનને બેઅસર કરવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારપૂર્વક કહ્યું કે તેને સારી રીતે સમજવા માટે હજુ વધારે સંશોધનની જરુર છે. Mu વેરિયન્ટમાં મ્યુટેશનનું એક constellation  છે જે વેક્સિનને થાપ આપી શકે છે. 

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાના અત્યંત ખતરનાક C.1.2 સ્ટ્રેનને ઓળખી કાઢ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવા વેરિયન્ટમાં ઘણા બધા મ્યુટેશનો દેખાયા છે. સૌથી પહેલા દક્ષિણ આફ્રિકી પ્રાંત પુમાલંગામાં મે મહિનામાં આ સ્ટ્રેનની ઓળખ થઈ હતી. 

3 ઓગસ્ટ સુધી આ નવો સ્ટ્રેન આફ્રિકાના 9 પ્રાંતોમાં જોવા મળ્યો છે. તેની સાથે કોંગો, મોરિશસ, પોર્ટુગલ, ન્યૂઝીલેન્ડ અને સ્વિઝરલેન્ડમાં પણ ફેલાયો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે વાયરસના મ્યુટેશનનને કારણે સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે એન્ટીબોડીને થાપ આપવામાં પણ વાયરસ ભારે પાવરધો છે. 

વૈજ્ઞનિકોનું કહેવું છે કે પહેલી લહેરમાં કોરોનાનો C.1 વેરિએંટ સામે આવ્યો હતો. તેની તુલનામાં આ C.1.2 વેરિએંટ વધારે ઘાતક છે અને તેમા ઘણા બદલાવો જોવા મળ્યા છે. જેથી આજ કારણોસર આ વેરિએંટને હાલ સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે.

વેક્સિન પર આ વેરિએંટ સામે નિષ્ફળ 

અત્યાર સુધીમાં કોરોનાના જેટલા વેરિએંટ સામે આવ્યા તેની તુલનામાં C.1.2 વેરિએન્ટમાં સૌથી વધારે મ્યૂટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વેરિએંટ લોકો માટે અત્યાર સુધીનો સૌથી ધાતક વેરિએંટ સાબિત થઈ શકે છે. કારણકે તેના પર વેક્સિન પણ અસરકારક નથી. 

મ્યૂટેશન રેટ 41.8 ટકા પ્રતિવર્ષ 

ઉલ્લેખનીય છે કે એક સ્ટડી પ્રમાણે C.1.2 વેરિએંટનો મ્યૂટેશન રેટ 41.8 પ્રતિ વર્ષ છે. વૈજ્ઞાનિકોને આ વેરિએંટમાંથી મ્યૂટેશન N440K અને Y449H મળ્યા છે. આ વેરિએંટ એવા દર્દીઓમાં પણ જોલવા મળ્યો છે. જેમનામાં આલ્ફા અને બીટા વેરિએંટ સામે એન્ટિબોડી વિકસીત થઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus corona india india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા કોરોના મહામારી કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ