બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / tuesday upay what are the of bajrangbali life success mantra hanuman chalisa

ધર્મ / હનુમાનજીની આ 8 સિદ્ધિઓમાં છૂપાયેલ છે જીવનની સફળતાના મંત્ર, તમે પણ જાણીને દંગ રહી જશો!

Manisha Jogi

Last Updated: 11:02 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કળયુગમાં હનુમાનજીની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. દરેક વ્યક્તિ ભગવાન હનુમાનની દૈવી શક્તિઓ વિશે જાણે છે. આ શક્તિઓને હનુમાનજીની આઠ સિદ્ધિઓ કહેવામાં આવે છે.

  • ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય
  • હનુમાનજીની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે
  • હનુમાનજીએ પ્રાપ્ત કરી હતી આઠ સિદ્ધિઓ

મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે, કળયુગમાં હનુમાનજી જાગૃત દેવતા છે. કળયુગમાં હનુમાનજીની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. દરેક વ્યક્તિ ભગવાન હનુમાનની દૈવી શક્તિઓ વિશે જાણે છે. આ શક્તિઓને હનુમાનજીની આઠ સિદ્ધિઓ કહેવામાં આવે છે. જેનું હનુમાન ચાલીસામાં વર્ણન કરવામાં આવ્યું છે. 

હનુમાનજીની આઠ સિદ્ધિ
અણિમા- અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય તો શરીરને એક ક્ષણમાં નાનું અથવા મોટું થઈ શકે છે. શરીરને ખૂબ જ સૂક્ષ્મ બનાવી શકાય છે. આ સિદ્ધિને કારણે હનુમાનજી રામાયણકાળમાં કોઈપણ સમયે પોતાના શરીરનું કદ વધારી  કે ઘટાડી શકતા હતા.

લઘિમા- આ સિદ્ધિથી હનુમાનજી તેમના શરીરનું વજન ઓછું અને વધુ કરી શકતા હતા. આ સિદ્ધિ મેળવવાથી વિશાળ શરીરનું વજન નાની કીડીના શરીરના વજન જેટલું થઈ શકે છે.

ગરિમા- આ સિદ્ધિથી શરીરનું વજન એક વિશાળ પર્વત સમાન થઈ શકે. આ સિદ્ધિ પ્રાપ્ત કરીને વિકરાળ શરીર બની શકે છે. રામાયણ કાળમાં હનુમાનજીએ ઘણા રાક્ષસોને હરાવ્યા હતા. માત્ર રામાયણ કાળમાં જ નહીં, પરંતુ હનુમાનજીએ મહાભારતમાં પણ પોતાની પૂંછડીનો ભાર ભીમ પર મૂકીને તેનું અભિમાન ચૂરચૂર કર્યું હતું.

પ્રાપ્તિ- આ સિદ્ધિથી અદ્રશ્ય વસ્તુઓ જોઈ શકાય છે. વ્યક્તિ પશુ-પક્ષીઓની ભાષા સમજી શકે છે અને તેમની સાથે વાત પણ કરી શકે છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરીને, હનુમાનજીએ રામેશ્વરમથી લંકા તરફ જતી વખતે ઘણા અદ્રશ્ય રાક્ષસોને ઓળખીને તેમને પાઠ ભણાવ્યા હતા.

પ્રાકામ્ય- આ સિદ્ધિથી વ્યક્તિ ક્ષણભરમાં કોઈપણ સમયે આવી શકે છે અને જઈ શકે છે, આકાશમાં ઉડી શકે છે અને શ્વાસ લીધા વિના પાણીની નીચે પણ ઘણા કલાકો સુધી રહી શકે છે. રામાયણકાળમાં હનુમાનજી આકાશી માર્ગેથી મુસાફરી કરતા હતા. સુષેણ વૈદ્યના કહ્યા પ્રમાણે સૂર્યોદય પહેલા સંજીવની વનસ્પતિનો આખો પર્વત લઈને આવી ગયા હતા.

ઈશિત્વ- આ સિદ્ધિથી વ્યક્તિ કોઈપણ વ્યક્તિ પર નિયંત્રણ મેળવી શકે છે. આ સિદ્ધિના કારણે હનુમાનજીએ રામાયણકાળમાં વાનર સેનાનું નેતૃત્વ કર્યું અને તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું.

વશિત્વ- હનુમાનજીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરીને, તમામ ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખ્યું હતું. આ સિદ્ધિથી કોઈપણ વ્યક્તિને પોતાના વશમાં કરી લેતા હતા. આ સિદ્ધિ પ્રાપ્ત કરીને મન પર નિયંત્રણ રાખીને કોઈપણ ક્ષેત્રે વિજય મેળવી શકાય છે.

મહિમા- આ સિદ્ધિથી હનુમાનજી પોતાનું શરીર મોટું કરતા હતા. આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજીએ લંકા પાર કરતા સમયે સુરસાને હરાવ્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત કરવાથી વ્યક્તિ કોઈપણ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ