ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ''...તો ઈરાન સાથે યુદ્ધની સંભાવના ઓછી'', ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પનું મોટું નિવેદન

વર્લ્ડ / ''...તો ઈરાન સાથે યુદ્ધની સંભાવના ઓછી'', ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પનું મોટું નિવેદન

Published By: Jinal Chauhan

Last Updated: 08:29 AM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વાતચીત આગળ વધશે અને મજબૂત સમજૂતી થશે તો ફરી યુદ્ધમાં ઉતરવાની શક્યતા ઓછી છે.

ADVERTISEMENT

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને ઝટકો લાગ્યા બાદ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. ઈરાન સાથે ચાલી રહેલા ટકરાવને લઈને તેમણે વાતચીતથી ઉકેલની આશા વ્યક્ત કરી છે. જોકે, ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ હજી ખુલ્લો રાખ્યો છે. ઈરાનને પરમાણુ હથિયાર મેળવતું અટકાવવાના પોતાના નિર્ણય પર તેઓ અડગ છે. બીજી તરફ, અમેરિકન સેનાની તૈયારી અને ઈરાનના મહત્વના માળખાંને નિશાન બનાવવાની વાત કરીને તેમણે દબાણ પણ જાળવી રાખ્યું છે.

ઈરાન સાથે મજબૂત સમજૂતી થશે તો ફરી યુદ્ધની શક્યતા ઓછી

ઈરાન સાથે ફરી સૈન્ય કાર્યવાહી કરવાની શક્યતા અંગે ટ્રમ્પે કહ્યું કે તે ઈરાન સાથે થનારી સમજૂતી પર આધાર રાખે છે. જો બંને દેશો વચ્ચે મજબૂત કરાર થાય તો અમેરિકાને ફરી યુદ્ધમાં ઉતરવાની જરૂર પડવાની શક્યતા ઓછી છે.ટ્રમ્પના નિવેદનથી ઈરાન સાથેના ટકરાવમાં વાતચીત દ્વારા ઉકેલ લાવવાની આશા દેખાઈ રહી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે સમજૂતી ન થાય તો સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ બંધ કરવામાં આવ્યો નથી.

trump-normal

પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની સામુદ્રધુની પર ચર્ચા

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની સામુદ્રધુની ફરી ખોલવાનો મુદ્દો મહત્વનો છે. આ બંને મુદ્દાઓ પર સમજૂતી થાય છે કે નહીં તેના આધારે આગળની સ્થિતિ નક્કી થઈ શકે છે.ટ્રમ્પે અગાઉ પણ ઈરાન સાથેની વાતચીતમાં પ્રગતિ થઈ હોવાનો દાવો કર્યો હતો. તેમણે ફરી એકવાર કહ્યું કે અમેરિકા ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં. આ મુદ્દે અમેરિકાનું વલણ બદલાયું નથી.

વાતચીતની આશા વચ્ચે હુમલાની તૈયારીનો પણ દાવો

ઈરાન સાથે વાતચીત આગળ વધવાની આશા વ્યક્ત કરવા છતાં ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી અંગે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકાની સેના આ વિસ્તારમાં સંપૂર્ણ રીતે તૈયાર છે.ટ્રમ્પના દાવા પ્રમાણે, અમેરિકાએ ઈરાનના 38 પુલ સહિત અનેક મહત્વના માળખાંને નિશાન બનાવ્યાં છે. તેમના જણાવ્યા મુજબ, આ માળખાંને એક કલાકમાં નષ્ટ કરી શકાય છે.જોકે, ટ્રમ્પે ઈરાનના બાંધકામ અને માળખાંને નષ્ટ કરવાની ઇચ્છા ન હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા માળખાં ફરી ઊભાં કરવામાં લગભગ 10 વર્ષ લાગી શકે છે. સાથે જ અમેરિકન સેનાએ ઈરાનને સૈન્ય સ્તરે મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો હતો.

મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીને મોટો ઝટકો

અમેરિકામાં 3 નવેમ્બરે યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીએ પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં બહુમતી મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પરિણામથી કોંગ્રેસ પર રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ ખતમ થયું છે.ચૂંટણીમાં ટ્રમ્પે પોતાની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. તેમ છતાં પરિણામો તેમની પાર્ટીની તરફેણમાં ન આવતાં તેમને રાજકીય નુકસાન થયું છે.ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ચૂંટણીના પરિણામોને અમેરિકાને પાછળ લઈ જનારાં ગણાવ્યાં હતાં. સાથે જ શેરબજારમાં એક જ દિવસમાં 3 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ કોણ બનશે ઈઝરાયલના વડાપ્રધાન? રાષ્ટ્રપતિએ આપ્યું સરકાર રચવાનું આમંત્રણ, ઈરાનને ચેતવણી

ચૂંટણી બાદ ટ્રમ્પ પર વધશે રાજકીય દબાણ

મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને મળેલી સફળતા બાદ અમેરિકન સંસદમાં તેની સ્થિતિ મજબૂત બની છે. હવે ટ્રમ્પ સરકારના નિર્ણયો પર વધુ સવાલો ઊભા થઈ શકે છે.ઈરાન સાથેનું યુદ્ધ, સરકારી ખર્ચ અને અમેરિકામાં આવનારા લોકો સાથે જોડાયેલા નિયમો જેવા મુદ્દાઓ પર સરકારને જવાબ આપવો પડી શકે છે. સંસદની સમિતિઓ સરકારી અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરી શકે છે અને સરકારના નિર્ણયો અંગે તપાસ પણ કરી શકે છે.આવી સ્થિતિમાં ઈરાન સાથેનો ટકરાવ ટ્રમ્પ માટે વિદેશ નીતિની સાથે ઘરઆંગણે રાજકીય પડકાર પણ બની શકે છે. એક તરફ તેઓ વાતચીતથી ઉકેલની આશા રાખી રહ્યા છે, તો બીજી તરફ સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. હવે ઈરાન સાથેની વાતચીત કઈ દિશામાં આગળ વધે છે અને બંને દેશો મજબૂત સમજૂતી સુધી પહોંચે છે કે નહીં તેના પર નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Iran Iran War News Gujarati smachar

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ