બ્રેકિંગ ન્યુઝ
VTV / Truecaller data available for sale on dark web
Truecaller એક જાણીતી એપ છે અને કદાચ તમે પણ એનો ઉપયોગ કરતા હશો. એક રિપોર્ટ પ્રમાણે Truecaller ના યૂઝર્સ ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યો છે. આ ડેટામાં યૂઝર્સનું નામ, ઇમેલ એડ્રેસ અને ફોન નંબર્સ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં ટ્રૂ કોલરનો જેટા લીક કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ રિપોર્ટ એક સાઇબર સિક્યોરિટી એક્સપર્ટના હવાલાથી છે જેને ET એ પહેલો રિપોર્ટ કર્યો છે. આ સાઇબર એક્સપર્ટ જે છે એ ડાર્ક વેબમાં ચાલી રહેલ આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે. આ રિપોર્ટમાં એમને કહ્યું કે Truecaller ના ભારતીય યૂઝર બેસમાંથી લગભગ 60-70 ટકા ડેટા વેચવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે અહીંયા Truecallerના યૂઝર્સની સંખ્યા 140 મિલિયન છે.
ADVERTISEMENT
આ સિક્યોરિટી રિસર્ચે કહ્યું છે કે યૂઝર્સનો ડેટા ડાર્ક વેબ પર લગભગ 2000 યૂરોમાં વેચવામાં આવી રહ્યો છે. ગ્લોબલ યૂઝર્સનો ડેટા 25000 ડોલરમાં વેચવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
કેટલાક યૂઝર્સ પોતાના અકાઉન્ટની સાથે છેડછાડ કરી રહ્યા છે. એને લઇને કંપની એવું કન્ફર્મ કરી શકે છે કે કોઇ સંવેદનશીલ યૂઝર ઇન્ફોર્મેશન નિકાળવામાં આવી નથી, ખાસ કરીને યૂઝર્સનું પેમેન્ટ અને આર્થિક જાણકારી.
જો કે કંપનીના આ દાવા બાદ પણ સાઇબર એક્સપર્ટનું માનવું છે કે આટલા મોટા પાયા પર ડેટા ટ્રૂ કોલરનો ડેટાબેસ બ્રીચ કરીને એકત્રિત કરી શકાય છે. આવું એટલા માટે કારણ કે આ પહેલી વખત નથી જ્યારે ટ્રૂ કોલરનો ડેટા બેઝ ચોરી થઇ રહ્યો હોય. આ પહેલા પણ ડેટા ચોરી થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.