બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / Tech & Auto / Technology / VIDEO : Google Gemini કશું મુકતું નથી, બનાવતી વખતે ફોટામાં છોકરીનો આ ભાગ પણ આવ્યો, આઘાતજનક
Last Updated: 02:13 PM, 15 September 2025
આજકાલ Google Gemini ટૂલમાંથી 3ડી તસવીરો અને ફોટા બનાવીને અપલોડ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકોએ એઆઈ ટૂલથી મદદથી પોતાના 3ડી ફોટા બનાવી રહ્યાં છે જેમાં મહિલાઓ અને છોકરીઓ સાડીમાં 3ડી તસવીરો બનાવી રહી છે પરંતુ આવી તસવીરો બનાવતી વખતે લોકોએ સાવધ થઈ જવાની જરુર છે નહીંતર તમારી તસવીર ખરાબ પણ બની શકે છે.
ADVERTISEMENT
શરીર ઉપરનો તલ પણ 3ડી ઈમેજમાં આવી ગયો
ADVERTISEMENT
ઝલકભવની નામની છોકરીએ પોતાની સાથે બનેલી આખી ઘટના શેર કરી છે. તેણે કહ્યું કે મેં પણ ગૂગલ જેમિની ટૂલની મદદથી મારી સાડીમાં તસવીર બનાવી પરંતુ આવું કરવા જતાં મારી સાથે એક આઘાતજનક ઘટના બની હતી. મને આ તસવીર ખૂબ જ આકર્ષક લાગી અને મેં તેને મારા ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી. પણ પછી મને કંઈક વિચિત્ર લાગ્યું - જનરેટ કરેલી છબીમાં મારા ડાબા હાથ પર એક તલ છે, જે ખરેખર મારા વાસ્તવિક જીવનમાં છે. મેં અપલોડ કરેલી મૂળ તસવીરમાં તલ નહોતો.
શરીર પર તલ છે તેની જેમિનીને કેવી રીતે ખબર પડી?
ADVERTISEMENT
આ છોકરીએ AIની ચોક્કસાઈ પર સવાલ ઉઠાવ્યાં હતા. તેણે કહ્યું કે જેમિનીને કેવી રીતે ખબર પડી કે મારા શરીરના આ ભાગ પર તલ છે? તમે તલ જોઈ શકો છો - તે ખૂબ જ ડરામણી અને ભયાનક છે. મને હજુ પણ ખાતરી નથી કે આ કેવી રીતે બન્યું, પરંતુ હું આ તમારા બધા સાથે શેર કરવા માંગુ છું. કૃપા કરીને સાવચેત રહો. તમે સોશિયલ મીડિયા અથવા AI પ્લેટફોર્મ પર જે પણ અપલોડ કરો છો, ખાતરી કરો કે તમે સુરક્ષિત રહો.
ADVERTISEMENT
3D ડિજિટલ ફોટો બાદ નવો ટ્રેન્ડ શરુ
લોકોમાં હવે હવે 3D ડિજિટલ ફોટો બાદ એક સ્ટેપ આગળ વધીને નવરાત્રિ માટે સ્પેશિયલ ઈમેજ બનાવવાનું ઘેલુ લાગ્યું છે. આ પણ ગૂગલ Gemini ટૂલની મદદથી ફોટો બનાવી શકાય છે. બે દિવસથી આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો પોતાનો નવરાત્રિ સ્ટાઈલમાં ફોટો બનાવીને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવી સોશિયલ નેટવર્કિગ સાઈટ પર અપલોડ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.