બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Transgender faces many problems in men's and women's toilets

રજૂઆત / પુરુષ અને સ્ત્રીના શૌચાલયમાં ટ્રાન્સજેન્ડરને અનેક તકલીફ, આ માંગ સાથે ગુજ. હાઈકોર્ટમાં અરજી, પક્ષકારોને નોટિસ પણ ઈશ્યૂ

Vishal Khamar

Last Updated: 06:18 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાન્સજેન્ડર માટે અલગ શૌચાલયની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થયેલી જાહેરાત બાદ પણ શૌચાલય ન બન્યાની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

  • ટ્રાન્સજેન્ડર માટે અલગ શૌચાલયની માગ
  • શૌચાલયની માગ સાથે હાઈકોર્ટમાં અરજી
  • 16 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે

રાજ્યમાં જાહેર સ્થળોએ ટ્રાન્સજેન્ડર માટે અલગ શૌચાલયની માંગ સાથે હાઈકોર્ટમાં  અરજી કરવામાં આવી હતી. ત્યારે પુરૂષ અને સ્ત્રીનાં શૌચાલયમાં ટ્રાન્સજેન્ડરને અનેક તકલીફ પડતી હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થયેલી જાહેરાત બાદ પણ અલગ શૌચાલય બન્યા નથી તેવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. 
વધુ સુનાવણી 16 જૂનનાં રોજ હાથ ધરાશે
જાહેર સ્થળોએ ટ્રાન્સજેન્ડર માટે કોઈ અલગ વ્યવસ્થા ન હોવાનાં કારણે અરજદાર દ્વારા આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી છે. ત્યારે આ મુદ્દે કોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશો આપે તેવી અરજદારની માંગણી છે. હાઈકોર્ટ દ્વારા પ્રાથમિક રીતે અરજી સ્વીકારી છે. તેમજ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર સહિતનાં પક્ષકારોને નોટિસ પણ ઈશ્યું કરી છે. હવે આ મુદ્દે વધુ સુનાવણી 16 જૂનનાં રોજ હાથ ધરવામાં આવશે.

વીલવ ભાટિયા (અરજદારના વકીલ)

દિલ્હીમાં પણ આ બાબતે  PIL કરવામાં આવી છેઃ અરજદારનાં વકીલ
આ બાબતે અરજદારનાં વકીલ વીલવ ભાટિયાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં જે PIL કરવામાં આવી છે.  જેમાં ટ્રાન્સજેન્ડર જે કોમ્યુનિટી હોય છે જેને થર્ડ જેન્ડર પણ કહેવાય છે. તો તેના માટે એક સેપ્રેટ ડેઝીગ્નેનેડ ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનમાં પણ તેનો ઉલ્લેખ કરેલો છે કે ટ્રાન્સજેન્ડર માટે એટ સેપ્રેટ ડેઝીગ્નેટેડ ટોયલેટ હોવું જોઈએ. અને દિલ્હી હાઈકોર્ટમાં પણ આ પ્રકારની PIL થયેલી છે. અને તેમાં ઓર્ડર પણ થયેલો છે. જેમાં 500 ટોયલેટ બાંધવાનો ઓર્ડર થયો છે. જેમાં 10 થી 11 ટોયલેટ બંધાઈ પણ ગઈ છે. અને તે મેટર પેન્ડીંગ છે.   તેમજ તેમાં દરેક હિયરીંગ પર રિપોર્ટ કરવાનો હોય છે.  કે આમાં કેટલું ડેવલપમેન્ટ થયું. કેટલી ટોયલેટ બંધાઈ. ત્યારે હાલ તો કોર્ટે નોટીસ ઈશ્યું કરેલી છે. તેમજ વધુ સુનાવણી 16 જૂનનાં રોજ હાથ ધરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ