બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / tourist plane crash in france 4 family members among 5 killed

દુર્ઘટના / ફ્રાન્સમાં પ્લેન ક્રેશ: એક જ પરિવારનાં 4 સહિત કુલ 5 લોકોનાં મોત, ફાયર વિભાગની 60 ગાડીઓ લાગી કામે

Mayur

Last Updated: 08:34 AM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સમાં શનિવારે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. ફ્રેન્ચ આલ્પ્સમાં પ્રવાસી વિમાન ક્રેશ થતા એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયા હતા.

  • ફ્રાન્સમાં ભયાનક વિમાન દુર્ઘટના
  • એક જ પરિવારના ચાર સભ્યોના મોત
  • યર બ્રિગેડની 60 ગાડીઓને કામે લગાડવામાં આવી

ફ્રાન્સમાં શનિવારે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. ફ્રેન્ચ આલ્પ્સમાં પ્રવાસી વિમાન ક્રેશ થતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. આ વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તેમાં એક જ પરિવારના ચાર લોકો હતા. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 60 ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. બળેલા પાંચ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.

વિમાન ઉડાન ભર્યાની થોડી જ વારમાં ક્રેશ થયું હતું

શનિવારે એક પ્રવાસી વિમાન ફ્રેન્ચ આલ્પ્સમાં ક્રેશ થયું હતું. વિમાને દક્ષિણપૂર્વ ફ્રાન્સમાં ગ્રેનોબલ નજીક વર્સૌદ એરફિલ્ડથી ઉડાન ભરી હતી. પરંતુ વિમાન ઉડાન ભર્યાની થોડી જ વારમાં ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લેન લગભગ અડધા કલાક સુધી ઉડાન ભરી હતી. પરંતુ આકાશમાં પહોંચ્યા બાદ થોડી જ વારમાં પ્લેન ક્રેશ થયું અને નીચે આવી ગયું. ટૂંક સમયમાં જ આખું વિમાન કાટમાળમાં ફેરવાતા પહેલા આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

લોકોએ ઈમરજન્સી સેવાને આપી માહિતી

દુર્ઘટનાના સાક્ષીઓએ પ્રવાસી વિમાનના ક્રેશ અંગે ઈમરજન્સી સેવાઓને જાણ કરી હતી. ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઇમરજન્સી સેવાના સ્વયંસેવકોએ પ્લેનના સળગેલા કાટમાળમાંથી ચાર પુખ્ત વયના લોકો અને એક બાળકના મૃતદેહને બહાર કાઢ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટુરિસ્ટ પ્લેનમાં એક જ પરિવારના ચાર લોકો સવાર હતા, જેમને બચાવી શકાયા નથી.

ફાયરની 60 ગાડીઓ તૈનાત 

આગને કાબુમાં લેવા માટે 60 જેટલા ફાયર વિભાગના વાહનો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રેનોબલ પ્રોસિક્યુટર્સે સમગ્ર દુર્ઘટનામાં શું શું થયું તેની તપાસનો આદેશ આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ