બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Total Solar Eclipse Today: Why India's Sun Satellite Won't Catch A Glimpse

ખગોળીય ઘટના / ભારતનો આદિત્ય L1 સેટેલાઈટ પણ ચૂકી ગયો સૂર્યગ્રહણ, નજીક હતો તોય નહીં, આ રહ્યું કારણ

Hiralal

Last Updated: 10:01 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યના અભ્યાસ માટે ભારત દ્વારા છોડવામાં આવેલો સેટેલાઈટ આદિત્ય એલ1 પણ આજે થયેલું સંપૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શક્યો નહોતો.

આજે સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું જોકે તે આખી દુનિયામાં દેખાયું નહોતું. ઉત્તર અમેરિકા, મેક્સિકો, કેનેડા સહિતના બીજા કેટલાક દેશોમાં તે દેખાયું હતું પરંતુ આ બધામાં મજાની વાત એ છે કે ભારતે સૂર્યના અભ્યાસ માટે 15 લાખ કિલોમીટર દૂર સેટ કરેલો આદિત્ય L1 સેટેલાઈટ પણ આ વખતનું સંપૂર્ણ સૂર્યગ્રહણ ચૂકી ગયો હતો. આદિત્ય L1ને સૂર્યગ્રહણ દેખાવું જોઈતું હતું તેમ છતાં પણ તેને ન દેખાયું તેનું કારણ સામે આવ્યું છે. 

વધુ વાંચો : આજે વર્ષનું પહેલું સૌથી પહેલું અને લાંબુ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં કેવી થશે અસર, સૂતક લાગશે કે નહીં?

આદિત્ય L1એ કેમ મિસ કર્યું સૂર્યગ્રહણ
આદિત્ય L1ને એવે ઠેકાણે મૂકવામાં આવેલો છે કે જે આખું વર્ષ અને રાત દિવસ સૂર્યનો નજારો દેખાડે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ એવું ઠેકાણું પસંદ કર્યું કે જે સૂર્યગ્રહણને કારણે આદિત્ય L1નો માર્ગ ન અવરોધાઈ જાય તેવું ઠેકાણું ભારતીય વૈજ્ઞાનિકોએ પસંદ કર્યું છે. Aditya L1 અવકાશયાન સૂર્યગ્રહણ ન જોઈ શકવાનું બીજું કારણ એ છે કે L1 point પર Aditya L1ની પાછળ ચંદ્ર છે અને પૃથ્વી પરથી દેખાનાર સૂર્યગ્રહણની તે સ્થળે ઝાઝી અસર નહીં પડે. 

આદિત્ય એલ1 સેટેલાઈટ પોતાનું નકલી સૂર્યગ્રહણ સર્જે છે 
હકીકત તો એવી છે આદિત્ય એલ1 સેટેલાઈટ પોતાનું નકલી સૂર્યગ્રહણ સર્જે છે જેના સહારે તે સૂર્યનો સારી રીતે અભ્યાસ કરી શકે છે. 

પૂર્ણ સૂર્યગ્રહણ ક્યારે થાય છે?
જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, જેના કારણે પૃથ્વીના એક ભાગમાં સંપૂર્ણ અંધારું થઈ જાય છે, ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Solar Eclipse Total Solar Eclipse સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ ન્યૂઝ Total Solar Eclipse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ