બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Today the idol of Lord Ramlala will be seated in the sanctum sanctorum

રામ મંદિર અયોધ્યા / આજે ગર્ભગૃહમાં વિરાજમાન થશે ભગવાન રામલલાની મૂર્તિ, લેવાશે ક્રેનનો સહારો, જાણો વિગત

Pooja Khunti

Last Updated: 08:30 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામલલાની મૂર્તિ રામ મંદિરનાં પરિસરમાં પહોંચી ગઈ છે. આ મૂર્તિ આજે ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બુધવાર રાત્રે ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને લાવવામાં આવી હતી.

  • રેલવે આસ્થા સ્પેશિયલ ટ્રેન ચલાવશે
  • રામલલાને પાલખીમાં મંદિર પરિસરની યાત્રા કરાવવામાં આવી હતી 
  • પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિમાં મુખ્ય યજમાન એક કપલ બન્યું

રામલલાની મૂર્તિ રામ મંદિરનાં પરિસરમાં પહોંચી ગઈ છે. આ મૂર્તિ આજે ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બુધવાર રાત્રે ક્રેનની મદદથી રામલલાની મૂર્તિને લાવવામાં આવી હતી. રામ લલ્લાના અભિષેક પહેલા તેમની બેઠક પણ તૈયાર કરવામાં આવી છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચું છે. જે મકરાણા પથ્થરથી બનેલું છે.

મંદિર નિર્માણ કાર્ય પૂર્ણઃ નૃપેન્દ્ર મિશ્રા
મંગળવારે સવારે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.રામલલાના મંદિરમાં ગર્ભગૃહ હશે, અહીં પાંચ મંડપ હશે. મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. જો કે મંદિરના પહેલા માળે હજુ પણ અમુક કામ બાકી છે. અહીં રામ દરબાર યોજાશે. મંદિરનો બીજો માળ ધાર્મિક વિધિઓ માટે છે. અહીં વિવિધ પ્રકારના યજ્ઞો અને અનુષ્ઠાન થશે. તેમણે જણાવ્યું કે શુભ સમય 22મી જાન્યુઆરીના રોજ બપોરે 12.30 વાગ્યે હશે. આ પહેલા પૂજા વિધિ શરૂ કરવામાં આવી છે.

મહેમાનોને આમંત્રણ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે
રામલલાના અભિષેક સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને આમંત્રણ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, દેશભરમાંથી સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી દરેક અયોધ્યામાં હાજર રહેશે. 

રેલવે આસ્થા સ્પેશિયલ ટ્રેન ચલાવશે
આ અવસર પર ભારતીય રેલ્વે 200 થી વધુ આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહી છે. જેથી વધુને વધુ લોકો રામ મંદિરના દર્શન કરી શકે. રેલવે દ્વારા દેશભરમાં અયોધ્યા માટે આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. એક ખાનગી અહેવાલ મુજબ જાણવા મળ્યું કે આ ટ્રેનમાં માત્ર ઓપરેશનલ સ્ટોપેજ હશે જે વિવિધ રાજ્યોના ટિયર 1 અને ટિયર 2 શહેરોથી અયોધ્યા ધામ સ્ટેશન સુધી 100 દિવસના સમયગાળા માટે દોડશે. પ્રાણ  પ્રતિષ્ઠા સમારોહ બાદ રામ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. રેલવેના પરિપત્ર મુજબ, આ ટ્રેનોમાં બુકિંગ માત્ર IRCTC દ્વારા જ થશે. IRCTC દ્વારા ટ્રેનમાં શાકાહારી ભોજન આપવામાં આવશે.

વાંચવા જેવું: રામજીની કૃપા ઉતરી ગઈ આ કપલ પર, PM મોદીની પહેલા બન્યાં મુખ્ય યજમાન, વિધિ કરાવી

રામલલાને પાલખીમાં મંદિર પરિસરની યાત્રા કરાવવામાં આવી હતી 
રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની પહેલી તસવીર સામે આવી હતી. રામલલાને પાલખીમાં મંદિર પરિસરની યાત્રા કરાવવામાં આવી હતી. જો કે, આ વાસ્તવિક મૂર્તિ નથી જે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. તે એક પ્રતિકાત્મક પ્રતિમા છે પરંતુ વિધિના ભાગરુપે આવું કરાયું હતું. અસલી પ્રતિમા 22મી જાન્યુઆરીએ મંદિરમા સ્થાપિત કરવામાં આવશે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિમાં મુખ્ય યજમાન એક કપલ બન્યું
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ દિવસે મંદિરમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિ શરુ થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિમાં મુખ્ય યજમાન એક કપલ બન્યું છે. યજમાન બનેલું કપલ ડોક્ટર અનિલ મિશ્રા અને તેમની પત્ની ઉષા મિશ્રા છે. રામ મંદિર આંદોલનમાં અનિલ મિશ્રાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. મંદિરના મુખ્ય પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે કહ્યું કે 22મી જાન્યુઆરીએ પીએમ મોદી મુખ્ય યજમાન રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ