બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / today gujarat elections 2022 result LIVE updates

ચૂંટણી પરિણામ / ગુજરાતમાં ફરી ભાજપના શિરે 'સત્તાનો તાજ': 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત, રાજ્યભરમાં વિજયોત્સવની ઉજવણી

Published By: Dhruv

Last Updated: 06:11 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકો અને બીજા તબક્કાની 93 બેઠકો મળીને કુલ 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો આવી ગયો છે. ત્યારે એકવાર ફરી ગુજરાતમાં પ્રચંડ બહુમતિ સાથે ભાજપે ચારે કોર કમળ ખીલવી દીધું છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર 
  • રેકોર્ડબ્રેક જીત સાથે ગુજરાતભરમાં લહેરાયો કેસરિયો
  • મોટાભાગના જિલ્લાઓમાંથી AAP અને કોંગ્રેસના સૂપડાં સાફ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. વિધાનસભાની 182 બેઠકો પરથી 156 સીટ પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધો છે. જ્યારે કોંગ્રેસ 17 બેઠક અને AAPએ 5 બેઠક પરથી જીત હાંસલ કરી હતી. ત્યારે સમગ્ર ગુજરાતભરમાં ભાજપે કેસરિયો લહેરાવતા ખુદ PM મોદીએ પણ ભવ્ય જીત બદલ પાર્ટીના કાર્યકરો તેમજ CM ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, 'તમારા અસાધારણ હાર્ડવર્ક વગર જીત શક્ય જ ન હોતી.'

સવારથી લઇને સાંજ સુધીના ગુજરાતભરના પરિણામની પળેપળની અપડેટ

(04:35 PM)

(04:25 PM)

(04:20 PM)

(04:18 PM)

જામનગર 78 વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો ધમાકેદાર વિજય, જામનગરવાસીઓનો માન્યો આભાર, કહ્યું- વિકાસની થઈ જીત.

(04:15 PM)

નિઝર બેઠક પર ભાજપની ભવ્ય જીત: ભાજપના ઉમેદવાર જયરામ ગામીતની 23,131 મતે જીત, સીટીંગ ધારાસભ્ય કોંગ્રેસના સુનિલ ગામીતને હરાવ્યા.

(04:10 PM)

વલસાડની કપરાડા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, સતત છઠ્ઠી ચૂંટણી લડી રહેલા જીતુ ચૌધરીની 33 હજાર મતોથી જીત,

(03:50 PM)

ઉમરગામમાં ભાજપનો ભવ્ય વિજય, રમણ પાટકર 63 હજારથી પણ વધારે મતોથી વિજેતા.

(03:40 PM)

કોંગ્રેસ ઉમેદવાર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ હાર સ્વીકારી, કહ્યું- આવુ પરિણામ આવશે તેવી અપેક્ષા નહતી, મોંઘવારી, ગેસ, ખેડૂતોની સમસ્યા લોકોને નડી નથી.

(03:32 PM)

જામનગર જિલ્લામાં કોંગ્રેસના સૂપડા સાફ, જામનગર દક્ષિણ, જામનગર ઉત્તર, જામનગર ગ્રામ્ય અને કાલાવડ પર ભાજપ, જામજોધપુરમાં આપની જીત.

(03:32 PM)

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ખરાબ પરિણામ બાદ કોંગ્રેસના પ્રભારી પદેથી રઘુ શર્માએ રાજીનામું ધરી દીધું છે.

(03:30 PM)

બનાસકાંઠાની 9 બેઠકોના પરિણામ જાહેરઃ 4 ભાજપ, 4 કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા, થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરીની જીત, ડીસા બેઠક પર ભાજપના પ્રવિણ માળીની જીત, પાલનપુર બેઠક પર ભાજપ અનિકેત ઠાકરની જીત, દિયોદર બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણની જીત, દાંતા બેઠક પર કોંગ્રેસ કાંતિ ખરાડીની જીત, વડગામ બેઠક પર કોંગ્રેસના જીગ્નેશ મેવાણીની જીત, વાવ બેઠક પર કોંગ્રેસના ગેનિબેન ઠાકોરની જીત, કાંકરેજ બેઠક પર કોંગ્રેસના અમૃત ઠાકોર, ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માનુ દેસાઈની જીત.

(03:22 PM)

ગાંધીનગર સાઉથમાં જીત બાદ અલ્પેશ ઠાકોરનું નિવેદન, ભાજપે ગુજરાતને વિકસાવ્યું, લોકોની કરીશું સેવા, 150 બેઠક જીતવાનો દાવો કરેલો જ હતો.

(03:20 PM)

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થતા ઘાટલોડિયામાં ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા વિસ્તારમાં ભવ્ય ઉજવણીનો માહોલ છવાઇ ગયો છે.

(03:15 PM)

આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની 2703 મતોથી જીત, ભાજપના ગુલાબસિંહ પઢીયાર હાર્યા.

(03:00 PM)

બનાસકાંઠાની વડગામ (SC) બેઠક પરથી કોંગ્રેસ જીગ્નેશ મેવાણીની જીત તો વાવ બેઠક પરથી પણ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત.

(02:45 PM)

ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર AAPના ચૈતર વસાવાની જીત. ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે, '10 વર્ષથી પ્રજા વચ્ચે રહીને સેવા કરી, હજુ ઘણું કામ કરવાનું બાકી છે.'

(02:40 PM)

(02:35 PM)

કચ્છ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયોઃ અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છની માંડવી બેઠક પર ભાજપના અનિરૂદ્ધ દવે, કચ્છની ભુજ બેઠક પર ભાજપના કેશવલાલ પટેલ, અંજાર બેઠક પર ભાજપના ત્રિકમ છાંગા, ગાંધીધામ બેઠક પર ભાજપના માલતિ માહેશ્વરી અને રાપર બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની જીત.

(02:30 PM)

નવસારી જિલ્લાની ચાર બેઠકના પરિણામઃ નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઈ, જલાલપોર બેઠક પર ભાજપના ઉમેદવાર આર.સી.પટેલ, ગણદેવી બેઠક પર ભાજપ ઉમેદવાર નરેશ પટેલ, વાંસદાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની જીત.

(02:20 PM)

(02:17 PM)

(02:15 PM)

લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાની જીત, ધ્રાંગધ્રાના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાની જીત, વાંકાનેરના ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીની જીત.

(02:10 PM)

સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પર ભાજપના ઉમેદવાર શામજી ચૌહાણની જીત, કહ્યું- મતદારોએ ભાજપ પ્રત્યે લાગણી દર્શાવી.

(02:00 PM)

(01:55 PM)

(01:50 PM)

(01:40PM)

(01:35PM)
ગુજરાતમાં ભાજપ અને મોદી પ્રત્યે જનતાના અતૂટ વિશ્વાસની જીત થઈ: નીતિન ગડકરી

(01:30PM)

બાયડમાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની જીત, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની હાર.

(01:20PM)

વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો, 8માંથી 7 બેઠક પર ભાજપની જીત, 1 અપક્ષ ઉમેદવારની જીત.

(01:10PM)

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત.

(01:00PM)

વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો, 8માંથી 7 બેઠક પર ભાજપની જીત, 1 અપક્ષ ઉમેદવારની જીત.

(01:00PM)

(12:53PM)

ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવીની હાર, ભાજપના મુળુભાઈ બેરાની જીત.

(12:50PM)

વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત થઇ તો કોંગ્રેસ અને AAPના ઉમેદવારની કારમી હાર થઇ છે.

(12:45 PM)

રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરની જીત. તો માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની હાર અને કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત.

(12:35 PM)

AAPએ ગુજરાતમાં ખાતું ખોલ્યુંઃ વિસાવદરના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીની જીત.

(12:29 PM)

ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ, મહેમદાવાદના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણની જીત.

(12:20 PM)

કુતિયાણામાં સતત ત્રીજીવાર કાંધલ જાડેજાની જીત, સમાજવાદી પાર્ટીમાંથી લડ્યા હતા ચૂંટણી.

(12:04 PM)

ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત માટે PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા.

(11:58 AM)

ખંભાળિયામાં ભાજપ ઉમેદવાર 7956 મતથી આગળ, અમદાવાદમાં ભાજપ રેકોર્ડ જીત તરફ આગળ.

(11:55 AM)

12 વાગ્યાના વલણમાં ભાજપ 154 બેઠકો પર આગળ, કોંગ્રેસ 17, AAP 6 અને અન્ય 5 બેઠકો પર આગળ.

(11:45 AM)

(11:35 AM)

કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ, કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા 12,773 મતથી આગળ.

(11:32 AM)

(11:29 AM)

અમદાવાદમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ છે. અમદાવાદમાં ભાજપની સાત બેઠકો પર જીત જોવા મળી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસની માત્ર એક બેઠક પર જ જીત થઇ છે.  શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 13 બેઠકો પર ભાજપ આગળ છે. અમદાવાદમાં ધાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે તો શહેરની નારણપુરા, વેજલપુર, સાબરમતી, નિકોલ અને એલિસબ્રિજ પર ભાજપની જીત થઇ છે. અમદાવાદમાં માત્ર જમાલપુર બેઠક પર જ કોંગ્રેસ જીતી શકી છે. જમાલપુર બેઠક પરથી ઈમરાન ખેડાવાલાની જીત થઇ છે.

(11:23 AM)

વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત, સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત.

(11:20 AM)

રાજકોટમાં ભાજપનો દબદબોઃ રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળાની જીત, રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહની જીત, રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાની જીત.

(11:09 AM)

દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક, ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ સોલંકી અને જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત.

(11:04 AM)

દસક્રોઈ બેઠક પરથી ભાજપના બાબુ જમનાદાસ પટેલની જીત તો પારડી બેઠક પરથી ભાજપના કનુ દેસાઈની જીત. ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત. તો જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયાની જીત.

(10:56 AM)

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલની જીત તો અસારવા બેઠક પરથી ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત તો નારણપુરામાં ભાજપના જીતેન્દ્ર પટેલ, વેજલપુરમાં ભાજપના અમિત ઠાકર, સાબરમતીમાં હર્ષદ પટેલ અને નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્માની જીત. 

(10:52 AM)

સુરતની મજુરા બેઠક પરથી હર્ષ સંઘવીની જીત. ખંભાળિયા બેઠક પર AAPના ઉમેદવાર 6041 મતોથી આગળ.

(10:52 AM)

ધોરાજી બેઠક પરથી ભાજપના મહેન્દ્ર પાડલીયાની જીત.

(10:40 AM)

રાજકોટ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહની જીત, જેતપુર કોંગ્રેસના ઉમેદવાર  મનસુખ કાલરિયાએ હાર સ્વીકારી.

(10:40 AM)

વિરમગામ બેઠક પર સાતમા રાઉન્ડમાં ભાજપ આગળ, દરિયાપુર બેઠક પર ભાજપ આગળ, કુતિયાણા બેઠક પર ભાજપના ઢેલીબેન આગળ.

(10:32 AM)

સત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત, ભાજપ 151 તો કોંગ્રેસ 18, આપ 7 અને અન્ય 6 સીટ પર આગળ.

(10:27 AM)

(10:22 AM)

વલણમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ, શરૂઆતી વલણમાં ભાજપ 151 બેઠક પર આગળ, કોંગ્રેસ 20, AAP 7, અન્ય 4 બેઠકો પર આગળ.

(10:20 AM)

ભૂપેન્દ્ર-નરેન્દ્રની જોડી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં!
તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે કે જેને આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યું હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું.

(10:15 AM)

ચોથા રાઉન્ડના અંતે ખંભાળિયા બેઠક પરથી ઈસુદાન ગઢવી 3823 મતથી આગળ, ગોંડલ બેઠક પર ભાજપના ગીતાબા જાડેજા આગળ. કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા આગળ, ડેડિયાપાડામાં AAPના ચૈતર વસાવા આગળ.

(10:11 AM)

ચૂંટણી પરિણામ હજુ તો ફાઇનલ થાય એ પહેલાં જ ધોરાજી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી. મતદાન મથકેથી લલિત વસોયા રવાના થયા.

(10:04 AM)

અમદાવાદની મોટાભાગની બેઠકો પર ભાજપને જંગી લીડઃ એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર 21 હજાર 968 મતથી આગળ, ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલ 19 હજાર 873 મતથી આગળ, સાબરમતીમાં ભાજપના હર્ષદ પટેલ 17 હજાર 552 મતથી આગળ, વેજલપુર અમિત ઠાકર 23 હજાર 346 મતથી આગળ અને વટવા બેઠક પર બાબુસિંહ જાદવ 7 હજાર 446 મતોથી આગળ.

(10:03 AM)

ચૂંટણી પંચના સત્તાવાર આંકડા અનુસાર ભાજપ 137 પર આગળ, કોંગ્રેસ 22 અને AAP 8 બેઠકો પર મેળવી રહી છે લીડ.

(9:51 AM)

આજથી ગુજરાતમાં નવા અધ્યાયની થશે શરૂઆત: અલ્પેશ કથીરિયા
વરાછા બેઠકના AAPના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, 'આજથી ગુજરાતમાં નવા અધ્યાયની શરૂઆત થશે. તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશે.'

(9:51 AM)

વલસાડની તમામ બેઠકો પર ભાજપ આગળ, થરાદ બેઠક પર શંકર ચૌધરી 12 હજાર મતથી આગળ, ભાવનગરમાં જીતુ વાઘાણી 2500 મતોથી આગળ. રાજકોટની 8, મોરબીની 3 બેઠકો પર ભાજપ આગળ, જામનગરની 5 બેઠકોમાં 4 ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ.

(9:47 AM)

ચૂંટણી પંચના આંકડા અનુસાર ભાજપ 112, કોંગ્રેસ 21 જ્યારે આમ આદમી પાર્ટી 10 બેઠકો પર કરી રહી છે લીડ.

(9:46 AM)

વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ આગળ, વડગામથી કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ, દ્વારકા બેઠક પર કોંગ્રેસ 543 મતોથી આગળ

(9:39 AM)

ગુજરાતમાં ચોંકાવનારૂં પરિણામ આવશે: રઘુ શર્મા
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું 'ગુજરાતમાં ચોંકાવનારૂં પરિણામ આવશે. તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.'

(9:36 AM)

જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા આગળ, સાણંદ બેઠક પરથી કનુ પટેલ આગળ તો અર્જુન મોઢવાડિયા 200 મતોથી આગળ.

(9:34 AM)

વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના સામે આવ્યા વલણ, ભાજપ 138, કોંગ્રેસ 34, AAP 6 અને 4 બેઠકો પર અન્ય આગળ.

(9:34 AM)

ભિલોડા બેઠક પર AAPના ઉમેદવાર આગળષ રાજુલા બેઠક પર હિરા સોલંકી 100 મતોથી આગળ, શરૂઆતી વલણમાં ભાજપ 138, કોંગ્રેસ 34, AAP 6 અને અન્ય 4 બેઠકો પર આગળ.

(9:31 AM)

138 બેઠકો પરથી ભાજપ ગુજરાતમાં આગળ.

(9:24 AM)

(9:15 AM)

ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતોથી આગળ
ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતોથી આગળ, થરાદમાં શંકર ચૌધરી 8 હજાર મતોથી આગળ. વલસાડ જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપ આગળ, દહેગામમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ, પ્રથમ રાઉન્ડના અંતે હર્ષ સંઘવી 6 હજાર મતોથી આગળ. પ્રથમ રાઉન્ડમાં ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ, રાજકોટની તમામ બેઠકો પર ભાજપ આગળ, શરૂઆતી વલણમાં ભાજપ 129, કોંગ્રેસ 33, AAP 4 અને અન્ય 3 બેઠકો પર આગળ

(9:01 AM)

લિંબડી બેઠક પરથી કિરિટસિંહ રાણા 3100 મતથી આગળ તો છોટા ઉદેપુરમાં ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવા આગળ. લિંબડી બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ. જામનગરની ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજા પણ આગળ. તો અમદાવાદની વેજલપુર બેઠક પરથી ભાજપના અમિત ઠાકર પણ આગળ.

(8:58 AM)

જુઓ કઇ બેઠક પર કોણ આગળ?
અબડાસામાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ, ભાવનગરની મહુવા બેઠક પર કોંગ્રેસના કનુ કલસરીયા આગળ, બનાસકાંઠાના ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ.

(8:53 AM)

(8:12 AM)

(8:11 AM)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. ત્યારે આ પ્રાથમિક ગણતરીમાં ભાજપ 8 બેઠકો પર, કોંગ્રેસ 3 બેઠકો પર અને AAP 1 બેઠકથી આગળ છે.

(8:08 AM)

(8:01 AM)

કોંગ્રેસે આ વખતે સ્થાનિક ઉમેદવારોને તક આપી છે: રણજીતસિંહ બારડ
નિકોલના કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ બારડે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, 'કોંગ્રેસે આ વખતે સ્થાનિક ઉમેદવારોને તક આપી છે. નિકોલમાં સ્કૂલ અને હોસ્પિટલ એક મોટો મુદ્દો છે.'

(8:01 AM)

(8:00 AM)

રાજ્યના એકસાથે 37 કેન્દ્રો પર બેલેટ પેપરથી મતગણતરી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરાઇ. જ્યારે 9 વાગ્યાની આસપાસ EVMમાં મતગણતરી હાથ ધરાશે. 

(7:41 AM)

(7:39 AM)

(7:33 AM)

(7:23 AM)

ભાજપ 135થી વધુ બેઠકો જીતશે: હાર્દિક પટેલ
વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, 'ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપ 135થી વધુ બેઠકો જીતશે. ભાજપના શાસનમાં શાંતિ સ્થપાઈ. કોંગ્રેસ પાસે વિઝનનો અભાવ છે.'

(7:23 AM)

અરવલ્લીની ત્રણેય બેઠક પર કોંગ્રેસની જીત થશે: મહેન્દ્રસિંહ વાઘેલા
અરવલ્લીના બાયડના કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાએ મતગણતરી કેન્દ્ર પર પહોંચીને અરવલ્લીની ત્રણેય બેઠક પર કોંગ્રેસની જીત થશે તેવો દાવો કર્યો છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, 'ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.'

(7:20 AM)

સામાન્ય લોકોના પણ ફોન આવે છે કે હું જીતું છું, મારી જીત નિશ્ચિત છે:  ઈન્દ્રનીલ રાજ્યગુરુ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામને લઇને રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપતા દાવો કર્યો કે, 'મારી જીત નિશ્ચિત છે, સામાન્ય લોકોના પણ ફોન આવે છે કે હું જીતું છું.'

(7:11 AM)

ગાંધીનગરમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે બેલેટ પેપરની પેટીઓ કાઉન્ટીંગ સ્થળે લવાઇ. પોલીસના કાફલા અને અધિકારીઓની ઉપસ્થિતમાં બેલેટ પેપર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા.

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેનું પરિણામ આજે ગુરુવારને 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.

રાજ્યભરમાં કુલ 37 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે
કુલ 182 બેઠકો પરના 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થવાનો છે. રાજ્યમાં મતગણતરીની કામગીરી સવારે 8 વાગ્યાથી શરૂ થઇ જશે. રાજ્યભરમાં કુલ 37 કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે.મત ગણતરી માટે ચૂંટણી સ્ટાફની નિમણૂંક કરાઈ છે. દરેક ટેબલ પર માઈક્રો ઓબઝર્વર હાજરી રહેશે. પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે. કાઉન્ટિંગ દરમિયાન ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્ટ્રોંગ રૂમ બહાર CAPF ની ટીમ તૈનાત કરાઈ છે

બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું હતું
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. સૌથી વધુ 78.24 ટકા મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું હતું. બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ 69.65 ટકા મતદાન નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન નોંધાયું હતું. બીજા તબક્કામાં 65.31 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ બનાસકાંઠામાં 71.40% સૌથી ઓછું અમદાવાદમાં 58.32% મતદાન નોંધાયું હતું.

રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ પૂર્ણ થઈ ગઈ છે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના  કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે. 

મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરાઇ
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.  રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

બંને તબક્કામાં કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણી મેદાને હતા
વધુમાં આ બંન્ને તબક્કામાં 29 જેટલાં રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં અને 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. આમ, બંને તબક્કામાં કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

GujaratAssemblyPolls GujaratElectionResult gujarat elctions 2022 gujarat election results 2022 gujarat elections 2022 result ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ gujarat election results 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ