બ્રેકિંગ ન્યુઝ
VTV / TikTok CEO writes to govt to share India expansion plans
ADVERTISEMENT
ટિકટોક પર પ્રતિબંધ મૂકાયા બાદ કંપનીએ 28મી જૂને સરકારને એક પત્ર લખ્યો હતો. કંપનીનાં ચીફ એક્ઝીક્યુટીવ કેવિન મેયરે સરકારને કહ્યું કે ચીનની સરકારે ક્યારેય યુઝર ડેટા માટે માગ્યા નથી અને જો આવું થશે તો પણ કંપની આપશે નહીં.
ચાઇનીઝ એપ પર સરકારની કાર્યવાહી
ADVERTISEMENT
નોંધનીય છે કે ટિકટોક ચીનમાં જ ઉપલબ્ધ નથી પરંતુ ચીનની જ ByteDance કંપની તેનું સ્વામિત્વ ધરાવે છે. ચીન સાથે ભારતની સરહદ પર સંઘર્ષ બાદ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે કુલ 59 એપ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ એપમાં ટિકટોક સિવાય WeChat અને UC Browser જેવી એપ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. UC Browser એપ અલી બાબા ગ્રુપની છે.

ADVERTISEMENT
ભારતીય યુઝર્સનો ડેટા સિંગાપુરમાં સર્વરમાં સંગ્રહિત
એપ પર પ્રતિબંધ મૂકાયા બાદ હવે કંપનીને અબજોનું નુકસાન થવાની સંભાવના છે. એવામાં કંપનીના માલિકે સરકારને પત્ર લખીને આજીજી કરી છે. મેયરે કહ્યું કે "હું ખાતરી આપી શકું છું કે ભારતીય યુઝર્સના ટિકટોક ડેટા માટે ચીની સરકારે અમને ક્યારેય વિનંતી કરી નથી," તેમણે કહ્યું 'ભારતીય યુઝર્સનો ડેટા સિંગાપુરમાં સર્વરમાં સંગ્રહિત છે. અને જો અમને ભવિષ્યમાં ક્યારેય આવી વિનંતી મળે, તો અમે તેનું પાલન કરીશું નહીં." મીડિયામાં અહેવાલ મુજબ માનવામાં આવી રહ્યું છે કે સરકાર અને કંપની વચ્ચે બેઠક પણ થઇ શકે છે ત્યારે હાલ કંપની દ્વારા લખવામાં આવેલ આ પત્રની માહિતીઓ સામે આવી રહી છે.
ADVERTISEMENT
ટિકટોક બંધ થતાં અન્ય એપની લોકપ્રિયતા વધી
જોકે સરકારનાં સૂત્રોનું કહેવું છે કે હાલ તો આ એપ પરથી પ્રતિબંધ હટવો ખૂબ મુશ્કેલ લાગે છે. આ સિવાય કંપની પાસે કાયદાકીય કાર્યવાહીનો પણ ફાયદો નહીં મળે કારણ કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રતિબંધનું મુખ્ય કારણ માન્યું છે. નોંધનીય છે કે ટિકટોક એપ ભારતમાં ખૂબ લોકપ્રિય થઇ ગઈ હતી. ઘણા બધા યુઝર્સ ખુદને ટિકટોક સ્ટાર્સ કહેતા એવામાં ટિકટોક પર પ્રતિબંધના કારણે હાલ અન્ય કેટલીક એપ ખૂબ ડાઉનલોડ થઇ રહી છે. Roposo, Mitron જેવી એપને લોકો ડાઉનલોડ કરી રહ્યા છે.
ADVERTISEMENT

કંપનીએ સરકારને ખાતરી આપવના પ્રયત્ન કર્યા
ADVERTISEMENT
ટિકટોકની કંપનીએ આ ક્ષેત્રમાં એક બિલીયન ડોલરનું રોકાણ કરવાનો નિશ્ચય કર્યો હતો. વર્ષ 2017માં લોન્ચ થયા બાદ અમેરિકા અને ભારતમાં આ એપ ખૂબ ઝડપથી પ્રખ્યાત થઇ ગઈ હતી. મેયરે પત્રમાં આગળ લખ્યું છે કે "અમારા યુઝર્સની ગુપ્તતા અને ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ, અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. અમે ભારતમાં ડેટા સેન્ટર બનાવવાની અમારી યોજનાઓની જાહેરાત કરી દીધી છે.
નોંધનીય છે કે ચીનના બંધારણમાં એવો કાયદો છે જેમાં ચીની સરકાર કોઈ પણ કંપની પાસેથી ડેટા માંગી શકે છે અને જો કંપની આ પ્રકારની માહિતી સરકારને ન આપે તો કાર્યવાહીની પણ જોગવાઈ છે. એવામાં જ્યારે ભારત અને ચીનના સંબંધો અત્યારે વણસી રહ્યા છે ત્યારે ચીન ભારતીય યુઝર્સની કોઈ માહિતીઓનો દુરુપયોગ ન કરે તે માટે સરકારે પ્રતિબંધ મૂક્યો હોવાનું તારણ છે.
ટિકટોક કંપની દ્વારા સરકારને લખવામાં આવેલ પત્રમાં જે કબૂલાત કરવામાં આવી છે તે મુજબ ભારતીય યુઝર્સના ડેટા સિંગાપોરમાં સંગ્રહિત છે અને ભવિષ્યમાં કંપની ભારતમાં જ ડેટા સેન્ટર બનાવવાના વાયદા કરી રહી છે તો ભવિષ્યમાં એપ પરથી પ્રતિબંધ હટી શકે તેવી પણ શક્યતાઓ નિષ્ણાતોના મતે રહેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.