બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Thousands of candidates in GRD recruitment in Banaskantha

બનાસકાંઠા / VIDEO: 600 GRDની ભરતી માટે હજારો યુવાનોની ધક્કામુક્કી, પોલીસે ડંડા મારીને કંટ્રોલ કરવા પડ્યા

Kiran

Last Updated: 01:15 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામ રક્ષદ દળ માટે 600 જેટલી જગ્યાઓ પર ઉમેદારી ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તેની સામે એક હજાર જેટલા યુવકો આવી જતા ભરતી માટે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા છે

  • બનાસકાંઠામાં GRD ભરતીમાં ધક્કામુક્કી
  • પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભીડ
  • 600 GRDની ભરતી માટે હજારો ઉમટ્યા

બનાસકાંઠાના પાલનપુરમાં ગ્રામ રક્ષદ દળ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક સાથે હજારો યુવકો આવી જતા વ્યવસ્થા ખોરવાય હતી.. મહત્વનું છે કે ગ્રામ રક્ષદ દળ માટે 600 જેટલી જગ્યાઓ પર ઉમેદારી ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તેની સામે એક હજાર જેટલા યુવકો આવી જતા ભરતી માટે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા..


 

600 GRDની ભરતી માટે હજારો ઉમટ્યા

પાલનપુરમાં ગ્રામ રક્ષક દળ (GRD)ની 600 જગ્યા માટે 6 હજારથી વધુ ઉમેદવારો ઊમટી પડ્યા હતા. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા..અને ભરતીપ્રક્રિયાની અવ્યવસ્થાને કારણે અરાજકતા સર્જાઈ હોય તેવું પણ જોવા મળ્યું હતું, ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીનો સહારો લેવાની ફરજ પણ પડી હતી..પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે શનિવારે GRDની ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાલનપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. જોકે 600ની ભરતી કરવાની છે, એની સામે 6 હજાર જેટલા બેરોજગાર યુવાનો ભરતીપ્રક્રિયામાં ભાગ લેવા ઊમટી પડ્યા હતા જેના કારણે યુવાન ઉમેદવારોમાં ધક્કામુક્કી, અવ્યવસ્થાને કારણે અરાજકતા સર્જાઈ હતી. 


બનાસકાંઠામાં GRD ભરતીમાં ધક્કામુક્કી

મહત્વનું છે કે હાલ સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે, હાલ લોક રક્ષક દળ, તેમજ PSI માટે ભરતી માટે પણ યુવક યુવતીઓ તૈયારી કરતા નજરે પડી રહ્યા છે ત્યારે હવે જેટલા યુવકો ભરતી માટે ઉમેદવારી નોંધાવે છે તેની સામે એટલી જગ્યાએ પૂરતી હોતી નથી ત્યારે અ વ્યવસ્થા સર્જાતી હોય છે, ત્યારે પાલનપુરમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે..ગ્રામ દક્ષક દળ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં યુવકો આવી જતા પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા લાઠીનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજારોની સંખ્યમાં સરકારી નોકરી મેળવવા યુવકોનો ધસારો જોવા મળી રહ્યો છે.. તો બીજી તરફ પોલીસ પણ ભીડને નિયંત્રિત કરવા હાથમાં લાઠીનો સહારો લેતી જોવા મળી રહી છે..સમગ્ર ગુજરાતમાં બેરોજગારીને પગલે નાની એવી ભરતીમાં પણ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોય છે, માત્ર 600 લોકોની ભરતી સામે હજારો યુવાનો આવી જતા બેરોજગારીને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે.. 

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha GRD GRD ભરતી recruitment ગ્રામ રક્ષક દળ પાલનપુર બનાસકાંઠા GRD recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ