બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકેટથી પણ ઝડપી ભાગ્યો આ શેર, ભાવ 12 રુપિયાથી 10,000ને પાર થતા કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

હોય નહીં / રોકેટથી પણ ઝડપી ભાગ્યો આ શેર, ભાવ 12 રુપિયાથી 10,000ને પાર થતા કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

Ajitsinh Jadeja

Last Updated: 06:15 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Multibagger Stock: કંપનીના શેરમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી છે જેણે બધાને ચોકાવી દીધા છે. આ શાનદાર તેજીએ અચાનક એક અજાણ્યા રોકાણકારને ભારતના અબજોપતિઓની યાદીમાં પહોચાડી દીધા છે.

RRP Semiconductor Share: દલાલ સ્ટ્રીટ પર ઘણીવાર ચૌકાવનારા ઉતાર-ચઢાવ જોવા મળતા હોય છે. પરંતુ આરઆરપી સેમિકન્ડક્ટર લિમિટેડના શેરમાં રેકોર્ડબ્રેક તેજીએ બધાને હૈરાન કરી દીધા છે. આ શાનદાર તેજીએ અચાનક એક અજાણ્યા રોકાણકાર રાજેન્દ્ર કમલકાંત ચોડણકરને ભારતના અબજોપતિઓની યાદીમાં પહોચાડી દીધા છે. રૂપિયા 12નો શેર રૂપિયા 10 હજારને પાર પહોચ્યો છે.

છેલ્લા 18 મહિનામાં કંપનીના શેરમાં 66,500 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે. 31 ઓક્ટોબરના બીએસઇ પર શેર 10,887.10 ની નવી ટોચે પહોંચ્યો, જે દિવસ દરમિયાન 2ટકાનો વધારો દર્શાવે છે. નોંધનીય છે કે ચોડણકર કંપનીમાં 74.5ટકા હિસ્સો (આશરે 1.02 કરોડ શેર) ધરાવે છે. વર્તમાન બજાર ભાવે તેમની કુલ સંપત્તિ હવે રૂપિયા 9,000 કરોડથી વધુ થઇ ચુકી છે. રસપ્રદ વાત એ છે કે, ચોડણકર કંપનીના પ્રમોટર નથી (તેમનું નામ ફક્ત રિટેલ શેરહોલ્ડર કેટેગરીમાં દર્જ છે), જેના કારણે બજારમાં રહસ્ય વધુ વધ્યું છે.

STOCK-MARKET-FINAL

અફવાઓનું તોફાન અને કંપનીની સ્પષ્ટતા

આરઆરપી સેમિકન્ડક્ટર લિમિટેડના શેરમાં ઉછાળો કંપનીના પ્રદર્શન અથવા કોઈ નવી ટેકનોલોજીને કારણે નથી, પરંતુ બજારમાં ફેલાયેલી અફવાઓ અને સોશિયલ મીડિયાના પ્રચારને કારણે છે. ઘણા બજાર વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે કંપનીમાં રોકાણ કર્યું છે, અથવા મહારાષ્ટ્ર સરકારે કંપનીને 100 એકર જમીન ફાળવી છે. કંપનીએ બંને દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે તેંડુલકરનો આરઆરપી સેમિકન્ડક્ટર લિમિટેડ સાથે કોઈ સંબંધ નથી અને કોઈપણ જમીન ફાળવણી કરવામાં આવી નથી.

stock-market-simple-2

માત્ર 4,000 શેરમાં ટ્રેડિંગ

કંપનીના જણાવ્યા મુજબ માર્ચ 2026 સુધી તેના લગભગ 99 ટકા શેર લોક-ઇન છે. આનો અર્થ એ થયો કે બજારમાં ફક્ત 4,000 શેર ફ્રી ફ્લોટમાં છે. આ મર્યાદિત ઉપલબ્ધતાએ સ્ટોકને સટોડિયાઓ માટે રમતનું મેદાન બનાવ્યું છે. કંપનીએ આરોપ લગાવ્યો છે કે "અનૈતિક" ટ્રેડિંગ ગતિવિધિયાં અને અફવાઓ કૃત્રિમ રીતે તેના શેરના ભાવમાં વધારો કરી રહી છે. સાથે કંપનીએ કહ્યુ કે તે ખોટી અફવા ફેલાવીને રોકાણકારોને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 2 જ દિવસમાં 5 ગણો સબ્સ્ક્રાઇબ થયો આ IPO, GMPમાં પણ ઉછાળો, હવે છેલ્લો ચાન્સ

નવી મુંબઈની સરળતામાંથી ઉભરી આવેલ અબજોપતિ

આરઆરપી સેમિકન્ડક્ટર લિમિટેડ નવી મુંબઈમાં એક સામાન્ય ઔદ્યોગિક સરનામાથી કાર્ય કરે છે. વાર્ષિક અહેવાલ મુજબ રાજેન્દ્ર ચોડણકરને કંપનીના નોન એગ્જીક્યૂટિવ અતિરિક્ત ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે નાણાકીય વર્ષ 2025 માં કંપનીને 8 કરોડની લોન આપી હતી, જેનો વ્યાજ દર 8 ટકા હતો. મે 2024 માં શેરધારકોએ એક યોજનાને મંજૂરી આપી હતી જેના હેઠળ કંપનીએ ચોડંકરને રૂપિયા 12 પ્રતિ શેરના ભાવે 1 કરોડથી વધુ શેર જારી કર્યા હતા, જેનાથી તેમનો હિસ્સો 74.5ટકા થયો હતો. આમાંથી 6 કરોડ દેવા તરીકે એડજસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવી હતી. આજે તે જ રૂપીયા 12નો શેર રૂપિયા 10,000 થી વધુ પર પહોંચી ગયો છે, જે ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી આશ્ચર્યજનક કાગળ નફામાંનો એક છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Return Business News Multibagger Stock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ