બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ શખ્સે શેરબજારમાં એક રુપિયો પણ રોક્યા વગર રળી લીધા 1.75 કરોડ, બની અદ્દભુત ઘટના

બિઝનેસ / આ શખ્સે શેરબજારમાં એક રુપિયો પણ રોક્યા વગર રળી લીધા 1.75 કરોડ, બની અદ્દભુત ઘટના

Nirav Kumar

Last Updated: 05:45 PM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોટક સિક્યોરિટીઝની એક ભૂલના કારણે એક વ્યક્તિ કરોડપતિ બની ગયો છે. આ મામલો કોર્ટમાં જતા કોર્ટે પણ આ રૂપિયા તે વ્યક્તિ રાખી શકે છે તેવો આદેશ આપ્યો છે.

અમુક એવું સામે આવે છે કે, શેર માર્કેટમાં એક નાની ભૂલને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય.પરંતુ અત્યારે એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વેપારી ટેકનિકલ ખામીને કારણે 20 મિનિટમાં કરોડપતિ બની ગયો છે. મુંબઈના આ વેપારીએ 1.75 કરોડ રૂપિયાનો નફો કર્યો. આ ભૂલ કોટક સિક્યોરિટીઝ દ્વારા કરવામાં આવેલી હતી જેના લીધે આ વેપારીના ખાતામાં 40 કરોડ રૂપિયા આવ્યા હતા. તે પૈસાનો ઉપયોગ કરીને રોકાણકારે 20 મિનિટમાં 1.75 કરોડનો નફો કર્યો હતો.

  • ઘટના છે 2022 ની

કોટક સિક્યોરિટીઝ દ્વારા કરવામાં આવેલી એક નાની ભૂલને લીધે વર્ષ  2022 માં ગજાનન રાજગુરુના એકાઉન્ટમાં 40 કરોડ રૂપિયા જમા થયા હતા. સિસ્ટમ ખામીનો લાભ લઈને રાજગુરુએ ફ્યુચર્સ અને ઓપ્શન્સ દ્વારા માત્ર 20 મિનિટમાં 2.38 કરોડ રૂપિયાનો નફો કર્યો. રાજગુરુને શરૂઆતમાં 54 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ નુકસાનને બાદ કરતાં રાજગુરુએ 20 મિનિટમાં કુલ 1.75 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

vtv app promotion
  • કોર્ટે વ્યાપારીના ફેવરમાં આપ્યો ચુકાદો
    જ્યારે કોટક સિક્યોરિટીઝને પોતાની ભૂલ જણાઈ ત્યારે તેમને 40 કરોડ રૂપિયા પાછા જમા કરાવ્યા હતા. કોટક સિક્યોરિટીઝ રાજગુરુ પાસેથી 40 કરોડનો નફો પણ વસૂલવા માંગે છે. પરંતુ ડિસેમ્બર 2025 માં બોમ્બે હાઈકોર્ટે આ વાતને નકારી કાઢી છે. જેમાં કોર્ટે ચુકાદો આપ્યો છે કે વેપારીનો નફો તેની કુશળતા અને રિસ્ક લેવાની ક્ષમતાથી થયો હતો. બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, આ સમગ્ર ઘટના "અનજસ્ટ ગેઇન" ની કેટેગરીમાં આવતતું નથી. જેમાં કોર્ટે જણાવ્યું કે, કોટક સિક્યોરિટીઝને આ ભૂલને કારણે કોઈ નુકસાન નથી થયું. આથી તેઓ કોઈ પ્રોફિટનો દાવો નથી કરી શકતા.

વધુ વાંચો : રાહત! સોનું-ચાંદી ખરીદનાર લોકો માટે સારા સમાચાર, 2026માં કરાવશે બંપર કમાણી

  • કોટકે ફરીથી અપીલ દાખલ કરી
    ઉલ્લેખનીય છે કે, આ મામલે બ્રોકરેજ હાઉસ કોટક સિક્યોરિટીઝએ બીજી અપીલ ફાઈલ કરી છે જેની સુનાવણી 4 ફેબ્રુઆરી 2026 ના રોજ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. કોર્ટે આ વ્યાપારીને 1.75 કરોડ રૂપિયા રાખવાની મંજૂરી આપતો વચગાળાનો આદેશ પણ આપ્યો છે. .

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kotak Securities Bombay High Court Stock Market
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ