ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / This Indian cricketer created a sensation by hitting 6 sixes in one over

સ્પોર્ટસ / 6,6,6,6,6,6.. ભારતીય ક્રિકેટરનું મેદાનમાં તોફાન, એક ઓવરમાં જડ્યા છ છગ્ગા, જુઓ વાયરલ VIDEO

Published By: Vishal Dave

Last Updated: 08:53 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં અંડર-23 કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફી રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં આંધ્રપ્રદેશના બેટ્સમેન વામશી કૃષ્ણાએ પોતાની જોરદાર બેટિંગથી બધાને ચોંકાવી દીધા છે

ADVERTISEMENT

હાલ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં અંડર-23 કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફી રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં આંધ્રપ્રદેશના બેટ્સમેન વામશી કૃષ્ણાએ પોતાની જોરદાર બેટિંગથી બધાને ચોંકાવી દીધા છે. આ 22 વર્ષના યુવા બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ ટૂર્નામેન્ટમાં T-20ની જેમ તોફાની બેટિંગ કરી અને એક જ ઓવરમાં સતત 6 સિક્સ ફટકારી. BCCIએ જ વામશીની વિસ્ફોટક બેટિંગનો વીડિયો જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આંધ્રપ્રદેશે 378 રન બનાવ્યા હતા

અંડર-23 કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફીમાં આંધ્ર પ્રદેશ અને રેલવે વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી આંધ્રપ્રદેશની ટીમના ઓપનર વામશી કૃષ્ણાએ રેલવેના સ્પિનર ​​દમનદીપ સિંહની એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. વામશીએ માત્ર 64 બોલમાં 110 રનની શાનદાર સદી ફટકારી હતી. તેના શાનદાર પ્રદર્શનના આધારે આંધ્રપ્રદેશની ટીમે પ્રથમ દાવમાં 378 રન બનાવ્યા હતા.

એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા બાદ વામશી કૃષ્ણ રવિ શાસ્ત્રી (1985), યુવરાજ સિંહ (2007) અને રુતુરાજ ગાયકવાડ (2022)ની ક્લબમાં જોડાયા છે. જ્યારે, રેલવે તરફથી, એસઆર કમર અને એમડી જયસ્વાલે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

રેલવેનું પણ જબરજસ્ત પર્ફોર્મન્સ 


વાયએસ રાજા રેડ્ડી ACA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મેચમાં રેલ્વેએ આંધ્રપ્રદેશને 378 રનના સ્કોર પર આઉટ કર્યા બાદ બેટિંગમાં પણ મજબૂતી બતાવી હતી. રેલવેના ઓપનર અંશ યાદવે બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી, 597 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 268 રન બનાવ્યા.

આ પણ વાંચોઃ યુવરાજ સિંહને ચૂંટણીના મેદાનમાં ઉતારશે ભાજપ? જાણૉ કેમ લાગી રહી છે અટકળો, સિદ્ધુ પણ કરી શકે છે ઘરવાપસી

આ સિવાય રવિ સિંહે પણ 311 બોલમાં 17 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 258 રન બનાવ્યા હતા. અંચિત યાદવે 219 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 133 રનની સદી ફટકારી હતી. રેલવેએ પ્રથમ દાવમાં 9 વિકેટે 865 રનનો પહાડ બનાવીને 487 રનની લીડ મેળવી હતી. જોકે આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

સંકળાયેલા મુદ્દાઓ

C. K. Nayudu Trophy Cricket match under 23 ઇન્ડિયા ક્રિકેટર sixers

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ